Friday, May 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરત: સચીનમાં 21 મહિનાની બાળકીનો બળાત્કાર કરી હત્યા કરનાર ઈસ્માઈલ દોષિત જાહેર,...

    સુરત: સચીનમાં 21 મહિનાની બાળકીનો બળાત્કાર કરી હત્યા કરનાર ઈસ્માઈલ દોષિત જાહેર, સરકારી વકીલે ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ કેસ ગણી ફાંસીની સજા આપવા માંગ કરી

    સુરતના સચિન ખાતે આવેલા કપલેથા ગામે 21 મહિનાની બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને સુરત પોક્સો કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો.

    - Advertisement -

    લગભગ પાંચ મહિના પહેલા સુરતથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં ઈસ્માઈલ ઉર્ફે ઉસુફ અલી હજાત નામના યુવકે પાડોશમાં રહેતી માત્ર 21 મહિનાની બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરી નાખી હતી. ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. તેવામાં હવે પોક્સો કોર્ટમાં સુરતમાં 21 મહિનાની બાળકીનો બળાત્કાર કરી હત્યા કરનાર ઈસ્માઈલ દોષિત જાહેર થયો છે. તો બીજી તરફ સરકારી વકીલે ગુનેગારને ફાંસીની સજા આપવાની માંગ કરી છે.

    મળતી માહિતી અનુસાર સુરતના સચિન ખાતે આવેલા કપલેથા ગામે 21 મહિનાની બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને સુરત પોક્સો કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. ત્યારે આજે 21 મહિનાની બાળકીનો બળાત્કાર કરી હત્યા કરનાર ઈસ્માઈલને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. પોક્સો કોર્ટ દ્વારા અગામી 2 ઓગસ્ટના રોજ ઈસ્માઈલને સજા સંભળાવવામાં આવશે. આ દરમિયાન સરકારી વકીલ દ્વારા આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણીને ગુનેગારને ફાંસીની સજા આપવાની માંગ કરી છે. સાથે જ સુરતમાં બાળકીનો બળાત્કાર અને હત્યા કરનાર ઈસ્માઈલ વિરુદ્ધ CRPC 73 મુજબ કાર્યવાહી કરી એકાંત કેદની પ્રાથમિક સજાની પણ માંગ કરાઈ છે.

    આ મામલે સરકારી વકીલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “ગુનેગારે માત્ર પીડિત પરિવારનો ભરોસો જ નથી તોડ્યો, તેણે પ્રતિકાર કરવામાં અક્ષમ એવી બાળકી સાથે જધન્ય ગુનો આચર્યો છે. પોલીસે ગુનેગારનો ફોન તપાસતા તેમાંથી અનેક અશ્લીલ સામગ્રી પણ મળી આવી હતી. આ ઉપરાંત તેમાં “બાળકની હત્યા કેવીરીતે કરવી” તેવો વિડીયો પણ મળી આવ્યો હતો”

    - Advertisement -

    શું હતી આખી ઘટના?

    સચિનના કપલેથા ગામમાં રહેતી 21 મહિનાની બાળા પર એ જ ગામમાં પાડોશમાં રહેતા 23 વર્ષીય ઈસ્માઈલ યુવકે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી દીધી હતી. આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાત અવારનવાર બાળકીના ઘરે આવતો જતો રહેતો હતો. આ દરમિયાન દરરોજની જેમ સોમવારે (27 ફેબ્રુઆરી) સાંજે તે બાળકીને રમાડવા માટે લઈ ગયો હતો.

    ઈસ્માઈલ મોડે સુધી પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન ખુલ્લી જગ્યામાં ઝાડીઓમાંથી બાળકીની લાશ મળી આવી હતી. પરિવારે તાત્કાલિક જાણ કરતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બનાવને પગલે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા.ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને બાળકીના માતા પિતાએ જણાવ્યું કે છેલ્લે બાળકીને પાડોશમાં રહેતો ઇસ્માઇલ રમાડવા લઇ ગયો હતો. આથી પોલીસે સઘન તપાસ આદરતા ગણતરીના કલાકોમાં જ આરોપી ઇસ્માઇલ ઉર્ફે યુસુફ પકડાઈ ગયો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં