Wednesday, September 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવાઇરલ વિડીયો: મહાદેવનું અપમાન કરતો વિડીયો વાઇરલ થયા બાદ આનંદસાગર સ્વામીએ માંગી...

    વાઇરલ વિડીયો: મહાદેવનું અપમાન કરતો વિડીયો વાઇરલ થયા બાદ આનંદસાગર સ્વામીએ માંગી માફી

    અમેરિકાનાં બોસ્ટન શહેરમાં પ્રવચન દરમ્યાન પ્રબોધસ્વામી જૂથના આનંદસાગર સ્વામીએ શિવજી વિશે વિવાદિત નિવેદન આપ્યું હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

    - Advertisement -

    પાછલા દિવસોમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઇરલ થઇ રહ્યો હતો જેમાં એક સ્વામિનારાયણ સંત કથિત રીતે મહાદેવનું અપમાન કરતા સંભળાય છે. ઑપઇન્ડિયા કોઈ પણ રીતે આ વિડીયોની પુષ્ટી નથી કરતું.

    અહેવાલો અનુસાર થોડા સમય પહેલા જ સોખડાથી જુદા પડેલ પ્રબોધ સ્વામી અમેરિકાનાં બોસ્ટન શહેરમાં સત્સંગ પ્રચાર અર્થે ગયા છે. પ્રબોધ સ્વામી જૂથનાં સાધુ આનંદસાગર સ્વામીએ અમેરિકાનાં બોસ્ટન શહેરમાં પ્રબોધ સ્વામીનાં સન્માનમાં યોજાયેલ સત્સંગ સભામાં ગુરુહરી પ્રાગટ્ય પર્વે કાર્યક્ર્મમાં મહાદેવનું અપમાન કર્યું હતું.

    આનંદસાગર સ્વામીનો વાઇરલ વિડીયો

    વાઇરલ વીડિયોમાં આનંદસાગર સ્વામી કહી રહ્યા છે કે, “નિશીથભાઈ મેઇન ગેટ જે ઝાંપો છે ત્યાં ગયા. ગેટ બંધ હતો અને ગેટની બહાર શિવજી ઊભા હતા. નિશીથભાઈએ વર્ણન કર્યું મને કે પિક્ચરમાં આપણે કેવી રીતે જોઇએ… એવી રીતે શિવજી જટાવાળા, નાગ વીંટેલો, ઋદ્રાક્ષ પહેરેલો, ત્રિશુલ હાથમાં બધી જ પ્રોપર્ટીની સાથે વ્યવસ્થિત ઊભા હતા. પછી નિશીથભાઈએ પ્રાર્થના કરી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો તો પ્રબોધ સ્વામીજીનાં આપને દર્શન થઈ જાય. ત્યારે શિવજીએ એમને કહ્યું કે, પ્રબોધ સ્વામીનાં દર્શન મને થયા એવાં મારાં પુણ્ય જાગ્રત નથી થયાં પણ મને તમારાં દર્શન થઈ ગયાં એ મારાં અહોભાગ્ય છે. એટલું વાક્ય બોલી શિવજી યુવકને નિશીથભાઈના ચરણસ્પર્શ કરી અને ત્યાંથી જતા રહ્યાં. તો એવી પ્રાપ્તિ આણને સૌને થઈ છે”

    - Advertisement -

    બાદમાં હાથ જોડીને માંગી માફી

    આનંદસાગર સ્વામીએ ભૂલ સ્વીકારીને માફી માંગી હતી. તેમણે જણાવ્યું કે “પ્રબોધ સ્વામીએ સખ્ત અને કઠોર શબ્દોમાં સૂચન કર્યું છે. મને સજા રૂપે સાત દિવસના ઉપવાસ કરવાનું કીધું છે. મારા શબ્દો અને વાણીથી શિવભકતોની લાગણી દુભાઈ છે. તેથી હું સનાતન ધર્મના સમર્થકો, શિવભક્તોની અંતકરણથી હૃદયના સાચા ભાવથી માફી માંગુ છું.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં