Sunday, April 28, 2024
More
    હોમપેજદેશતેજસ્વી યાદવે લેખિતમાં માફી માંગી પોતાનું વિવાદાસ્પદ નિવેદન પાછું ખેંચ્યું, સુપ્રીમ કોર્ટે...

    તેજસ્વી યાદવે લેખિતમાં માફી માંગી પોતાનું વિવાદાસ્પદ નિવેદન પાછું ખેંચ્યું, સુપ્રીમ કોર્ટે આપી રાહત: ગુજરાતીઓને ‘ઠગ’ કહેવાનો હતો મામલો

    RJD નેતા તેજસ્વી યાદવે 22 માર્ચ 2023ના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતી સમુદાયન વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ફક્ત ગુજરાતીઓ જ ઠગ બની શકે છે, અને તેમનો ગુનો પણ માફ કરવામાં આવશે. જો તે દેશમાંથી ફરાર પણ થઈ જાય તો તેના માટે કોણ જવાબદાર હશે?”

    - Advertisement -

    ગુજરાતીઓને ઠગ કહેવાનો મામલે બિહારના પૂર્વ ઉપ-મુખ્યમંત્રી તેજસ્વી યાદવને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. કોર્ટેના આદેશ મુજબ તેજસ્વી યાદવે કોર્ટમાં માફીનામું રજૂ કરતા કોર્ટે તેજસ્વી યાદવ વિરુદ્ધ દાખલ થયલી માનહાનિની ફરિયાદને રદ કરી દીધી છે. આ પહેલાં સુપ્રીમ કોર્ટે તેજસ્વી યાદવને આદેશ કર્યો હતો કે, તેઓ લેખિતમાં માફી માંગે અને પોતાનું નિવેદન પાછું ખેંચે, જે પછી તેજસ્વી યાદવે કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી ગુજરાતીઓ પર વાંધાજનક ટિપ્પણી કરતુ પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું.

    ત્યારે હવે સુપ્રીમ કોર્ટે તેજસ્વી યાદવને આ મામલે રાહત આપતા, તેજસ્વી યાદવ વિરુદ્ધ દાખલ થયેલી માનહાનિની ફરીયાદને રદ કરી દીધી છે. જેથી હવે આ કેસ અમદાવાદની કોર્ટમાં નહીં ચાલે. તેજસ્વી યાદવે 19 જાન્યુઆરી 2024ના રોજ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરી ગુજરાતી વિશે કરેલ વાંધાજનક નીવેદનને પાછું ખેંચ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, RJD નેતા તેજસ્વી યાદવે 22 માર્ચ 2023ના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતી સમુદાયન વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ફક્ત ગુજરાતીઓ જ ઠગ બની શકે છે, અને તેમનો ગુનો પણ માફ કરવામાં આવશે. જો તે દેશમાંથી ફરાર પણ થઈ જાય તો તેના માટે કોણ જવાબદાર હશે?”

    - Advertisement -

    જે પછી ગુજરાતમાંથી સામાજિક કાર્યકર્તા હરેશ મહેતાએ તેજસ્વી યાદવની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે યાદવે સમગ્ર ગુજરાતી સમાજનું અપમાન કર્યું છે. અમદાવાદમાં આ કેસ મામલે તેમને સમન પણ પાઠવવામાં આવ્યું હતું. પરંતુ તેઓ અહીં હાજર થયા ન હતા. જે પછી આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી લંબાયો હતો.

    આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું RJD નેતાને સૂચવ્યું હતું કે, તેઓ એક અઠવાડિયામાં સ્પષ્ટ શબ્દોમાં લખીને આપે કે તેઓ ગુજરાતીઓ પર આપેલા નિવેદન પર પસ્તાવો કરે છે, અને પોતાનું નિવેદન પાછું ખેંચે છે. યાદવે એક અઠવાડિયાની અંદર આ વાતનું સોગંદનામું દાખલ કરવું પડશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં