Monday, November 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને ભેટ આપવા 151 સોનાના વરખવાળા ફૂલોનો ગુલદસ્તો તૈયાર...

    સુરત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને ભેટ આપવા 151 સોનાના વરખવાળા ફૂલોનો ગુલદસ્તો તૈયાર કર્યો: ખાસિયત જાણવા વાંચો રિપોર્ટ

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના દરેક નાગરિકનો વિચાર કરીને અલગ-અલગ યોજના લાગુ કરતા હોય છે, અને એમાં પણ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખાસ લાગણી ધરાવે છે ત્યારે વિદ્યાર્થીઓના મનમાં પણ નરેન્દ્ર મોદી માટે અલગ પ્રકારની લાગણી જોવા મળે છે. જે સુરતના આ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા અનોખા ગુલદસ્તા પરથી સમજી શકાય છે.

    - Advertisement -

    સુરત ઓરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેલેન્ટાઈન ડેની ભેટ માટે સોનાના વરખથી બનેલા 151 ગુલાબનો ગુલદસ્તો તૈયાર કર્યો છે. વિદ્યાર્થીઓ તેને વ્યક્તિગત રીતે મોદી સુધી પહોંચાડવા માટે વડાપ્રધાન કાર્યાલયની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.

    રીપોર્ટ અનુસાર સુરત યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓએ ગુલદસ્તો બનાવ્યો તેમાંના એક BBAની ત્રીજા વર્ષના વિદ્યાર્થીની મહેક મંધાનાએ આ બાબતે જણાવ્યું હતું કે, “અમે એક જ વર્ગના 10 વિદ્યાર્થીઓ (મિત્રો) છીએ અને અમે વેલેન્ટાઈન ડે પર PM નરેન્દ્ર મોદીને ખાસ ભેટ આપવાનું નક્કી કર્યું હતું. અમે મદદ માટે સુરત સ્થિત જ્વેલર દીપક ચોક્સી પાસે પહોંચ્યા. ઝવેરીએ અમને ખાતરી આપી કે, તેઓ આનો આખો ખર્ચ પોતે ઉઠાવશે. છેલ્લા ચાર દિવસથી તમામ 10 વિદ્યાર્થીઓએ સોનાના વરખના ફૂલના ગુલદસ્તા બનાવવા માટે સખત મહેનત કરી છે.”

    આગળ તેમણે ઉમેર્યું કે, “અમને સોમવારે ગુલદસ્તો મળ્યો અને પછી પીએમઓને એક ઈમેલ લખીને આ ભેટ સોંપવાની પરવાનગી માંગી હતી. અમને કોઈ પ્રતિસાદ મળ્યો નથી, પરંતુ અમને ભરોસો છે કે જલ્દીથી જવાબ મળી જશે, વેલેન્ટાઈન ડે પર આપણે આપણા નજીકના અને પ્રિયજનોને ભેટ આપીએ છીએ, જેમને આપણે ખૂબ પ્રેમ અને આદર કરીએ છીએ. પીએમ નરેન્દ્ર મોદી દેશના યુવાનોનું પ્રતિનિધિત્વ કરે છે. અમે તેમના પ્રત્યેનો અમારો આભાર અલગ રીતે વ્યક્ત કરવા માગતા હતા.”

    - Advertisement -

    આ બાબતે ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ખર્ચ ઉઠાવનાર ચોક્સીજીએ જણાવ્યું હતું કે, “આ વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને વિચાર ખુબ સરસ હતો, તેમણે મને કહ્યું હતું કે તેઓ વડાપ્રધાનને કંઈક અલગ આપવા ઈચ્છે છે. તો મને સોનાના વરખના ગુલાબના કલગીનો વિચાર આવ્યો જે લાંબા સમય સુધી સાચવી શકાય છે.”

    નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના દરેક નાગરિકનો વિચાર કરીને અલગ-અલગ યોજના લાગુ કરતા હોય છે, અને એમાં પણ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખાસ લાગણી ધરાવે છે ત્યારે વિદ્યાર્થીઓના મનમાં પણ નરેન્દ્ર મોદી માટે અલગ પ્રકારની લાગણી જોવા મળે છે. જે સુરતના આ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા અનોખા ગુલદસ્તા પરથી સમજી શકાય છે. તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતો એક કાર્યક્રમ કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં