Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુધીર સૂરીની હત્યામાં ISI લિંક, હિન્દુ સંગઠનોએ AAP સરકાર પર લગાવ્યા ગંભીર...

    સુધીર સૂરીની હત્યામાં ISI લિંક, હિન્દુ સંગઠનોએ AAP સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ: કહ્યું – ‘કેજરીવાલના ખાલિસ્તાન પ્રેમે મરાવી નાંખ્યા’

    "સમગ્ર શીખ સમુદાય, મુસ્લિમ સમુદાય અને સ્વતંત્રતા અને શાંતિ ઇચ્છનારા દરેકને અભિનંદન. અમૃતસરમાં એક યુવકે સુધીર સૂરી પર ગોળી ચલાવી, હજુ બીજા ઘણા લોકો છે, તેમને પણ જવું જ પડશે." ખાલિસ્તાની આતંકવાદી ગોપાલ સિંહ ચાવલા.

    - Advertisement -

    પંજાબના અમૃતસરમાં શિવસેના હિન્દુસ્તાનના નેતા સુધીર સૂરીની હત્યાના વિરોધમાં હિન્દુ સંગઠનોએ શનિવારે (5 નવેમ્બર, 2022) પંજાબ બંધનું આહ્વાન કર્યું હતું. આ દરમિયાન હિન્દુ સંગઠનના નેતાઓએ વિરોધ પ્રદર્શન કરતા સુધીર સૂરીની હત્યામાં ISI ભૂમિકા હોવાની આશંકા વ્યક્ત કરી છે. તેમજ રાજ્ય સરકાર પર યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ન કરવા માટે જવાબદાર ઠેરવવામાં આવી છે.

    પંજાબ બંધ દરમિયાન શિવસેના હિન્દુસ્તાન સહિત અન્ય હિન્દુ સંગઠનોએ પ્રદર્શન કર્યું અને સુધીર સૂરીની હત્યામાં ISIની ભૂમિકા વિશે વાત કરી હતી. ખાલિસ્તાની આતંકવાદી ગોપાલ સિંહ ચાવલાનો વીડિયો સામે આવતાં તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો. ગોપાલ આઈએસઆઈની નજીક છે. તેણે વીડિયોમાં કહ્યું હતું કે, “સમગ્ર શીખ સમુદાય, મુસ્લિમ સમુદાય અને સ્વતંત્રતા અને શાંતિ ઇચ્છનારા દરેકને અભિનંદન. અમૃતસરમાં એક યુવકે સુધીર સૂરી પર ગોળી ચલાવી, હજુ બીજા ઘણા લોકો છે, તેમને પણ જવું જ પડશે.”

    આ સિવાય હિન્દુ સંગઠનોએ એમ પણ કહ્યું છે કે પોલીસ અને પંજાબની ભગવંત માન સરકાર સુધીર સૂરીની હત્યાના ષડયંત્રની જાણ હતી તેમ છતાં તેમની સુરક્ષા વ્યવસ્થામાં ક્ષતિ હતી અને સરકાર દ્વારા તેમને યોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવી ન હતી. હિન્દુ સંગઠનના નેતાઓએ એમ પણ કહ્યું છે કે જો આમ આદમી પાર્ટીની સરકારે તેમને બુલેટપ્રૂફ જેકેટ્સ આપ્યા હોત તો આ અકસ્માત ન થયો હોત. સુધીર સૂરીના પુત્ર સહિત અન્ય નેતાઓ સુધીર સૂરીને શહીદ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે.

    - Advertisement -

    ભાજપ નેતા તજિંદર પાલ સિંહ બગ્ગાએ શિવસેના નેતાની પોસ્ટ શેર કરીને અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, “સ્વ. સુધીર સૂરીજીના નજીકના મિત્રોને 4 દિવસ પહેલા તેમની હત્યાનો ડર હતો પરંતુ અરવિંદ કેજરીવાલ અને રાઘવ ચઢ્ઢાના ખાલિસ્તાની પ્રેમને કારણે અન્ય એક હિન્દુ નેતાની હત્યા થઈ ગઈ. ચૂંટણીમાં કેજરીવાલે ખાલિસ્તાની આતંકવાદીના ઘરે સૂઈને પોતાના ખાલિસ્તાની પ્રેમની ઓળખ કરાવી હતી.”

    ધ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ હિન્દુવાદી નેતા સુધીર સૂરીની હત્યા બાદ અમૃતસરમાં તણાવનું વાતાવરણ છે. ઘટના સ્થળની આસપાસની દુકાનો શુક્રવાર (4 નવેમ્બર, 2022) સાંજથી બંધ હતી. આ ઉપરાંત, કેટલીક હિંસક ઘટનાઓ જેમકે દુકાનો અને નજીકમાં પાર્ક કરેલી ગાડીઓની તોડફોડ થયાના પણ અહેવાલ છે. હિન્દુ સંગઠનોએ બંધનું એલાન આપ્યું હતું, તેથી અમૃતસરની ઘણી શાળાઓએ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા વિદ્યાર્થીઓને શાળા બંધ રાખવાની માહિતી મોકલી હતી. જેના પગલે શહેરની મોટાભાગની શાળાઓ બંધ જોવા મળી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં