Sunday, November 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરત: ધોધમાર વરસાદમાં સાફસફાઈ કરતો વિડીયો થયો હતો વાયરલ, ભાજપ અધ્યક્ષ સી....

    સુરત: ધોધમાર વરસાદમાં સાફસફાઈ કરતો વિડીયો થયો હતો વાયરલ, ભાજપ અધ્યક્ષ સી. આર પાટિલના હસ્તે મહિલા કર્મચારીનું કરાયું સન્માન

    ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મહિલાનો વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શૅર કર્યો હતો. વિડીયોમાં વરસતા વરસાદમાં છત્રી કે રેનકોટ વગર મહિલા સાફસફાઈ કરતાં જોવા મળે છે.

    - Advertisement -

    થોડા દિવસ પહેલાં સુરતનાં એક સફાઈ કર્મચારી મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ ભારે વરસાદમાં પણ સાફસફાઈ કરતાં જોવા મળ્યાં હતાં. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ વિડીયો ટ્વિટ કરીને મહિલા કર્મચારીની કામગીરીને બિરદાવી હતી. તાજેતરમાં યોજાયેલા ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમમાં આ મહિલા કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું હતું. 

    વાયરલ વિડીયોમાં જોવા મળતાં આ મહિલાનું નામ જાગૃતિબેન છે. બે દિવસ પહેલાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મહિલાનો વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શૅર કર્યો હતો. વિડીયોમાં વરસતા વરસાદમાં છત્રી કે રેનકોટ વગર મહિલા સફાઈ કરતાં જોવા મળે છે. ગૃહમંત્રીએ વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, ‘આવા ધોધમાર વરસાદમાં પણ આપણા સુરત શહેરને સ્વચ્છ રાખનારા સફાઈ કર્મચારીને વંદન છે.’ ત્યારબાદ આ વિડીયો અન્ય સોશિયલ મીડિયા માધ્યમો પર પણ ફરતો થઇ ગયો હતો. 

    શનિવારે સુરતમાં આયોજિત ભાજપના એક કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી. આર પાટિલે મહાનગરપાલિકાનાં મહિલા કર્મચારીઓનું સન્માન કર્યું હતું, જેમાં વાયરલ વીડિયોમાં જોવા મળતાં મહિલાને પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી. આર પાટીલ તેમજ સુરત ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરાએ મહિલા કર્મચારીનું સન્માન કર્યું હતું.

    - Advertisement -

    ભાજપ અધ્યક્ષ સી. આર પાટિલના હસ્તે સન્માન થયા બાદ મહિલા કર્મચારી જાગૃતિ બેને કહ્યું કે, “વરસતા વરસાદમાં હું સિવિલ ચાર રસ્તા નજીક સફાઈ કરી રહી હતી અને ત્યારે કોઈકે વિડીયો ઉતારી લીધો હતો, જે ફરતો થઇ ગયો. વિડીયો વાયરલ થયા બાદ મને ખબર પડી કે મારો વિડીયો શૅર થઇ રહ્યો છે અને લોકો મને બિરદાવી રહ્યા છે. આજે સન્માન મેળવીને બહુ આનંદ અનુભવું છું.” 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં