Saturday, October 12, 2024
More
    હોમપેજગુજરાતવાવાઝોડાને લઈને સુરત જિલ્લાનું તંત્ર હરકતમાં: 1થી 7 જૂન સુવાલી, ડભારી, દાંડી...

    વાવાઝોડાને લઈને સુરત જિલ્લાનું તંત્ર હરકતમાં: 1થી 7 જૂન સુવાલી, ડભારી, દાંડી અને ડુમસનો દરિયાકિનારો સહેલાણીઓ માટે બંધ

    સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા 1થી 7 જૂન સુધી ડભારી, દાંડી, સુવાલી અને ડુમસના દરિયા કિનારાને સહેલાણીઓ માટે પ્રતિબંધિત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ આદેશ કમિશનર અનુપસિંહ ગહેલોત દ્વારા જાહેરનામું બહાર પાડીને આપવામાં આવ્યા છે. શનિવારથી (1 જૂન) જ આ આદેશ લાગુ કરી દેવામાં આવ્યા છે.

    - Advertisement -

    હવામાનન ખાતાએ રાજ્યના કાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની આગાહી કરતાની સાથે જ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. નાગરિકોની સુરક્ષાને ધ્યાને લઈને તંત્ર દ્વારા અત્યારથી જ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ સુરત પ્રશાસન પણ હરકતમાં જોવા મળી રહ્યું છે. વાવાઝોડાને પગલે સુરત પોલીસ કમિશનર દ્વારા 1 જૂન 2024થી લઈને 7 જૂન 2024 એટલે કે કૂલ 7 દિવસ માટે દરિયા કાંઠાના વિસ્તારોમાં પ્રવેશ નિષેધ કરી દીધો છે. આ સાત દિવસ દરમિયાન સામાન્ય નગરજનો કે પછી સહેલાણીઓ દરિયાકાંઠે નહીં જઈ શકે.

    મળતી માહિતી અનુસાર સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા 1થી 7 જૂન સુધી ડભારી, દાંડી, સુવાલી અને ડુમસના દરિયાકિનારાને સહેલાણીઓ માટે પ્રતિબંધિત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ આદેશ કમિશનર અનુપસિંહ ગહેલોત દ્વારા જાહેરનામું બહાર પાડીને આપવામાં આવ્યા છે. શનિવારથી (1 જૂન) જ આ આદેશ લાગુ કરી દેવામાં આવ્યા છે. આદેશોની કડકાઈથી પાલન થાય તે માટે કાંઠા વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશન દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવશે. તેમ પણ કહેવામાં આવી રહ્યું છે કે જો કોઈ વ્યક્તિ જાહેરનામાંનો ભંગ કરતો ઝડપાશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

    મહત્વનું છે કે હાલ શાળામાં વેકેશન ચાલી રહ્યા છે. સાથે જ લાંબા સમય સુધી ગરમી પડ્યા બાદ વાતાવરણમાં આવેલા બદલાવને લઈને દરિયા કાંઠે લોકોનો ધસારો વધતો જોવા મળ્યો હતો. બીજી તરફ હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી બાદ કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે પ્રશાસને જાહેરનામું બહાર પડ્યું છે. બીજી તરફ માછીમારોને પણ સૂચનાઓ આપવામાં આવેલી છે કે જ્યાં સુધી નિર્દેશ ન આપવામાં આવે ત્યાં સુધી દરિયામાં જવાનું ટાળવું.

    - Advertisement -

    મળતી માહિતી અનુસાર સૂચનાઓનું કડક પાલન થાય તે હેતુસર સુરત શહેરના આસપાસ આવેલા દરિયા કિનારે પેટ્રોલિંગ કરવામાં શરૂ કરી દેવાયું છે. દરિયા કિનારે જે પતરાના માળખા ઉભા કરવામાં આવ્યા છે, તેને પણ હટાવી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસ અને પ્રશાસન દ્વારા લોકોને નિર્દેશ આપવામાં આવી રહ્યા છે કે ભારે પવન ફૂંકાય તે સંજોગોમાં ઘરમાં જ રહેવું. વૃક્ષો કે પછી ઝોખમી બાંધકામો નીચે આશરો ન લેવો. હાલ પ્રશાસન હવામાન ખાતાની આગાહીને લઈને સુસજ્જ હોય તેવું નજરે પડી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં