Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાતસુરેન્દ્રનગર: તિલક કરીને શાળાએ ગયેલા વિદ્યાર્થીઓને કાઢી મુકવાની ધમકી, હિંદુ સંગઠનોના વિરોધ...

    સુરેન્દ્રનગર: તિલક કરીને શાળાએ ગયેલા વિદ્યાર્થીઓને કાઢી મુકવાની ધમકી, હિંદુ સંગઠનોના વિરોધ બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ અપાવી પરવાનગી

    પરિષદના આગેવાનોએ જિલ્લા કલેકટરને રજૂઆત કરતો પત્ર લખીને માંગ કરી હતી કે તિલક કરવું તે સનાતન સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે અને બાળકોને આમ કરવાથી અટકાવી શકાય નથી. જે બાદ સંગઠને શિક્ષણાધિકારીની કચેરીએ ધામા નાંખ્યા હતા. ત્યાર બાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાના આચાર્ય સાથે એક બેઠક કરવામાં આવી હતી.

    - Advertisement -

    હિંદુ પરિવારના બાળકોને તિલક કરવું, માળા પહેરવી, કે પછી રાખડી કે કલાવા બાંધવા જેવી સનાતન સંસ્કૃતિનું પાલન કરતા અટકાવવામાં આવતા હોવાની ઘટનાઓ અનેક વાર સામે આવતી હોય છે. તેવામાં હવે સુરેન્દ્રનગરમાં માથા પર તિલક કરીને શાળાએ ગયેલા વિદ્યાર્થીઓને LC પકડાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાની ઘટના સામેઆવી છે. ઘટના સામે આવ્યા બાદ બાળકોના વાલીઓ અને સ્થાનિક હિંદુ સંગઠનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. જે બાદ સંગઠનોએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત પણ કરી હતી.

    મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગરની શારદાગીતા વિદ્યાલયમાં કેટલાક વિદ્યાર્થીઓ કપાળ પર તિલક કરીને શાળાએ ભણવા ગયા હતા. આ દરમિયાન શાળાના પ્રિન્સીપાલ દ્વારા આ વિદ્યાર્થીઓ ને મો ધોઈને તિલક હટાવી દેવાનું કહેવાનું કહી બહાર કાઢી મુકવામાં આવ્યા હતા.આ બાળકોએ તેવો પણ આક્ષેપ કર્યો હતો કે આચાર્યએ તેમને તેમ પણ કહ્યું હતું કે, “સ્કુલમાં ભણવું હોય તો તો કપાળ પર તિલક કરીને શાળામાં આવવાનું થતું નથી, જો તિલક લગાવીને આવશો તો સ્કૂલમાંથી કાઢી મુકવામ આવશે અને LC પકડાવી દેવામાં આવશે.”

    વિદ્યાર્થીઓના કહેવા મુજબ છેલ્લા 3 દિવસથી તેમની સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવતું હતું. આખી ઘટના પરિવારને આ ઘટનાની જાણ થતા તેઓએ વિશ્વ હિંદુ પરિષદ પાસે મદદ માંગી હતી. જે બાદ પરિષદના આગેવાનોએ જિલ્લા કલેકટરને રજૂઆત કરતો પત્ર લખીને માંગ કરી હતી કે તિલક કરવું તે સનાતન સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે અને બાળકોને આમ કરવાથી અટકાવી શકાય નથી. જે બાદ સંગઠને શિક્ષણાધિકારીની કચેરીએ ધામા નાંખ્યા હતા. ત્યાર બાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાના આચાર્ય સાથે એક બેઠક કરવામાં આવી હતી અને અંતે બાળકોને તિલક કરી સ્કુલે આવવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

    - Advertisement -

    આ મામલે જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી કે.એન.બારોટે જણાવ્યુ કે, “આ આખી ઘટનાને લઈને શાળાના સંચાલકો, આચાર્ય અને વિદ્યાર્થીઓને સાથે રાખી બેઠક કરવામાં આવી હતી. જેમાં શાળા દ્વારા વિદ્યાર્થીઓને તિલક કરી આવતા નહીં રોકવામાં આવે તેવી ખાત્રી આપવામાં આવી છે.” તો બીજી તરફ વિદ્યાર્થીઓ તરફે લેવાયેલા આ નિર્ણય બાદ સુરેન્દ્રનગર વિશ્વ હિન્દુ પરીષદના જયેશભાઇ શુક્લ, પ્રવિણસિંહ ઝાલા, પ્રકાશભાઇ પ્રજાપતિ, સત્યપાલસિંહ ઝાલા, સહિતના આગેવાનો દ્વારા પણ આ નિર્ણયને વધાવી લેવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં