Sunday, September 8, 2024
More
    હોમપેજદેશબજેટ 2024માં ઇન્કમટેક્સ સ્લેબમાં ધરખમ પરિવર્તન: કરદાતાઓને મળી ભેટ, નોકરી કરતાં લોકો...

    બજેટ 2024માં ઇન્કમટેક્સ સ્લેબમાં ધરખમ પરિવર્તન: કરદાતાઓને મળી ભેટ, નોકરી કરતાં લોકો માટે ₹3 લાખ સુધીના પગાર પર નહીં લાગે ટેક્સ; સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ વધારો

    નોકરી કરતાં લોકોને આશા હતી કે, બજેટ 2024માં મોદી સરકાર તેમને રાહત આપી શકે છે. જોકે, મોદી સરકારે આ વખતે નોકરી કરતાં લોકોને ટેક્સ સંબંધિત બાબતોમાં ઘણો લાભ આપ્યો છે. સરકારે ન્યુ ટેક્સ રિઝીમમાં પરિવર્તન કર્યું છે.

    - Advertisement -

    કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે (23 જુલાઈ, 2024) સંસદમાં બજેટ 2024 રજૂ કર્યું છે. મધ્યમવર્ગીય, ગરીબ અને આદિવાસી સમાજની સાથે-સાથે દેશના દરેક વર્ગના લોકોને બજેટ દ્વારા લાભ આપવામાં આવ્યો છે. આ સાથે જ મોદી સરકારે હવે કરદાતાઓને પણ મોટી રાહત આપી છે. બજેટ 2024માં ઇન્કમટેક્સ સ્લેબમાં ધરખમ પરિવર્તન કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતાં કહ્યું છે કે, તેમની પ્રાથમિકતા સામાન્ય લોકો માટે ટેક્સ સરળ રાખવાની છે. આ સાથે તેમણે કહ્યું કે, કેન્સરના દર્દીઓને રાહત આપવા માટે કેન્સરને લગતી ત્રણ દવાઓ પરની કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે.

    નાનામંત્રી નિર્મલા સીતારમણે કરદાતાઓની સાથે સામાન્ય લોકોને પણ ઘણી રાહત આપી છે. સરકારે કહ્યું છે કે, ભારતમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન 3 ગણું વધી ગયું છે. તેથી તેના પર 15% સુધીની કસ્ટમ ડ્યુટી જ લાગુ કરવામાં આવશે. જે પહેલાં કરતાં ઓછી કરવામાં આવી છે. આ ઉપરાંત અવકાશ અને સંરક્ષણ સંબંધિત 25 ખનિજો પરની કસ્ટમ ડ્યુટી પણ સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવશે. આ વખતે બજેટ 2024માં ઇન્કમટેક્સ સ્લેબમાં ઘણું પરિવર્તન જોવા મળ્યું છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ પણ વધારી દેવામાં આવી છે.

    ₹3 લાખ સુધીના પગાર પર નહીં લાગે ટેક્સ

    નોકરી કરતાં લોકોને આશા હતી કે, બજેટ 2024માં મોદી સરકાર તેમને રાહત આપી શકે છે. જોકે, મોદી સરકારે આ વખતે નોકરી કરતાં લોકોને ટેક્સ સંબંધિત બાબતોમાં ઘણો લાભ આપ્યો છે. સરકારે ન્યુ ટેક્સ રિઝીમમાં (New Tax Regime) પરિવર્તન કર્યું છે. નાણામંત્રીનું કહેવું છે કે, ન્યુ ટેક્સ સ્લેબમાં પરિવર્તનના કારણે ટેક્સપેયર્સ ઓછામાં ઓછા ₹17500 બચાવી શકશે. આ સાથે નોકરી કરતાં લોકોને નવા ટેક્સ સ્લેબથી ખૂબ લાભ પણ મળી શકે. કારણે કે, તેમને નવા નિયમો અનુસાર, હવે સીધો લાભ પ્રાપ્ત થઈ શકે છે.

    - Advertisement -

    નવા ટેક્સ સ્લેબ અનુસાર, ₹3 લાખ સુધીની આવક પર 0% ટેક્સ લાગશે, તે ઉપરાંત, 3થી ₹7 લાખ સુધીની આવક પર 5%, ₹7થી ₹10 લાખ સુધીની આવક પર 10%, ₹10થી ₹12 લાખ લાખ સુધીની આવક પર 15%, ₹12થી ₹15 લાખ સુધીની આવક પર 20% અને તેનાથી ઉપરની તમામ આવક પર 30% ટેક્સ લાગશે. જ્યારે કેટલાક ફાયનાન્શિયલ અસેટ્સ પર શોર્ટ ટર્મ ગેન પર હવે 20% ટેક્સ લાગશે. સોના-ચાંદી પર પણ કસ્ટડ ડ્યુટી હવે માત્ર 6% કરી નાખવામાં આવી છે.

    નોંધવા જેવુ છે કે, ઓલ્ડ ટેક્સ સ્લેબમાં (Old Tax Regime) ₹2.5થી ₹5 લાખ સુધીની આવક ધરાવતા લોકો પર 5% ટેક્સ લાગતો હતો, ₹5 લાખથી ₹10 લાખ સુધીની આવક પર 20% અને ₹10 લાખથી વધુ આવક પર 30% ટેક્સ લાગતો હતો. જ્યારે હવે આમાં પરિવર્તન કર્યું હોવાથી કરદાતાઓને ઘણો લાભ પણ પહોંચશે.

    સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો

    નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, ઇન્કમટેક્સ પ્રક્રિયાને તમામ રીતે સરળ બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. તેમણે કહ્યું છે કે, બે તૃતીયાંશ લોકોએ ન્યુ ટેક્સ સ્લેબને વધાવ્યું છે. નવી ટેક્સ સિસ્ટમને લોકોમાં વધુ લોકપ્રિય અને સફળ બનાવવા માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. નાણામંત્રીએ ટેક્સપેયર્સ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટને ₹50,000થી વધારીને ₹75,000 કરી દીધી છે. તેથી હવે તેનો સીધો લાભ ટેક્સ ભરતા લોકો અને સામાન્ય માણસોને પણ થશે. આ વખતે સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ ₹25,000 સુધી વધારવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં