Wednesday, September 18, 2024
More
    હોમપેજગુજરાતગોધરા હિંસા બાદ ખુબ ખરાબ નિયતથી કબરો ખોદીને લાશો બહાર કઢાઈ હતી:...

    ગોધરા હિંસા બાદ ખુબ ખરાબ નિયતથી કબરો ખોદીને લાશો બહાર કઢાઈ હતી: પાંડરવાડા કેસમાં હાઈકોર્ટે કહ્યું- તિસ્તા સેતલવાડ કોઇ રાહતને લાયક નથી

    સોમવારે જ્યારે આ મામલો સુનાવણી માટે આવ્યો ત્યારે જસ્ટિસ સંદીપ ભટ્ટે સેતલવાડના વકીલ યોગેશ રાવણીને કહ્યું કે, "રેકોર્ડ જોયા પછી હું રાહત આપવા ઈચ્છુક નથી. તમારે (કોર્ટને) સંતુષ્ટ કરવી પડશે."

    - Advertisement -

    કથિત સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ગુજરાત હાઈકોર્ટે એક કેસમાં ચાલી રહેલ સુનવણીમાં તેમને કોઈપણ પ્રકારની રાહત આપવાની ના પાડી દીધી છે. ગોધરા હિંસા પછી, ડિસેમ્બર 2005માં પંચમહાલ જિલ્લાના પાંડરવાડા નજીક એક સામૂહિક દફન સ્થળમાંથી કબર ખોદીને 28 મૃતદેહો બહાર કાઢવાનો આ કેસ છે. જેમાં સેતલવાડનું નામ છે. આ મૃતદેહો કથિત રીતે ગોધરા હિંસા પછી માર્યા ગયેલા લોકોના હતા.

    2006માં, ગુજરાત પોલીસે તિસ્તા સેતલવાડ વિરુદ્ધ ખોટા પુરાવાઓ બનાવવા, પુરાવાનો નાશ કરવા, કબ્રસ્તાનમાં અતિક્રમણ કરવા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપસર FIR દાખલ કરી હતી. 2011માં નોંધાયેલી એફઆઈઆરમાં તેમનું નામ સામેલ થયા બાદ સેતલવાડે 2017માં કોર્ટમાં અરજી કરી હતી.

    સોમવારે જ્યારે આ મામલો સુનાવણી માટે આવ્યો ત્યારે જસ્ટિસ સંદીપ ભટ્ટે સેતલવાડના વકીલ યોગેશ રાવણીને કહ્યું કે, “રેકોર્ડ જોયા પછી હું રાહત આપવા ઈચ્છુક નથી. તમારે (કોર્ટને) સંતુષ્ટ કરવી પડશે.”

    - Advertisement -

    સેતલવાડના વકીલે રાજકીય ઉત્પીડનના રોદણાં રડ્યા

    સુનાવણી દરમિયાન તિસ્તાના વકીલે કહ્યું કે, “આ તેમના પ્રભુત્વનો વિશેષાધિકાર છે. અમે કોર્ટને સમજાવવાનો પ્રયાસ કરીશું કારણ કે કોઈ ગુનો કરવામાં આવ્યો નથી. આખરે આ એક રાજકીય દમન છે.” આના પર ન્યાયાધીશે જવાબ આપ્યો કે, “આ એક ખૂબ જ વ્યાપક શબ્દ છે જેનો આજકાલ ઉપયોગ થાય છે. આ કેસની સુનાવણી 9 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે.”

    નોંધનીય છે કે આ કેસમાં લુણાવાડા નગરપાલિકાએ સેતલવાડની એનજીઓ સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસના પૂર્વ સંયોજક રઈસ ખાન સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. હુલ્લડમાં બચી ગયેલા લોકોના આરોપોને પગલે હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો કે શબપરીક્ષણની યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના તેમના સંબંધીઓને દફનાવવામાં આવ્યા હતા.

    બીજી તરફ, રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે સ્થળને કબ્રસ્તાન તરીકે યોગ્ય રીતે સૂચિત કર્યા પછી જ દફનવિધિ કરવામાં આવી હતી. ખાન અને સેતલવાડ અલગ થયા પછી ખાનના નિવેદનના આધારે સેતલવાડનું નામ સામેલ કરવામાં આવ્યું હતું. રઈસ ખાને જણાવ્યું હતું કે મૃતદેહોને કાઢવાનું કામ તેમના આદેશ પર કરવામાં આવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં