Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદ: 1228 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં તાહિર મહેમુદ રજાઈવાલાની ધરપકડ, 1228 કરોડના...

    અમદાવાદ: 1228 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં તાહિર મહેમુદ રજાઈવાલાની ધરપકડ, 1228 કરોડના વેચાણ દર્શાવી 221 કરોડની વેરાશાખ પાસ ઓન કરી હતી

    આ કંપનીઓએ ઇન્વર્ડ સપ્લાયના બોગસ બિલ બનાવ્યાં હતાં. આ પેઢીઓ દ્વારા બોગસ કંપનીઓ પાસેથી ખોટી રીતે 38 કરોડની રકમની વેરાશાખ ભોગવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. 

    - Advertisement -

    અમદાવાદ સ્થિત રેડેક્સ એન્ટરપ્રાઈઝ પ્રાઇવેટ લિમિટેડના સ્થળોએ તેમજ તેના ભાગીદારોના ઠેકાણાં પર સ્ટેટ જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં રૂ. 1,228 કરોડના બોગસ બિલિંગ મારફતે રૂ. 221 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ ઓન કરવાના કૌભાંડનો ખુલાસો થયો છે. આ મામલે અમદાવાદના તાહિર મહેમુદ રજાઈવાલાની ધરપકડ કરી લેવામાં આવી છે. 

    રેડેક્સ એન્ટરપ્રાઈઝદેશ ના 14 રાજ્યોમાં કાર્યરત છે તેમજ નામાંકિત કંપનીઓમાં 14,000 જેટલો મેનપાવર પૂરો પાડવાનું કામ કરે છે. કાર્યવાહી દરમિયાન વિભાગને જાણવા મળ્યું કે રૂ. 1228 કરોડના બોગસ બિલ બનાવીને રૂ. 221 કરોડની વેરાશાખ પાસ કરવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કંપનીઓએ ઇન્વર્ડ સપ્લાયના બોગસ બિલ બનાવ્યાં હતાં. આ પેઢીઓ દ્વારા બોગસ કંપનીઓ પાસેથી ખોટી રીતે 38 કરોડની રકમની વેરાશાખ ભોગવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. 

    આ મામલે તપાસ કરતા પેઢીઓએ તાહિર મહેમુદ રજાઈવાલા પાસેથી આવી બોગસ પેઢીઓના બિલ મેળવ્યા હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ તાહિર મહેમુદ રજાઈવાલાના સ્થળો શોધીને તપાસ કરવામમાં આવી હતી. જેમાં મોટા પ્રમાણમાં બોગસ બિલ, વાંધાજનક હિસાબી સાહિત્ય, લેટરહેડ અને ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ મળી આવ્યાં હતાં. આ શંકાસ્પદ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. 

    - Advertisement -

    તાહિર રજાઈવાલાએ પોતાના પરિજનો અને પરિચિતોના નામે કુલ 96 બોગસ કંપનીઓ ઉભી કરી હતી અને જેના થકી રૂ. 1228 કરોડના વેચાણ બતાવ્યા હતા. આ વેચાણો થકી 221 કરોડની ટેક્સક્રેડિટ અન્યોને પાસ કરી હતી. જેના કારણે સરકારી તિજોરીને 221 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું. આ પેઢીઓના નામે ખરેખર સેવા આપ્યા વગર કાગળ પર મેન પાવર સપ્લાયના વ્યવહારો દર્શાવીને સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

    આ મામલે તાહિર મહેમુદ રજાઈવાલાની ગત 15 જુલાઈના રોજ અમદાવાદથી ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, જે કોર્ટે મંજૂર કર્યા છે. 

    પ્રાથમિક પૂછપરછમાં તાહિરે જણાવ્યું હતું કે, અનહમ એસોશિએશનના સીએ નજીમમ રજાઈવાલાએ પરિવારના સભ્યો, સબંધીઓ, મિત્રો, કલાયન્ટ અને કર્મચારીઓ તેમજ અન્યોના નામે 96 જેટલી બોગસ કંપનીઓ બનાવી આપી હતી. આ જ કંપનીઓના નામે જીએસટી નંબર મેળવીને બોગસ બિલ બનાવીને કૌભાંડ આચર્યું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં