Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત11 દિવસમાં ચાર્જશીટ અને 5 મહિનામાં સજા: સુરત જિલ્લા કોર્ટે સચીનમાં 21...

    11 દિવસમાં ચાર્જશીટ અને 5 મહિનામાં સજા: સુરત જિલ્લા કોર્ટે સચીનમાં 21 મહિનાની બાળકીને ચૂંથીને તેની હત્યા કરનાર ઈસ્માઈલ હજાતને આપી ફાંસીની સજા

    ઉલ્લેખનીય છે કે આ પહેલા 31 જુલાઈના રોજ થયેલી સુનાવણીમાં તમામ પુરાવાઓને આધારે કોર્ટે આરોપી ઇસ્માઇલને દોષિત ઘોષિત કર્યો હતો. સજા જાહેર કરવા માટે 2 ઓગસ્ટનો દિવસ નક્કી કરાયો હતો.

    - Advertisement -

    સુરત જિલ્લા ન્યાયાલયે બુધવારે (2 ઓગસ્ટ 2023) એક મહત્વના ચુકાદામાં 21 મહિનાની બાળકીના અપહરણ, બળાત્કાર અને હત્યાના ગુનામાં આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. આશા છે કે આ ચુકાદાથી સમાજમાં એક દાખલો બેસશે અને બદમાશોમાં આગળથી આવા કૃત્ય કરતા પહેલા હજારવાર વિચારવાનો ભય ઉભો થશે.

    તાજા અહેવાલો અનુસાર બુધવાર, 2 ઓગસ્ટના દિવસે એક સુનવણી દરમિયાન સુરત જિલ્લા ન્યાયાલયના જજે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. જેમાં સુરતના સચીન વિસ્તારમાં આ વર્ષની શરૂઆતમાં નાની બાળકી સાથે થયેલ અપહરણ, બળાત્કાર અને હત્યાના ગુનામાં આરોપી ઈસ્માઈલ યુસુફ હજાતને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.

    21 મહિનાની બાળકી સાથે બળાત્કાર કરી તેની હત્યા કરી

    નોંધનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સુરતના કપલેથા ગામમાં રહેતી 21 મહિનાની બાળા પર એ જ ગામમાં પાડોશમાં રહેતા 23 વર્ષીય ઈસ્માઈલ નામના યુવકે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી દીધી હતી. આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાત અવારનવાર બાળકીના ઘરે આવતો જતો રહેતો હતો. આ દરમિયાન દરરોજની જેમ સોમવારે (27 ફેબ્રુઆરી) સાંજે તે બાળકીને રમાડવા માટે લઈ ગયો હતો.

    - Advertisement -

    ઈસ્માઈલ મોડે સુધી પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન ખુલ્લી જગ્યામાં ઝાડીઓમાંથી બાળકીની લાશ મળી આવી હતી. પરિવારે તાત્કાલિક જાણ કરતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બનાવને પગલે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા.ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને બાળકીના માતા પિતાએ જણાવ્યું કે છેલ્લે બાળકીને પાડોશમાં રહેતો ઇસ્માઇલ રમાડવા લઇ ગયો હતો. આથી પોલીસે સઘન તપાસ આદરતા ગણતરીના કલાકોમાં જ આરોપી ઇસ્માઇલ ઉર્ફે યુસુફ પકડાઈ ગયો હતો.

    નોંધનીય છે કે હેવાન આરોપીએ ન માત્ર કુમળી બાળકીનો બળાત્કાર કર્યો હતો પરંતુ પોતાની હવસ સંતોષવા તેણે બાળકીના પેટ સહિતના અંગો પર બાચકાં ભરીને ક્રૂરતા પણ આચરી હતી. જેના કારણે અંતે બાળકીનું મૃત્યુ થયું હતું.

    11 દિવસમાં રજૂ કરાઈ હતી ચાર્જશીટ

    આ ઘટના જયારે સામે આવી ત્યારે સરકાર, વહીવટીતંત્રથી લઈને પોલીસ અલર્ટ મોડમાં આવી ગઈ હતી. માત્ર 11 દિવસ જેટલા ટૂંકા ગાળામાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. પોલીસે 85 ડોક્યુમેન્ટેડ પુરાવાઓ રજૂ કાર્ય હતા અને 48 જેટલા સાક્ષીઓનુ જુબાની લીધી હતી. અંતે 431 પાનાંની ચાર્જશીટ તૈયાર કરાઈ હતી.

    પોલીસ તપાસ દરમિયાન ઘણી ચોંકાવનારી વિગતો પણ સામે આવી હતી. જેમ કે આરોપી ઈસ્માઈલ યુસુફ હજાના મોબાઇલમાંથી 200થી વધુ અભદ્ર ફોટા વિડીયો મળ્યા હતા. આ ઉપરાંત તેની સર્ચ હિસ્ટ્રી તપાસતા જાણવા મળ્યું હતું કે નાના બાળકની હત્યા કઈ રીતે કરવી એ બાબતે પણ સર્ચ કર્યું હતું.

    31 જુલાઈના રોજ આરોપીને દોષિત કરાયો, સરકારી વકીલે કરી હતી ફાંસીની માંગ

    ઉલ્લેખનીય છે કે આ પહેલા 31 જુલાઈના રોજ થયેલી સુનાવણીમાં તમામ પુરાવાઓને આધારે કોર્ટે આરોપી ઇસ્માઇલને દોષિત ઘોષિત કર્યો હતો. સજા જાહેર કરવા માટે 2 ઓગસ્ટનો દિવસ નક્કી કરાયો હતો.

    આ દરમિયાન સરકારી વકીલ દ્વારા આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણીને ગુનેગારને ફાંસીની સજા આપવાની માંગ કરાઈ હતી. સાથે જ સુરતમાં બાળકીનો બળાત્કાર અને હત્યા કરનાર ઈસ્માઈલ વિરુદ્ધ CRPC 73 મુજબ કાર્યવાહી કરી એકાંત કેદની પ્રાથમિક સજાની પણ માંગ કરાઈ હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં