Friday, October 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપત્રકારો પર તપી ગઈ તાપસી પન્નું, કહ્યું - 'બુમો ના પાડો....સવાલ પૂછતાં...

    પત્રકારો પર તપી ગઈ તાપસી પન્નું, કહ્યું – ‘બુમો ના પાડો….સવાલ પૂછતાં પહેલાં થોડું હોમવર્ક કરી લો’

    તાપસી પન્નુ એક એવોર્ડ સમારંભમાં ગઈ હતી, જે દરમિયાન ફિલ્મો ફ્લૉપ જવા અંગે પૂછવામાં આવતાં તે અકળાઈ ઉઠી હતી.

    - Advertisement -

    બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નું પત્રકાર પર તપી ગઈ હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં એક પત્રકાર તેની ફિલ્મ ‘દોબારા’ વિશે પ્રશ્નો પૂછે છે. જેના પર તાપસી પન્નું પત્રકાર પર ગુસ્સે થઇ જાય છે અને બધાની સામે જ પત્રકારને ખરું-ખોટું સંભળાવી દે છે. આ દરમિયાન અભિનેત્રી રિપોર્ટરના સવાલોના જવાબ આપવાનું ટાળતી જોવા મળી હતી.

    બન્યું હતું એવું કે, તાપસી OTT એવોર્ડ્સ 2022માં હાજરી આપવા માટે ગઈ હતી. રેડ કાર્પેટ પર મીડિયા સાથે વાતચીત દરમિયાન, જ્યારે પત્રકારે તેને તેની ફિલ્મ ‘દોબારા’ વિશે પૂછ્યું કે તમારી ફિલ્મને નકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. આ જોઈને તાપસી ગુસ્સે થઈ ગઈ. અભિનેત્રીએ રિપોર્ટર પર રીતસરની બૂમ પાડીને કહ્યું કે, “આગલી વખતે પ્રશ્નો પૂછતાં પહેલાં, પૂરતું સંશોધન કરજો. હું સર નથી, પહેલાં જેન્ડર સરખું બોલો.”

    તાપસીને જ્યારે ‘દોબારા’ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા નકારાત્મક અભિયાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે પત્રકારને વળતો પ્રશ્ન કર્યો અને કહ્યું કે, “કઈ ફિલ્મ વિરુદ્ધ નકારાત્મક અભિયાન ચલાવવામાં નથી આવ્યું?” જ્યારે પત્રકારે તેને વધુ પ્રશ્નો પૂછવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે કહ્યું, “તમે મારા પ્રશ્નનો જવાબ આપો, હું તમારા પ્રશ્નોના જવાબ આપીશ. મને કહો કે કઈ ફિલ્મ વિરુદ્ધ ઝુંબેશ નથી ચાલી.”

    - Advertisement -

    પત્રકારે પછી દાવો કર્યો કે વિવેચકોએ પણ ફિલ્મ વિરુદ્ધ નકારાત્મક અભિયાન શરૂ કર્યું. આ સાંભળીને તાપસીએ જવાબ આપ્યો, “પ્રશ્ન પૂછતા પહેલા, એકવાર જાઓ અને બધા હોમવર્ક કરી લો, ભાઈ અને વિવેચકોના રિવ્યુ પણ તપાસો. ઉલ્લેખનીય છે કે ઓટીટી એવોર્ડ 2022માં તાપસી પન્નુને ફિલ્મ ‘હસીન દિલરૂબા’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

    ‘અમારી ફિલ્મનો બહિષ્કાર કરો ‘

    આ પહેલાં તાપસી પન્નુએ સિદ્ધાર્થ કન્નનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, અમારી ફિલ્મ ‘દોબારા’નો બહિષ્કાર થવો જોઈએ. આ દરમિયાન તે દરેકને તેની ફિલ્મનો બહિષ્કાર કરવાની અપીલ કરે છે.

    તેણે દલીલ કરી હતી કે જ્યારે આમિર ખાન અને અક્ષય કુમારનો બહિષ્કાર થતો હોય ત્યારે તે પણ તે લીગમાં જોડાવા માંગે છે. તાપસીએ એમ પણ કહ્યું હતું કે, આ બધું શું છે? નેટીઝન્સ ફિલ્મ જુએ તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ તેમણે ફિલ્મનો બહિષ્કાર કરવો જોઈએ.” જોકે, પછી ફિલ્મ રિલીઝ થઇ ત્યારે તે સુપર ફ્લૉપ ગઈ હતી અને લોકો ખરેખર જોવા ગયા ન હતા. જોકે, ફિલ્મો ફ્લૉપ જવી એ તાપસી માટે હવે સામાન્ય બાબત બની ચૂકી છે. તેની છેલ્લી ઘણી ફિલ્મો બરાબર ચાલી નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં