Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટખ્રિસ્તી શાળામાં હોસ્ટેલની વિદ્યાર્થીનીઓને ધર્માંતરણ કરવા દબાણ કરાયું, વોર્ડને મારપીટ કરી બંધક...

    ખ્રિસ્તી શાળામાં હોસ્ટેલની વિદ્યાર્થીનીઓને ધર્માંતરણ કરવા દબાણ કરાયું, વોર્ડને મારપીટ કરી બંધક બનાવી રાખી: તમિલનાડુનો મામલો, કાર્યવાહીના આદેશ

    રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ કમિશને શાળાની મુલાકાત લેતાં વિદ્યાર્થીનીઓએ ફરિયાદ કરી, રાજ્ય સરકારને કાર્યવાહી કરવા માટે આયોગે નિર્દેશ આપ્યા.

    - Advertisement -

    તમિલનાડુમાં શૈક્ષણિક સંસ્થાઓમાં ધર્માંતરણ માટે દબાણ કરવામાં આવી સામે આવ્યો છે. જ્યાં એક શાળામાં ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ તેમને ખ્રિસ્તી રીતરિવાજોનું પાલન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. જે બાદ શાળા તપાસના ઘેરામાં આવી ગઈ છે અને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ કમિશન જેવી સંસ્થાઓની પણ એન્ટ્રી થઇ છે. 

    મામલો તમિલનાડુના ચેન્નાઇની એક શાળાનો છે. સીએસઆઈ મોનહન ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલની વિદ્યાર્થીનીઓએ આરોપ લગાવ્યો છે કે તેમને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ મામલે આરોપ થયા બાદ NCPCRની એક ટીમ શાળાએ પહોંચી હતી, જ્યાં તપાસમાં આરોપોની પુષ્ટિ થઇ હતી. 

    NCPCRની રાજ્યની એક ટીમ શાળાની મુલાકાતે પહોંચી હતી અને ત્યાંની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ સાથે વાત કરીને આ મામલાની વધુ વિગતો મેળવી હતી. જ્યાં જાણવા મળ્યું હતું કે શાળાની હોસ્ટેલમાં ગરીબ પરિવારની છોકરીઓ રહે છે અને જેમની ઉપર ખ્રિસ્તી બનવા માટેનું દબાણ કરવામાં આવી રહ્યું છે. 

    - Advertisement -

    આ મામલે હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ કમિશનની તપાસ પેનલને લેખિતમાં ફરિયાદ પણ આપી હતી. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમની સાથે મારપીટ પણ કરવામાં આવી અને પ્રતાડિત કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલની વોર્ડન પર આરોપ લગાવ્યો હતો અને ગાળાગાળી કરીને તેમને બંધક બનાવી રાખીને ધર્માંતરણ કરવા માટે મજબુર કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું. 

    આયોગની ટીમ રાજ્યભરની શાળાઓમાં છાત્રાલયોનું નિરીક્ષણ કરી રહી છે, જે દરમિયાન આ શાળામાં મુલાકાત બાદ આ મામલો સામે આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ હોસ્ટેલનું રજિસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું નથી અને વિદ્યાર્થીનીઓને સુવિધાઓ પણ પૂરતી આપવામાં આવી રહી નથી. 

    પેનલે મુલાકાત દરમિયાન નોંધ્યું હતું કે, હોસ્ટેલમાં ગંદકીનું પ્રમાણ વધુ હતું અને હોલમાં પથારી કરવામાં આવી હતી, ત્યાં પણ ગંદકી હતી. તમામ બેડ પાસે બાઇબલ રાખવામાં આવી હતી અને દીવાલો પર ઈસુ મસીહાનાં ચિત્ર લગાવવામાં આવ્યાં હતાં. 

    એટલું જ નહીં, પરંતુ વિદ્યાર્થીનીઓને વાળમાં ફૂલ લગાવવા અને ચાંદલો કરવા કે કાનમા બુટ્ટી પહેરવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આ મામલે કમિશને તમિલનાડુના મુખ્ય સચિવને પત્ર લખીને આ શાળા સામે કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યા છે. આયોગે વિદ્યાર્થીનીઓને આ શાળામાંથી અન્યત્ર ખસેડવા પણ કહ્યું હતું પરંતુ સરકારે તેમ કર્યું નથી. 

    તમિલનાડુમાં ખ્રિસ્તી મશીનરીઓ દ્વારા ચાલતા ધર્માંતરણ રેકેટ વિશે અગાઉ પણ ઘણું બહાર આવી ચૂક્યું છે. આ વર્ષે જાન્યુઆરીમાં તમિલાનડુની એક શાળામાં ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે કરવામાં આવી રહેલ દબાણથી ત્રાસીને લાવણ્યા નામની એક 12મા ધોરણની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હતો. તેના પરિજનોએ હોસ્ટેલની વોર્ડન પર વિદ્યાર્થીની સાથે મારપીટ કરવાનો અને તેને પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં