Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરતમાં મોંઘેરી ગાડી બની એક યુવાનનો કાળ: ગાડીએ યુવકને 12 કિલોમીટર સુધી...

    સુરતમાં મોંઘેરી ગાડી બની એક યુવાનનો કાળ: ગાડીએ યુવકને 12 કિલોમીટર સુધી ઘસેડ્યો હતો, 2 દિવસ બાદ મળી મૃતદેહની ભાળ

    એક યુવકને 12 કિલોમીટર સુધી ઘસડી જનાર મોંઘીદાટ ગાડીનો વિડીયો પણ આવ્યો સામે. વીડિયોની મદદથી પોલીસે ગાડી શોધી કાઢી.

    - Advertisement -

    ગત બુધવાર, 18 જાન્યુઆરી, ના રોજ બારડોલી કડોદરા આંતરરાજ્ય હાઇવે પર એક અકસ્માત થયો હતો. જેમાં એક કારે દિલ્હીની જેમ જ અહીંયા પણ એક વ્યક્તિને 12 કિમી સુધી ઘસેડ્યો હતો.

    બારડોલીથી સુરત જઈ રહેલા દંપતી સાગર પાટીલ અને અશ્વિની પાટીલને એક અજાણ્યા કાર ચાલકને અડફેટે લીધા હતા. અકસ્માતમાં મહિલા બેભાન થઈ ગઈ હતી. જેથી સ્થાનિકોએ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ મહિલાએ ભાનમાં આવતા પોતાના પતિની શોધખોળ હાથ ધરી હતી.

    નોંધનીય રીતે અકસ્માત બાદ મહિલાનો પતિ સાગર પાટીલ ગાયબ હતો. આ સમગ્ર મામલો પોલીસ મથક પહોંચ્યો હતો. જ્યાં કડોદરા પોલીસ ગુમ થયેલા સાગર પાટીલની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બે દિવસ બાદ સાગરનો મૃતદેહ મળી આવતા ચોંકાવનારો ખુલાસો થયો. 

    - Advertisement -

    સામે આવ્યું કે, ટક્કર બાદ કાર ચાલક યુવકને 12 કિમી ઘસડીને લઈ ગયો હતો. યુવકને 12 કિમી સુધી ઢસડનાર લકઝુરિયર્સ કારનો ચોંકાવનારો વિડીયો પણ સામે આવ્યો છે.

    કામરેજના કોસમાડા ગામના પાટિયે મળ્યો હતો મૃતદેહ

    બીજી તરફ અકસ્માતની ઘટનાના દિવસે અકસ્માત સર્જાયાના એક કલાક બાદ કામરેજ પોલીસ મથકને કામરેજના કોસમાડા ગામના પાટિયા પાસે રોડ પર એક મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળી હતી. કામરેજ પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી મૃતદેહ કોનો છે અને શું ઘટના બની છે તેની તપાસ હાથ ધરી હતી. જોકે મૃતદેહનો કોઈ વાલી વારસ નહિ મળતા કામરેજ પોલીસે મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં ખસેડાયો હતો.

    તે સમયે આ અકસ્માતની ઘટનાથી કામરેજ પોલીસ અજાણ હતી અને બીજી બાજુ મૃતદેહ મળી આવ્યો તેનાથી કડોદરા પોલીસ અજાણ હતી. જોકે કડોદરા પોલીસે સાગર પાટીલ ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ દાખલ થયા બાદ આખા જિલ્લામાં ફોટા અને અકસ્માતની વિગત સર્ક્યુલેટ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી.

    પોલીસે વાઇરલ વિડીયો પરથી આરોપીની શોધ આદરી

    આગંભીર અકસ્માતની ઘટનામાં પોલીસ પણ હત્યારા કારચાલકને શોધવા ઝઝૂમી રહી હતી. રસ્તા પર ક્યાંય પણ સીસીટીવી ન હોવાના કારણે પોલીસને આરોપી શોધવા ભારે જહેમત ઉઠાવી પડી હતી.

    પરંતુ બાદમાં એક યુવાને પોલીસને એક વીડિયો આપ્યો હતો જે બાદ પોલીસ હત્યારી લક્ઝુરિયસ કાર સુધી પહોંચી ગઈ છે. હકીકતમાં આ યુવાન અકસ્માત સમયે પેલી કારની પાછળ આવી રહ્યો હતો. જેણે યુવાનને પડયા બાદની ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો.

    હાલ પોલીસ આ વિડીયોની મદદથી આરોપીની કાર સુધી પહોંચી ગઈ છે અને જલ્દી આરોપીને પણ પકડી લેશે તેવી આશા દેખાઈ રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં