Tuesday, November 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'મેક ઈન ઈન્ડિયા' હેઠળ દેશમાં પહેલીવાર બનશે લશ્કરી વિમાન: યુરોપિયન કંપની એરબસ...

    ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ દેશમાં પહેલીવાર બનશે લશ્કરી વિમાન: યુરોપિયન કંપની એરબસ સાથે TATAની ડીલ, PM મોદી વડોદરામાં કરશે પ્લાન્ટનું ઉદ્ઘાટન

    આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 21,935 કરોડ રૂપિયા છે. ટાટા જૂથે આ ડીલ યુરોપિયન કંપની એરબસ સાથે મળીને કરી છે.

    - Advertisement -

    ગુજરાતમાં વડોદરા ખાતે ટાટા ગ્રુપ અને એરબસ ભારતીય વાયુસેનાનું C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવા જઈ રહી છે. ટાટા ગ્રુપ અને એરબસ દ્વારા બનાવવામાં આવેલા સંલગ્ન પ્લાન્ટનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર (30 ઓક્ટોબર 2022)ના રોજ શિલાન્યાસ કરશે.

    કેન્દ્ર સરકારે ગુરુવારે (27 ઑક્ટોબર 2022) કહ્યું હતું કે, આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 21,935 કરોડ રૂપિયા છે. ટાટા જૂથે આ ડીલ યુરોપિયન કંપની એરબસ સાથે મળીને કરી છે. ભારતમાં આ પહેલાં ક્યારેય આવા એરક્રાફ્ટ બન્યા નથી. એરબસ એ પ્રથમ વિદેશી કંપની છે જેને ભારતમાં C-295 એરક્રાફ્ટ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.

    શું છે C-295 એરક્રાફ્ટ ડીલ

    - Advertisement -

    આ ડીલ હેઠળ ટાટા અને એરબસ વડોદરાના ખાતેના આ પ્લાન્ટમાં એરફોર્સ માટે કુલ 40 એરક્રાફ્ટ બનાવશે. આ ઉપરાંત અન્ય જરૂરી સાધનો પણ તૈયાર કરવા આ પ્લાન્ટ તૈયાર છે. સપ્ટેમ્બર 2022માં ભારતે 21 હજાર કરોડથી વધુની ડીલ કરી હતી.

    આ ડીલમાં ભારત એરબસ ડિફેન્સ પાસેથી 56 સી-295 એરક્રાફ્ટ ખરીદવા જઈ રહ્યું છે. આમાં 16 એરક્રાફ્ટ સંપૂર્ણ રીતે તૈયાર અને ભારતને ઉપલબ્ધ થવા જઈ રહ્યા છે, જ્યારે બાકીના 40 એરક્રાફ્ટ ભારતમાં જ બનાવવામાં આવશે. આ એ જ બાકીના 40 એરક્રાફ્ટ છે, જે ગુજરાતના વડોદરામાં બનાવવામાં આવશે.

    શું છે આ વિમાનની મુખ્ય ખાસિયતો?

    ભારતમાં એરક્રાફ્ટનું ઉત્પાદન મોદી સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ યોજનાને વેગ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું ભારતને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનું છે. આ જ કારણ છે કે તેઓ તેમના ભાષણોમાં પણ તેના પર ભાર મૂકે છે. આ ક્રમમાં પહેલીવાર કોઈ વિદેશી કંપની ભારતમાં ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવા જઈ રહી છે.

    આ એરક્રાફ્ટની ખાસિયત એ છે કે તે મુશ્કેલ જગ્યાએ એક સમયે 71 સૈનિકો અથવા 50 પેરાટ્રૂપર્સને સરળતાથી લઈ જઈ શકે છે. કુદરતી આપત્તિ વખતે પણ આ વિમાન ખૂબ જ અસરકારક છે. આ સિવાય એરફોર્સને પણ આ એરક્રાફ્ટથી બચાવ કામગીરીમાં ઘણી મદદ મળશે.

    C-295 એરક્રાફ્ટ સમકાલીન ટેક્નોલોજી સાથે 5-10 ટન ક્ષમતાનું પરિવહન વિમાન છે, જે ભારતીય વાયુસેના (IAF)ના જૂના એવરો-748 એરક્રાફ્ટનું સ્થાન લેશે. તેમાં સૈનિકો અને કાર્ગોને ઉતારવા માટે પાછળનો રેમ્પનો દરવાજો લાગેલો છે.

    સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે આ વિમાન સંપૂર્ણપણે સ્વદેશી હશે. સપ્ટેમ્બર 2023 થી ઓગસ્ટ 2025 ની વચ્ચે 16 એરક્રાફ્ટ તૈયાર સ્થિતિમાં પહોંચાડવામાં આવશે. જ્યારે 2026 થી 2031 સુધી દેશમાં બનાવવામાં આવનાર 40 વિમાનોની સપ્લાય કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં