Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરતમાં 2700 કરોડનો GST ગોટાળો: 8 ચોપડી ભણેલા માસ્ટરમાઈન્ડ સુફિયાને એકલાએ જ...

    સુરતમાં 2700 કરોડનો GST ગોટાળો: 8 ચોપડી ભણેલા માસ્ટરમાઈન્ડ સુફિયાને એકલાએ જ 900 કરોડનો કાંડ કર્યો, ધરપકડ

    કાપડની દલાલી કરતા સુફિયાને સરકાર પાસેથી 33 કરોડ રૂપિયાની ઈનપુટ ટેક્સ ક્રેડિટ ઉસેટી લીધી હતી. જે બાદ તે બેંક ખાતામાં જમા થયેલા રૂપિયા આંગડીયા મારફતે બહાર મોકલાવી દેતો હતો.

    - Advertisement -

    સુરતમાં 2700 કરોડનો GST ગોટાળો થયો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સુરતની ક્રાઇમ બ્રાન્ચે 1500થી વધુ શેલ કંપનીઓ બનાવીને આ ગોટાળો આચરનાર ટોળકીને ઝપડી લીધી છે. સુફિયાન કપાડિયા નામના આરોપીને આ આખા કાંડનો માસ્ટરમાઈન્ડ કહેવામાં આવી રહ્યો છે, જેના એકલા પર અધધ 901 કરોડ રૂપિયાની ગેરરીતિ આચરવાનો આરોપ છે.

    અહેવાલો અનુસાર 1500 શેલ કંપનીઓમાં 1300 કંપનીઓ તો માત્ર ગુજરાતમાં હતી. માસ્ટરમાઈન્ડ સુફિયાનની ધરપકડ બાદ પોલીસે 6 શહેરોમાં દરોડા પાડ્યા હતા જેમાં અન્ય 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કંપનીઓ અમદાવાદ, સુરત, ભાવનગર, જુનાગઢ અને મોરબી જેવા શહેરોમાં કાર્યરત હતી. આ ગફલેબાજોએ ઈનપુટ ટેક્સ ક્રેડિટના નામે જુઠ્ઠાણું ફેલાવીને શ્રમિકો, રિક્ષાચાલકો અને લારી-ગલ્લાવાળા લોકોના દસ્તાવેજોનો ઉપયોગ કરીને અનેક નકલી ફર્મ અને શેલ કંપનીઓ બનાવી હતી.

    સુરતમાં 2700 કરોડનો GST ગોટાળો કરનાર ટોળકીમાં ઉસ્માન ગની, ફૈઝલ ખોલિયા, આફતાબ સોલંકી અને આનંદ પરમાર નામના આરોપીઓએ વ્યાપક રીતે GST ચલણોમાં હેરાફેરી કરી હતી. આ સિવાય ઉસ્માન ગની પર અલગ અલગ બેંક ખાતાંના માધ્યમથી 100 કરોડ રૂપિયાની લેતીદેતીના પણ આરોપ છે. આ આખા કાંડમાં મુખ્ય આરોપી એવા સુફિયાનની બે વર્ષ પહેલાં પણ બોગસ બિલીંગના માધ્યમથી કરોડો રૂપિયાનો કાંડ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

    - Advertisement -

    8 ચોપડી ભણેલા માસ્ટરમાઈન્ડ સુફિયાને 901 કરોડની ઘાલમેલ કરી હતી

    આ આખા કાંડમાં સહુથી વધુ ચોંકાવનારી બાબત તે છે કે ઘટનાનો માસ્ટરમાઈન્ડ સુફિયાન કપાડિયા માત્ર 8 ચોપડી ભણેલો છે. તેણે ટેક્સ કન્સલ્ટન્ટન્સીનું કામ કરતા એક વ્યક્તિ સાથે મળીને 27 બોગસ પેઢીઓ ઉભી કરી દીધી હતી. જેના માધ્યમથી તેણે 901 કરોડના બોગસ બિલ બનાવ્યાં હોવાનું પણ બહાર આવ્યું છે.

    કાપડની દલાલી કરતા સુફિયાને સરકાર પાસેથી 33 કરોડ રૂપિયાની ઈનપુટ ટેક્સ ક્રેડિટ ઉસેટી લીધી હતી. જે બાદ તે બેંક ખાતામાં જમા થયેલા રૂપિયા આંગડીયા મારફતે બહાર મોકલાવી દેતો હતો. તે આ પૈસા કોને મોકલાવતો તે બાબતે ઈકોસેલ તપાસ કરી રહી છે. સુફિયાને કેમિકલ અને ભંગારના ધંધાના નામે ખોટાં બિલ બનાવી કરોડોની ઉચાપત કરી હતી. તે પોલીસથી બચવા મુંબઈ અને ઈન્દોરમાં રહીને કાળો કારોબાર ચલાવતો હતો.

    ઉલ્લેખનીય છે કે કાપડ દલાલમાંથી બોગસ કંપની ઉભી કરીને સુફિયાન કપાડિયાએ GST નંબર મેળવી ટેક્સ ક્રેડીટ મેળવવા બોગસ કંપનીઓ બનાવીને સરકારને કરોડોનો ચૂનો ચોપડ્યો હતો. 1500 સેલ કંપનીઓ ઉભી કરીને 2700 કરોડની કર ચોરીનો આ ગુનો વર્ષ 2022માં ક્રાઈમ બ્રાન્ચના ચોપડે નોંધાયો હતો. આ મામલે અત્યાર સુધીમાં કુલ 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જયારે 16 આરોપીઓ હજુ પણ ફરાર છે. જેમને ઝડપી લેવા ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ કમર કસી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં