Sunday, April 28, 2024
More
    હોમપેજક્રાઈમસુરત: શાકભાજીની લારી ચલાવતો સાજિદ હથિયાર સાથે ઝડપાયો, પિસ્તોલ અને જીવતા કારતૂસ...

    સુરત: શાકભાજીની લારી ચલાવતો સાજિદ હથિયાર સાથે ઝડપાયો, પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા; અગાઉ ડ્રગ્સના ગુનામાં પકડાયો હતો

    આરોપી શાકભાજી વેચવાનો ધંધો કરે છે. સુરત પોલીસે જાહેરમાં ફરતા આરોપી પાસેથી દેશી પિસ્તોલ અને 3 જીવતા કારતૂસ ઝડપી પાડ્યા છે.

    - Advertisement -

    સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે શહેરમાંથી એક યુવકને હથિયાર સાથે પકડી પાડ્યો છે. તેની ઓળખ સાજિદ ઉર્ફે ચીના અબ્દુલ કાકુજી તરીકે થઇ છે. તેની પાસેથી પિસ્તોલ મળી આવી હતી. તે અન્ય એક ડ્રગ્સનો ધંધો કરતા ઇસ્માઇલ ગુર્જર સાથે ચાલતી ધમાલના કારણે પિસ્તોલ લઈને ફરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપી સાજિદ એક પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ફરતો હોવાની પોલીસને જાણ થઇ હતી.

    રિપોર્ટ અનુસાર, ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ચીના કાકુજીની અમરોલી આવાસમાંથી ધરપકડ કરી હતી. આરોપી શાકભાજી વેચવાનો ધંધો કરે છે. સુરત પોલીસ ક્રાઇમ બ્રાન્ચે સાજિદ પાસેથી દેશી પિસ્તોલ અને 3 જીવતા કારતૂસ ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત ઝડપાયેલ આરોપીની રાંદેરના કુખ્યાત ડ્રગ માફિયા ઇસ્માઇલ સાથે ધમાલ ચાલતી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને તે પિસ્તોલ લઈને ફરતો હતો. ઈસ્માઈલની પણ અગાઉ ડ્રગ્સ કેસમાં ધરપકડ પણ થઇ હતી.

    પોલીસે સાજિદની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન અનેક ખુલાસાઓ થયા હતા. સાજિદ આ પિસ્તોલ તેના મિત્ર રાજેન્દ્ર ઉર્ફે રાજા સુભાષ લોનારી પાસેથી લઇ આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. તેના મિત્ર રાજેન્દ્રને કોરોના થયો હોવાથી તેને આપી હતી ત્યારબાદ તેનું મૃત્યુ થયું હતું.

    - Advertisement -

    આરોપી સાજિદ અને રાંદેરના ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જર વચ્ચે કોઈ વાતે ધમાલ ચાલતી રહે છે. તેથી આરોપી તેની સાથે હથિયાર રાખતો હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. નોંધનીય છે કે આરોપી ચીનો હથિયારો સાથે જાહેરમાં ફરતો હોવાની પોલીસને અગાઉથી જાણ હતી. જેથી પોલીસે તેને અમરોલી આવાસમાંથી ઝડપી પાડ્યો હતો.

    અગાઉ બંને વચ્ચે થયેલ ઘર્ષણમાં ઇસ્માઇલ ગુર્જર જામીન પર છૂટતાં ફરી ગેંગવોર જેવી પરિસ્થિતિ નિર્માણ પામે તે પહેલાં જ સુરત પોલીસે તેની ધરપકડ કરી હતી. ઇસ્માઇલ ગુર્જરે ચીના વિરુદ્ધ હત્યાની કોશિશનો અને ચીનાએ તેની સામે મારામારીનો ગુનો નોંધાવ્યો હતો. આરોપી ચીના વિરુદ્ધ આ પહેલાં લાલગેટ, ખટોદરા અને રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હોવાની માહિતી મળી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં