Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતાપસી પન્નુની ફિલ્મ પર ફ્લૉપ જવાનું તોળાતું સંકટ, શૉ રદ કરવા પડ્યા:...

    તાપસી પન્નુની ફિલ્મ પર ફ્લૉપ જવાનું તોળાતું સંકટ, શૉ રદ કરવા પડ્યા: પહેલાં બૉયકૉટ કરનારા પર કર્યો હતો કટાક્ષ, હવે કહ્યું- અમને એક તક આપો

    તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપની ફિલ્મ 'દોબારા'ની બૉક્સ ઓફિસ પર બહુ નબળી શરૂઆત થઇ છે.

    - Advertisement -

    બૉલીવુડ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ દ્વારા નિર્મિત અને તાપસી પન્નુ અભિનીત ફિલ્મ ‘દોબારા’ આજે દેશભરનાં થીયેટરોમાં રિલીઝ થઇ છે. જોકે, આ ફિલ્મે એટલી નબળી શરૂઆત કરી છે કે અત્યારથી જ સુપર ફ્લૉપ જવાનું સંકટ ફિલ્મના માથે તોળાઈ રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, સવારે ઓડિયન્સ ન હોવાના કારણે ઘણા શૉ રદ કરવા પડ્યા હતા. 

    ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ અનુસાર, ફિલ્મને માંડ 2 થી 3 ટકા ઓક્યુપેન્સી મળી છે જ્યારે વહેલી સવારના ઘણા શૉ દર્શકો જ ન હોવાના કારણે રદ કરવા પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ અગાઉ આવેલી આમિર ખાનની ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢા પહેલા દિવસે 10-12 ટકા ઓક્યુપેન્સી સાથે રિલીઝ થઇ હતી. 

    અગાઉ ફિલ્મ દોબારા વિશે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું કે પહેલા દિવસે 20 લાખથી 35 લાખ વચ્ચે કમાણી કરી શકે છે. જોકે, શરૂઆતમાં મળી રહેલા પ્રતિસાદને જોતાં આ આંકડો હજુ ઘટશે તેવું અનુમાન છે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ફિલ્મ રિલીઝ થવા પહેલાં તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપે કટાક્ષ કરીને તાપસી પન્નુની ફિલ્મ બૉયકૉટ કરવા માટે કહ્યું હતું. ફિલ્મની એક પ્રમોશનલ ઇવેન્ટમાં બંનેની આમિર ખાનની લાલ સિંઘ ચઢ્ઢા અને અક્ષય કુમારની રક્ષાબંધનના થઇ રહેલા બૉયકૉટ ટ્રેન્ડ વિશે પૂછવામાં આવતાં અનુરાગ કશ્યપે કહ્યું હતું કે, હું ઈચ્છું છું કે ટ્વિટર પર ‘હેશટેગ બૉયકૉટ કશ્યપ’ ટ્રેન્ડ કરે. જ્યારે તાપસી પન્નુએ પણ આ જ પ્રકારનો જવાબ આપતાં કહ્યું હતું કે, “તમામ લોકો અમારી ફિલ્મ ‘દોબારા’નો બહિષ્કાર કરો. જો આમિર ખાન અને અક્ષય કુમાર જેવા નેતાઓનો બહિષ્કાર થઇ રહ્યો હોય તો હું પણ આ યાદીમાં સામેલ થવા માંગુ છું. ફિલ્મ જુઓ કે ન જુઓ, પણ બૉયકૉટ જરૂર કરો.”

    જોકે, હવે ફિલ્મ રિલીઝ થવા ટાણે તાપસીએ એક પોસ્ટ કરીને લોકોને ફિલ્મ જોવાની અપીલ કરી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે તેમની ફિલ્મને રિલીઝ પહેલાં થયેલી સ્ક્રીનિંગમાં બેશુમાર પ્રેમ મળ્યો છે. સાથે તાપસીએ કહ્યું હતું કે, જ્યારે ‘સેફ પ્લે’ જ એકમાત્ર વિકલ્પ રહ્યો હોય તેવા સમયમાં પણ બૉક્સ ઓફિસના પરિણામોની ચિંતા કર્યા વગર આ પ્રકારની ફિલ્મ બનાવી શક્યા તે બાબતની ઉજવણી કરીશું. અમે એવી ફિલ્મ બનાવી છે જેની ઉપર અમને ગર્વ છે. આશા છે કે તમે એક તક આપશો. ફિલ્મ કાલે રિલીઝ થઇ રહી છે.’

    તાપસી પન્નુની પોસ્ટ પરથી લાગી રહ્યું છે કે તેમણે પહેલેથી જ શસ્ત્રો હેઠાં મૂકી દીધાં છે. જોકે, હવે તાપસી માટે આ કાયમનું થયું છે. કારણ કે હાલમાં જ આવેલી તાપસીની ફિલ્મ ‘શાબાશ મિથુ’ સાવ ફ્લૉપ ગઈ હતી. ફિલ્મ ઓટીટી પર પણ રિલીઝ થઇ છે, પરંતુ ખાસ કંઈ પ્રતિસાદ મળ્યો નથી. હવે એક જ મહિનામાં તાપસીની બીજી ફિલ્મ પર ફ્લૉપ જવાનું સંકટ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં