Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતાપીના સોનગઢની સરકારી શાળામાં ગુરૂપૂર્ણિમાના ઉત્સવમાં બાઇબલના પાઠ: હિંદુ સંગઠનોનો ભારે વિરોધ,...

    તાપીના સોનગઢની સરકારી શાળામાં ગુરૂપૂર્ણિમાના ઉત્સવમાં બાઇબલના પાઠ: હિંદુ સંગઠનોનો ભારે વિરોધ, ધર્માંતરણને પ્રોત્સાહન આપવાનો આરોપ

    સરકારી શાળામાં ગુરુપૂર્ણિમાના ઉત્સવ દરમિયાન ખ્રિસ્તી ધર્મગ્રંથ બાઈબલને ટેબલ પર સજાવી બાળકોની સામે તેનું મહિમંડન કરવામાં આવ્યું હોવાના કેટલાક ફોટા સામે આવ્યા હતા.

    - Advertisement -

    તાજેતરમાં બકરીદ પર હિંદુ બાળકોને નમાજ પઢાવવાના મામલે કચ્છની એક શાળા વિવાદમાં આવી હતી. તેવામાં હવે તાપી જિલ્લાના સોનગઢના કુકડાડુંગરી ગામે સરકારી શાળામાં ગુરુપૂર્ણિમાના ઉત્સવમાં બાઈબલના પાઠ કરાવાતાં વિવાદ સર્જાયો છે. હિંદુઓના પવિત્ર પર્વ ગુરુપૂર્ણિમાના દિવસે શાળાના સંચાલક અને સ્ટાફ દ્વારા ખ્રિસ્તી પાદરી બોલાવીને પ્રવચન કરાવવાના આરોપો પણ શાળા પર લગાવવામાં આવ્યા છે. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ હિંદુ સંગઠનો અને સ્થાનિક હિંદુ સમુદાય દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે, સાથે જ તાપી કલેકટરને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે.

    મળતી માહિતી અનુસાર તાપી જિલ્લામાં આવેલા સોનગઢના કુકડાડુંગરી ગામે સરકારી શાળામાં ગુરુપૂર્ણિમાના ઉત્સવ દરમિયાન ખ્રિસ્તી ગ્રંથ બાઈબલને ટેબલ પર સજાવી બાળકોની સામે તેનું મહિમંડન કરવામાં આવ્યું હોવાના કેટલાક ફોટા સામે આવ્યા હતા. આ ફોટા વાયરલ થતાં જ હિંદુ સંગઠનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આટલું જ નહીં શાળાના પ્રિન્સિપાલ દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી માટે ખ્રિસ્તી પાદરીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ પાદરી દ્વારા પ્રાથમિક શાળામાં બાઈબલના પાઠમાંથી વિદ્યાર્થીઓને પ્રવચન આપ્યું હોવાનો આક્ષેપ પણ હિંદુ સંઠનના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો.

    આ ઘટના બાદ રોષે ભરાયેલા હિંદુ સંગઠનોએ જવાબદાર લોકો સામે પગલાં ભરવા માટે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે હિંદુ પર્વ ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુપૂજન કાર્યક્રમમાં શાળામાં ભણતા હિંદુ બાળકો સામે પાદરી દ્વારા બાઇબલમાંથી પ્રવચન આપવું તે યોગ્ય નથી. હિંદુ સંગઠને બાળકોના ધર્માંતરણ માટેના પ્રયાસ કરવામાં આવતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો અને ઘટનાની ટીકા કરી હતી.

    - Advertisement -

    આ મામલે વિશ્વ હિંદુ પરિષદના જિલ્લા અધ્યક્ષ રાકેશ ગામિત, મહંત રુદ્ર પ્રમોદગિરી બાપુ અને અન્ય હિંદુ આગેવાનોએ શુક્રવારે શાળાની મુલાકાત લીધી હતી. સાથે જ સરકારી શાળાના પ્રિન્સીપાલ અને અન્ય શિક્ષકો સાથે ઘટનાની વિગતવાર ચર્ચા કરતા પ્રિન્સિપાલે પોતાની ભૂલ સ્વીકારી હતી. વધુમાં વિશ્વ હિંદુ સંગઠન અને અન્ય હિંદુ આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી ઘટનાની પૂર્ણ તપાસ થાય તેવી માંગ પણ કરી હતી.

    ઉલ્લેખનીય છે કે તાપી અને ડાંગ વિસ્તારમાં ગેરકાયદેસર ધર્માંતરણની પ્રવૃત્તિઓનો રાફડો ફાટ્યો છે. પહેલાં પણ અનેક વખત આ વિસ્તારોમાં ગેરકાયદેસર ધર્માંતરણના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે, જેમાં ગરીબ અને ભોળા હિંદુઓને લોભ-લાલચ આપીને તેમનું ધર્માંતરણ કરવામાં આવતું હોવાનું સામે આવતું રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં