Wednesday, November 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબિહારમાં ‘જમાઈ બાબુ’ પણ સરકારમાં, તેજ પ્રતાપ યાદવ બેઠકમાં બનેવીને લઇ જતાં...

    બિહારમાં ‘જમાઈ બાબુ’ પણ સરકારમાં, તેજ પ્રતાપ યાદવ બેઠકમાં બનેવીને લઇ જતાં વિવાદ: નીતીશ કુમારની ‘પલ્ટી’ સામે હાઇકોર્ટમાં PIL

    નીતીશ સરકારમાં પર્યાવરણ અને વન મંત્રી અને લાલુ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવે નિયમોનો ભંગ કરીને નવો વિવાદ સર્જ્યો છે.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સપ્તાહમાં બિહારમાં રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ છે. તેની શરૂઆત મુખ્યમંત્રી નીતિશ કુમારથી થઈ જ્યારે તેમણે એનડીએ ગઠબંધનથી અલગ થઈને મહાગઠબંધન સાથે સરકાર બનાવી હતી. ત્યારથી મહાગઠબંધનની આ સરકાર વિવાદોમાં રહી છે. દરમ્યાન, એક બેઠકમાં ‘જમાઈ બાબુ’ પણ જોવા મળતા વિવાદ થયો છે. સરકારના મંત્રી તેજ પ્રતાપ યાદવની એક સત્તાવાર મીટિંગમાં લાલુપ્રસાદ યાદવના જમાઈએ પણ ભાગ લેતા સવાલ ઉઠ્યા છે.

    નીતીશ સરકારમાં પર્યાવરણ અને વન મંત્રી અને લાલુ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવે નિયમોનો ભંગ કરીને નવો વિવાદ સર્જ્યો છે. તેજ પ્રતાપ તેમના બનેવી સાથે મંત્રાલયની બેઠકમાં પહોંચ્યા હતા. વાસ્તવમાં બિહાર સરકારમાં તેજ પ્રતાપ યાદવ ગુરુવારે (18 ઓગસ્ટ 2022) બિહાર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ઓફિસ પહોંચ્યા હતા. ત્યાં તેમણે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ મીટિંગમાં તેમની સાથે તેમના બનેવી શૈલેષ કુમાર પણ જોવા મળ્યા હતા. આટલું જ નહીં શૈલેષ કુમાર મીટિંગમાં અધિકારીઓ સાથે વાત કરતા પણ જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શૈલેષ કુમારે આ બેઠકનું સંચાલન કર્યું હતું .

    આ મીટિંગની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વિપક્ષ ભાજપે બેઠકમાં તેજ પ્રતાપના બનેવીની હાજરી પર સવાલ ઉઠાવ્યા છે. ભાજપે પૂછ્યું કે પ્રદૂષણ બોર્ડની બેઠકમાં લાલુ યાદવના મોટા જમાઈ શું કરી રહ્યા હતા? ઉલ્લેખનીય છે કે શૈલેષ કુમાર લાલુ યાદવના મોટા જમાઈ અને મીસા ભારતીના પતિ છે.

    - Advertisement -

    ભાજપે ઉઠાવ્યા સવાલો

    આના પર ભાજપના પ્રવક્તા નિખિલ આનંદે કટાક્ષ કરતા ટ્વીટ કર્યું હતું કે, બિહારના વન અને પર્યાવરણ મંત્રીશ્રી તેજ પ્રતાપ યાદવને કોઈએ હળવાશથી ના લે. અમારા ભાઈ શૈલેષજી પણ અમારી સાથે બેઠા છે. મારો દાવો છે કે શૈલેષજી આરજેડીના તમામ મંત્રીઓ કરતા વધુ બુદ્ધિશાળી – જાણકાર – પ્રતિભાશાળી છે. શૈલેષ ભાઈના આશીર્વાદથી તેજ પ્રતાપ શ્રેષ્ઠ મંત્રી સાબિત થશે.”

    નિખિલ આનંદે કહ્યું હતું કે આરજેડી એક પારિવારિક પાર્ટી છે અને પરિવારના હિતોનું રક્ષણ આ પાર્ટીનો મૂળ મંત્ર છે. તેમણે કહ્યું કે આરજેડી ગમે તેટલી જાતિવાદ કરે, ધાર્મિક તુષ્ટિકરણ કરે, પરિવાર કલ્યાણ તેમના કેન્દ્રમાં છે.

    બીજી તરફ, સીએમ નીતિશ કુમારની ખુરશી પણ જોખમમાં મૂકાઈ છે. જેનું કારણ પટના હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક જાહેરહિતની અરજી છે. આ અરજીમાં નીતિશ કુમારને સીએમ પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલ દ્વારા નીતિશ કુમારની મુખ્યમંત્રી પદ પર પુનઃનિયુક્તિ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. મહાગઠબંધન સાથે સરકાર બનાવીને નીતિશ કુમારે છેતરપિંડી કરી છે. તેથી તેમને મુખ્યમંત્રી પદ પરથી હટાવી દેવા જોઈએ.

    આ અરજી સામાજિક કાર્યકર ધર્મશીલા દેવી વતી તેમના વકીલ બરુણ સિંહા દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે નીતિશ કુમારે ફરીથી મુખ્યમંત્રી બનવા માટે જે કર્યું છે તે સંસદીય લોકશાહી અને બંધારણની વિરુદ્ધ છે.આ ઉપરાંત આ અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે નીતીશ કુમારના એનડીએમાંથી બહાર નીકળી ગયા બાદ મહાગઠબંધન સાથે સરકાર બનાવવી એ એક છેતરપિંડી છે અને સાથે જ ભારતીય બંધારણની મૂળભૂત વિશેષતાનું પણ ઉલ્લંઘન છે.

    તેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલે કલમ 163 અને 164 હેઠળ નીતીશ કુમારને મુખ્યમંત્રી પદ માટે પુનઃનિયુક્ત ન કરવા જોઈએ. કારણ કે નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ મેજોરીટી કોલેજન છોડીને લઘુમતી કોલેજ સાથે મળીને સરકાર બનાવી હતી. ભારતીય બંધારણ આની મંજૂરી આપતું નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં