Tuesday, May 7, 2024
More
    હોમપેજગુજરાતસુરત સામૂહિક આપઘાત કેસ: 2 સભ્યોનાં મોત ગળું દબાવાથી થયાં હોવાનું પોસ્ટમોર્ટમ...

    સુરત સામૂહિક આપઘાત કેસ: 2 સભ્યોનાં મોત ગળું દબાવાથી થયાં હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું- રિપોર્ટ્સમાં દાવો; તપાસ માટે SIT બનાવાઇ

    સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના બાદથી પોલીસની ટીમો યોગ્ય કાર્યવાહી કરી રહી છે. હવે જ્યારે આ કેસમાં નવા ઘટસ્ફોટ થયા છે તો ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવશે. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે 2 સ્પેશ્યલ ટીમોની રચના કરી છે.

    - Advertisement -

    સુરત શહેરમાં એક જ પરિવારના સાત સભ્યોએ સામૂહિક આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનામાં પિતાએ ઘરના તમામ સભ્યોને ઝેરી દવા પીવડાવી પોતે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પણ હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. મૃતક માતા અને દીકરીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળી રહ્યું છે કે બંનેના મોત ઝેરી દવા પીવાથી નહીં પરંતુ ગળું દબાવવાથી થયાં છે. ત્યારે બંનેની હત્યા કરાઈ હોવાની શક્યતાઓ વધી ગઈ છે. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

    સુરત શહેરના પાલપુર પાટિયા પાસે નુતન રો-હાઉસની સામે આવેલા સિધ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારે શનિવારે (28 ઓક્ટોબરે) વહેલી સવારે આપઘાત કર્યો હોવાની માહિતી મળી હતી. જે બાદ એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ઘરના મોભીએ પરિવારને ઝેરી દવા પીવડાવીને પોતે ગળાફાંસો ખાધો છે. પરંતુ હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું કહેવાયું છે કે દીકરી અને માતાની મોત ગળું દબાવવાથી થઈ છે. આ અંગે ઘટસ્ફોટ થતાં સુરત વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મીડિયા રિપોર્ટ્સમાં આ બાબત જણાવવામાં આવી રહી છે, પોલીસ પાસે પુષ્ટિ થવાની બાકી છે.

    શું લખ્યું હતું સ્યુસાઇડ નોટમાં?

    આપઘાત બાદ જ્યારે પોલીસ મૃતદેહોની તપાસ કરી હતી ત્યારે મનીષ સોલંકી (ઘરના મોભી)ના મૃતદેહ પાસે એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરના જણાવ્યા અનુસાર તેમાં લખ્યું હતું કે, “હું મારા દિવસો કેમ પસાર કરતો હતો મારું મન જાણે છે. મારા ગયા પછી મારા બાળકો અને મારા મમ્મી પપ્પા કેવું જીવન જીવશે અને તેઓ મારા વગર રહી શકે તેમ નથી. તે ચિંતા કરી ખાય છે. આ પગલું ભરવા પાછળ કોઈ અંગત વ્યક્તિ કે કારણો હોય શકે, હું નામ લેવા માંગતો નથી. મેં લોકો સાથે સારું વર્તન કર્યું, લોકોને મદદરૂપ થતો હતો, પરંતુ લોકોએ પરત મારી સાથે એવું વર્તન કર્યું નથી.” આ સ્યુસાઇડ નોટમાં કોઈપણ વ્યક્તિના નામનો ઉલ્લેખ કરાયો નથી. હાલ પોલીસ આ કેસમાં વ્યવસ્થિત તપાસ કરી છે.

    - Advertisement -

    સ્પેશ્યલ ટીમની કરાઈ રચના

    સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના બાદથી પોલીસની ટીમો યોગ્ય કાર્યવાહી કરી રહી છે. હવે જ્યારે આ કેસમાં નવા ઘટસ્ફોટ થયા છે તો ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવશે. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે 2 સ્પેશ્યલ ટીમોની રચના કરી છે. આ સામૂહિક આપઘાત કેસની તપાસ DCP ઝોન 5, ACP, સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ટીમ કરશે. એ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની ટેકનિકલ ટીમની જરૂર પડ્યે મદદ લેવામાં આવશે. ફોરેન્સિક પુરાવા એકઠા કરાયા છે. અડાજણ પોલીસે પ્રાથમિક A.D દાખલ કરી છે.

    શું હતી સમગ્ર ઘટના?

    ઉલ્લેખનીય છે કે આ ઘટના શનિવારે (28 ઓક્ટોબરે) વહેલી સવારે બનવા પામી હતી. જેમાં સુરત શહેરના પાલનપુર પાટિયા પાસે નુતન રો-હાઉસની સામેના સિધ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. પરિવારના સાત સદસ્યોમાં પતિ-પત્ની, માતા-પિતા, બે બાળક અને બાળકીનો સમાવેશ થાય છે. પોલીસ વિભાગને ઘટના વિશેની જાણ થતાં તરત તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જે બાદ તમામ મૃતદેહોને હોસ્પિટલ ખસેડયા હતા. પોલીસે આસપાસના લોકો અને પરિવારજનોની પૂછપરછ હાથ ધરી હતી. સાથે આર્થિક સંકટના લીધે આપઘાતનનું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. પરંતુ માતા અને દીકરીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હવે આ કેસમાં વળાંક આવ્યો છે.

    આ સાત સભ્યોનો પરિવાર મૂળ સુરેન્દ્રનગરનો હતો અને છેલ્લા ઘણા સમયથી સુરત રહીને ફર્નિચરના કામ સાથે સંકળાયેલો હતો. પરિવારમાં સાત લોકોના મોત થયા છે. જેમાં મનીષ સોલંકી (મોભી), રેશમાબેન (પત્ની), કાવ્યા, ત્રિશા, કૃષાલ, કનુભાઈ (પિતા), રીટાબેન (માતા)નો સમાવેશ થતો હતો. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું હતું કે મનીષ સોલંકીએ આર્થિક સંકડામણના કારણે ઘરના સભ્યોને ઝેરી દવા પીવડાવી હતી અને પોતે ગળાફાંસો ખાઈ લીધો હતો. હવે એ કેસમાં નવો વળાંક આવવાથી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં