Wednesday, July 17, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટસુરત: ચંદ્રયાનની ડિઝાઇન તૈયાર કરી હોવાના દાવા કરનાર મિતુલ ત્રિવેદીને પોલીસ કમિશનરનું...

  સુરત: ચંદ્રયાનની ડિઝાઇન તૈયાર કરી હોવાના દાવા કરનાર મિતુલ ત્રિવેદીને પોલીસ કમિશનરનું તેડું

  બુધવારે (23 ઓગસ્ટ, 2023) ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રમાની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યા બાદ ગુરૂવારથી મિતુલ ત્રિવેદી ચર્ચામાં આવ્યા હતા.

  - Advertisement -

  ચંદ્રયાન-3ની ડિઝાઇન તૈયાર કરી હોવાનો દાવો કરનાર સુરતના મિતુલ ત્રિવેદીને સુરત પોલીસ કમિશનર કચેરીએ બોલાવવામાં આવ્યા હતા. અહીં તેમના દાવાને લઈને પૂછપરછ કરવામાં આવી હોવાનું અનુમાન છે. 

  મિતુલ ત્રિવેદીને તેડું આવતાં તેઓ સુરત પોલીસ કમિશનરની કચેરીએ પહોંચ્યા હતા. અહીં તેમને મીડિયાને કહ્યું હતું કે, તેમની પાસે પોતાનો દાવો સાબિત કરવા માટે પુરાવા તરીકે ઈસરોના કોન્ટ્રાક્ટની કૉપી છે. જોકે, આગળ પ્રશ્ન પૂછવામાં આવ્યા તો જવાબ આપવાનું ટાળ્યું હતું અને ત્યાંથી નીકળી ગયા હતા. આગળ તેમણે કહ્યું કે, “મને થોડો સમય આપો, હું બધું જ શોર્ટઆઉટ કરવાના પ્રયાસ કરી રહ્યો છું. હું ડોક્યુમેન્ટ્સ પણ આપીશ. જો હું ફ્રોડ હોત તો અહીં ન હોત, તાળું મારીને ભાગી ગયો હોત. હું ચંદ્રયાન-3 પ્રોજેક્ટ સાથે જોડાયેલો છું, લોકોને નક્કી કરવા દો કે હું સાચો છું કે નહીં. ડોક્યુમેન્ટ્સ જોઈને લોકોને નિર્ણય કરવા દો.”

  શું છે સમગ્ર મામલો? 

  બુધવારે (23 ઓગસ્ટ, 2023) ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રમાની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યા બાદ ગુરૂવારથી મિતુલ ત્રિવેદી ચર્ચામાં આવ્યા હતા. તેમનો એક ઑડિયો વાયરલ થયો હતો, જે તેમના શિક્ષક સાથેની વાતચીત હોવાનું કહેવાય છે, જે બુધવારે સાંજે થઇ હતી. મિતુલ તેમના શિક્ષકને જણાવે છે કે, તેઓ ઈસરોના સેન્ટર પર જ છે. વાતચીતમાં તેમણે એવો પણ દાવો કર્યો કે, ચંદ્રયાનની આ ડિઝાઇન પોતે તૈયાર કરી હતી. મિતુલ તેમના શિક્ષકને કહે છે, “ચંદ્રયાન-2ની નિષ્ફ્ળતાના કારણે તેમણે (સંભવતઃ ઈસરોએ) મને ઇન્વાઇટ કર્યો હતો, અમુક મારી વસ્તુઓ જે લેન્ડરમાં નહતી લીધી…. આ વખતે મેં તૈયાર કરી આપ્યું.” 

  - Advertisement -

  ચર્ચામાં આવ્યા બાદ મિતુલ ત્રિવેદીએ અનેક ન્યૂઝ ચેનલોને પણ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. જેમાં પણ આ જ પ્રકારના દાવા કર્યા હતા. પરંતુ હવે તેમના દાવા પર પ્રશ્ન સર્જાયા છે. અખબાર સંદેશના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ત્રિવેદી પાસે ઈસરો સાથે જોડાયાન કોઈ પુરાવા કે માહિતી નથી. રિપોર્ટ અનુસાર, પુરાવા માંગવામાં આવતાં પોતે કોન્ટ્રાક્ટ પર હોવાનું કહીને જાહેર ન કરી શકે તેમ જણાવ્યું હતું. બીજો એક પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે, જો મિતુલ ચંદ્રયાનના લેન્ડિંગ સમયે (બુધવારે સાંજે) ઈસરો સેન્ટર પર હોય તો ત્યાંથી બીજા જ દિવસે સુરત કઈ રીતે પહોંચી ગયા? જોકે, મિતુલે કહ્યું હતું કે તેઓ સવારે બેંગ્લોરથી ફ્લાઇટમાં આવ્યા પરંતુ સંદેશના રિપોર્ટનું માનીએ તો ગુરૂવારે સવારે 10 વાગ્યાની બેંગ્લોર-સુરતની કોઈ ફ્લાઇટ જ નથી. જ્યારે સોસાયટીના એક રહીશે પણ મિતુલ મંગળ-બુધમાં ઘરે જ હોવાની વાતો કહી હોવાનું રિપોર્ટમાં ઉમેરવામાં આવ્યું છે. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં