Saturday, April 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટકોરોના, મંકીપોક્સ બાદ મારબર્ગ… નવા વાયરસથી દુનિયામાં ફેલાયો ડર: જાણો કેટલો જીવલેણ?...

  કોરોના, મંકીપોક્સ બાદ મારબર્ગ… નવા વાયરસથી દુનિયામાં ફેલાયો ડર: જાણો કેટલો જીવલેણ? શું છે લક્ષણો?

  મારબર્ગ વાયરસથી સંક્રમિત વ્યક્તિના લોહી, લાળ, પરસેવો, મળ, ઉલટી વગેરેના સંપર્ક દ્વારા ચેપ અન્ય લોકોમાં ફેલાય છે. એટલું જ નહીં, ચેપગ્રસ્ત વ્યક્તિના કપડાં અને પથારીના ઉપયોગથી પણ ચેપ ફેલાવવાનું જોખમ છે.

  - Advertisement -

  કોરોના મંકીપોક્સ બાદ મારબર્ગ, વિશ્વ હજુ સુધી કોરોના વાયરસના સંક્રમણમાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યું નથી. મંકીપોક્સનું જોખમ પણ વધી રહ્યું છે. દરમિયાન, જીવલેણ મારબર્ગ વાયરસે આખી દુનિયાની ચિંતા વધારી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ 17 જુલાઈ 2022 ના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પશ્ચિમ આફ્રિકન દેશ ઘાનામાં અત્યંત ચેપી મારબર્ગ વાયરસના બે કેસની પુષ્ટિ થઈ છે.

  સીએનએનના અહેવાલ મુજબ , ઘાનાના દક્ષિણ ક્ષેત્રમાં મારબર્ગ વાયરસના કારણે ગયા મહિને બે લોકોના મોત થયા હતા. WHOએ કહ્યું છે કે આ બંને દર્દીઓમાં ઝાડા, તાવ, ઉબકા અને ઉલ્ટીના લક્ષણો જોવા મળ્યા હતા. લગભગ 90 લોકો તેમના સંપર્કમાં આવ્યા છે, જેમની પર નજર રાખવામાં આવી રહી છે.

  ઘાનાના આરોગ્ય વિભાગ ત્યાંના લોકોને ચેતવણી આપી રહ્યા છે કે તેઓ ગુફાઓથી દૂર રહે અને તમામ માંસ ઉત્પાદનોને ખાતા પહેલા તેને સારી રીતે રાંધે. ઘાનાના આરોગ્ય અધિકારીઓ કહે છે કે ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવવાને કારણે 98 લોકોને અલગ રાખવામાં આવ્યા છે. જો કે, હજુ સુધી તેમાંથી કોઈમાં ચેપની પુષ્ટિ થઈ નથી. મારબર્ગ વાયરસ માટે અત્યાર સુધી કોઈ દવા કે રસી નથી. તે ઈબોલા જેટલું જ ઘાતક અને ખતરનાક છે. મારબર્ગનો ચેપ ચામાચીડિયા દ્વારા જ ફેલાય છે.

  - Advertisement -

  નિષ્ણાતોના મતે, આ વાયરસના કારણે મારબર્ગ વાયરસ રોગ (MVD)નું જોખમ છે અને તેની મૃત્યુદર 88 ટકાથી વધુ હોઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વાયરસ પણ ઇબોલા પરિવારનો સભ્ય છે. પરંતુ ચેપ ઇબોલા કરતાં વધુ ઝડપથી ફેલાય છે. અમ તબિયત અચાનકજ ખરાબ થઈ જાય છે. આ રોગની શરૂઆત તીવ્ર તાવ, માથાનો દુખાવો સાથે થાય છે. આ વાયરસનો પ્રથમ પ્રકોપ 1967 માં જર્મનીના મારબર્ગ અને ફ્રેન્કફર્ટ અને બેલગ્રેડ, સર્બિયામાં જોવા મળ્યો હતો.

  મારબર્ગ વાયરસના લક્ષણો

  નિષ્ણાતોના મતે, વ્યક્તિને મારબર્ગ વાયરસના લક્ષણો દેખાવા માટે 2 થી 21 દિવસનો સમય લાગે છે. આ વાયરસના લક્ષણોમાં માથાનો દુખાવો, તાવ, સ્નાયુમાં દુખાવો, લોહીની ઉલ્ટી અને રક્તસ્રાવનો સમાવેશ થાય છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે.

  આ રીતે ફેલાય છે ચેપ

  મારબર્ગ વાયરસથી સંક્રમિત વ્યક્તિના લોહી, લાળ, પરસેવો, મળ, ઉલટી વગેરેના સંપર્ક દ્વારા ચેપ અન્ય લોકોમાં ફેલાય છે. એટલું જ નહીં, ચેપગ્રસ્ત વ્યક્તિના કપડાં અને પથારીના ઉપયોગથી પણ ચેપ ફેલાવવાનું જોખમ છે.

  વાયરસની કોઈ રસી નથી

  WHOએ કહ્યું છે કે આ વાયરસને રોકવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. મારબર્ગ વાયરસ માટે કોઈ એન્ટિવાયરલ સારવાર અથવા રસી નથી . જો કે, દર્દીઓને ડીહાઇડ્રેશન અને ચોક્કસ લક્ષણોની સારવાર સહિત કાળજીની મદદથી આ વાયરસથી સુરક્ષિત કરી શકાય છે.

  ઉલ્લેખનીય છે કે મારબર્ગ વાયરસે યુગાન્ડા, કેન્યા, અંગોલા, દક્ષિણ આફ્રિકા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો સહિત આફ્રિકાના અન્ય ભાગોમાં તબાહી મચાવી છે. 2005 માં, મારબર્ગ વાયરસે અંગોલામાં 200 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં , જે પછી WHO એ તેને મારબર્ગ વાયરસનો સૌથી ભયંકર પ્રકોપ ગણાવ્યો.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં