પાછલા દિવસોમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઇરલ થઇ રહ્યો હતો જેમાં એક સ્વામિનારાયણ સંત કથિત રીતે મહાદેવનું અપમાન કરતા સંભળાય છે. ઑપઇન્ડિયા કોઈ પણ રીતે આ વિડીયોની પુષ્ટી નથી કરતું.
વડોદરાના પ્રબોધ સ્વામી જૂથના સંત ફરી વિવાદમાં, સાધુ આનંદસાગર જાહેર પ્રવચન દરમિયાન ભૂલ્યા ભાન, પ્રબોધ સ્વામીને ભગવાન શિવજીથી મહાન ગણાવવાનો અનુચિત પ્રયાસ, વિદેશમાં પ્રવચન દરમિયાન ભગવાન શિવનું કર્યુ અપમાન, પ્રબોધ ભક્તિમાં શિવજી માટેના ઉચ્ચારેલા વાણી વિલાસથી રોષ#Vadodara
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 5, 2022
અહેવાલો અનુસાર થોડા સમય પહેલા જ સોખડાથી જુદા પડેલ પ્રબોધ સ્વામી અમેરિકાનાં બોસ્ટન શહેરમાં સત્સંગ પ્રચાર અર્થે ગયા છે. પ્રબોધ સ્વામી જૂથનાં સાધુ આનંદસાગર સ્વામીએ અમેરિકાનાં બોસ્ટન શહેરમાં પ્રબોધ સ્વામીનાં સન્માનમાં યોજાયેલ સત્સંગ સભામાં ગુરુહરી પ્રાગટ્ય પર્વે કાર્યક્ર્મમાં મહાદેવનું અપમાન કર્યું હતું.
આનંદસાગર સ્વામીનો વાઇરલ વિડીયો
વાઇરલ વીડિયોમાં આનંદસાગર સ્વામી કહી રહ્યા છે કે, “નિશીથભાઈ મેઇન ગેટ જે ઝાંપો છે ત્યાં ગયા. ગેટ બંધ હતો અને ગેટની બહાર શિવજી ઊભા હતા. નિશીથભાઈએ વર્ણન કર્યું મને કે પિક્ચરમાં આપણે કેવી રીતે જોઇએ… એવી રીતે શિવજી જટાવાળા, નાગ વીંટેલો, ઋદ્રાક્ષ પહેરેલો, ત્રિશુલ હાથમાં બધી જ પ્રોપર્ટીની સાથે વ્યવસ્થિત ઊભા હતા. પછી નિશીથભાઈએ પ્રાર્થના કરી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો તો પ્રબોધ સ્વામીજીનાં આપને દર્શન થઈ જાય. ત્યારે શિવજીએ એમને કહ્યું કે, પ્રબોધ સ્વામીનાં દર્શન મને થયા એવાં મારાં પુણ્ય જાગ્રત નથી થયાં પણ મને તમારાં દર્શન થઈ ગયાં એ મારાં અહોભાગ્ય છે. એટલું વાક્ય બોલી શિવજી યુવકને નિશીથભાઈના ચરણસ્પર્શ કરી અને ત્યાંથી જતા રહ્યાં. તો એવી પ્રાપ્તિ આણને સૌને થઈ છે”
બાદમાં હાથ જોડીને માંગી માફી
આનંદસાગર સ્વામીએ ભૂલ સ્વીકારીને માફી માંગી હતી. તેમણે જણાવ્યું કે “પ્રબોધ સ્વામીએ સખ્ત અને કઠોર શબ્દોમાં સૂચન કર્યું છે. મને સજા રૂપે સાત દિવસના ઉપવાસ કરવાનું કીધું છે. મારા શબ્દો અને વાણીથી શિવભકતોની લાગણી દુભાઈ છે. તેથી હું સનાતન ધર્મના સમર્થકો, શિવભક્તોની અંતકરણથી હૃદયના સાચા ભાવથી માફી માંગુ છું.”
ભારે વિવાદ બાદ પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદસાગર સ્વામીએ માંગી માફી
— News18Gujarati (@News18Guj) September 6, 2022
મારી ભૂલ થઈ, માફી માંગુ છું: આનંદસાગર સ્વામી
'પ્રબોધ સ્વામીએ 7 દિવસ ઉપવાસની શિક્ષા આપી'
'7 દિવસ મૌન રહેવાની અને ઉપવાસની શિક્ષા આપી'
આનંદસાગર સ્વામીનો શિવજીનું અપમાન કરતો વીડિયો વાયરલ થયો હતો#Anandsagarswami