Thursday, November 7, 2024
More
    હોમપેજક્રાઈમસુરત: પૂર્વ પ્રેમિકાએ અન્ય યુવક સાથે મિત્રતા રાખતાં શોએબ વિફર્યો, સાગરીત સાથે...

    સુરત: પૂર્વ પ્રેમિકાએ અન્ય યુવક સાથે મિત્રતા રાખતાં શોએબ વિફર્યો, સાગરીત સાથે મળી કર્યું અપહરણ; મારી નાખવાની ધમકી આપી માર માર્યો; ધરપકડ

    ઉધના પોલીસ સ્ટેશનના PSI સાથે ઑપઇન્ડિયાની વાત થઈ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે આરોપી શોએબ વિરુદ્ધ IPCની કલમ 365, 354, 323 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે તેના સાગરીતને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    - Advertisement -

    સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક મુસ્લિમ યુવકે યુવતીનું અપહરણ કરી તેની સાથે મારપીટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શોએબ નામના યુવકે તેના એક સાથીદાર સાથે મળી તેની પૂર્વ પ્રેમિકાનું ઉધના રોડ પરથી અપહરણ કર્યું હતું, જે બાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મારપીટ કરી હતી. એ પછી યુવતીએ ઉધના પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની ગંભીરતા જોતાં ઉધના પોલીસે ગુનો નોંધી શોએબની ધરપકડ કરી છે. સાથે જ તેના સાગરીત યુવાનને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    સુરત શહેરના ઉધના પોલીસ મથક વિસ્તારમાં રહેતી યુવતીનો પીછો કરી તેનું અપહરણ કરનાર મુસ્લિમ યુવક શોએબની ધરપકડ કરવામાં આવી છે. ઉધના પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર આરોપી શોએબ અને યુવતી છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. આ બે વર્ષના સંબંધ દરમિયાન શોએબ અવારનવાર યુવતીને માર મારી પરેશાન કર્યા કરતો હતો. તેના માનસિક ત્રાસથી કંટાળીને યુવતીએ પ્રેમ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધો હતો. યુવતીએ સંબંધ ન રાખતાં તે રોષે ભરાયો હતો અને વારંવાર યુવતીનો પીછો કરી પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. આ સમયગાળા દરમિયાન યુવતીને અન્ય એક યુવક સાથે મિત્રતા કેળવાઈ હતી અને અવારનવાર તે તેના મિત્રને મળવા જતી હતી. તે દરમિયાન જ શોએબ અને તેના સાથીએ યુવતીનું અપહરણ કરી, ધમકી આપી, મારપીટ કરી હતી.

    શોએબ અને તેનો સાથી અપહરણ કરી લઈ ગયા

    યુવતીની અન્ય એક યુવક સાથે મિત્રતા હોવાની જાણ શોએબને થતાં તે ઉશ્કેરાય ગયો હતો. યુવતી જ્યારે તેના મિત્રને મળી પરત તેના ઘરે જઈ રહી તે દરમિયાન આરોપી શોએબ અને તેનો એક સાગરિક બાઈક લઈને ત્યાં આવી પહોંચ્યા હતા. આ દરમિયાન આરોપીએ યુવતીને છરો બતાવી, ધાક-ધમકી આપી બાઈક પર બેસાડી હતી. તે બાદ તે યુવતીને તેના મિત્રને ઘરે લઈને ગયો હતો. જ્યાં યુવતીના મિત્રની સામે જ તેણે યુવતીને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ યુવતી ખૂબ ડરી ગઈ હતી અને ઉધના પોલીસ સ્ટેશને આરોપી શોએબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    પોલીસે ગુનો નોંધી કરી ધરપકડ

    ખૂબ ડરી ગયેલી યુવતીએ આ મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈને ઉધના પોલીસે ગુનો નોંધ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી શોએબની ધરપકડ કરી હતી. ઉધના પોલીસ સ્ટેશનના PSI સાથે ઑપઇન્ડિયાની વાત થઈ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે આરોપી શોએબ વિરુદ્ધ IPCની કલમ 365, 354, 323 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે તેના સાગરીતને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં