Wednesday, June 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરતમાં રહેતો હતો બાંગ્લાદેશી મોહંમદ રૂબેલ, નકલી ડોક્યુમેન્ટ્સ બનાવી આપ્યાં હતાં યુપીના...

    સુરતમાં રહેતો હતો બાંગ્લાદેશી મોહંમદ રૂબેલ, નકલી ડોક્યુમેન્ટ્સ બનાવી આપ્યાં હતાં યુપીના જમશેદ અને અહમદે: તમામ પકડાયા

    સુરતમાંથી પકડાયેલા બાંગ્લાદેશી યુવક હુસૈને ભારતમાં રહેવા માટે નકલી જન્મનો દાખલો બનાવી લીધો હતો. આ દાખલામાં તે ઉત્તર પ્રદેશના બલરામપુરના એક ગામનો રહેવાસી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

    - Advertisement -

    એક મહિના પહેલાં સુરતમાંથી ગેરકાયદેસર રહેતો એક બાંગ્લાદેશી યુવક પકડાયો હતો. જેની પાસેથી નકલી આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો મળી આવ્યા હતા. હવે પોલીસે તેને આ નકલી ડોક્યુમેન્ટ્સ બનાવી આપનાર બે આરોપીને યુપીથી ઝડપી પાડ્યા છે. 

    વધુ વિગતો એવી છે કે, ગત 13 જુલાઈ, 2023ના રોજ સુરત પોલીસે ઉધના વિસ્તારમાંથી નકલી દસ્તાવેજોના આધારે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા એક મોહમ્મદ રૂબેલ હુસૈન નામના યુવકને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ઓળખપત્રો તો મળ્યાં હતાં, પરંતુ નકલી. તેની ધરપકડ કરીને પોલીસે પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેણે તેને મદદ કરનારાઓનાં નામ આપી દીધાં હતાં. 

    વાસ્તવમાં સુરતમાંથી પકડાયેલા બાંગ્લાદેશી યુવક હુસૈને ભારતમાં રહેવા માટે નકલી જન્મનો દાખલો બનાવી લીધો હતો. આ દાખલામાં તે ઉત્તર પ્રદેશના બલરામપુરના એક ગામનો રહેવાસી હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેણે જણાવ્યું કે, ત્યાંના સ્થાનિકો જમશેદ આલમ અને નફીસ અહમદ પાસે તેણે આ ઓળખપત્ર બનાવ્યું હતું. ત્યારબાદ સુરત પોલીસ ઉત્તર પ્રદેશ પહોંચી હતી અને બંનેને પકડીને યુપીથી સુરત લાવવામાં આવ્યા હતા. 

    - Advertisement -

    આરોપીઓએ પૂછપરછમાં કબૂલાત કરી હતી કે, જમશેદ આલમ યુપીના જમશેદપુરમાં એક સ્થાનિક કોર્ટમાં રેવન્યુ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે. બાંગ્લાદેશી યુવકે તેને જન્મનો દાખલો બનાવી આપવા માટે કહેતાં તેણે અમુક રૂપિયાની માગ કરી હતી અને તે મળી ગયા બાદ જમશેદે તેના એક મિત્ર નફીસ અહમદ મારફતે દાખલો કઢાવી આપ્યો હતો. આ જન્મના દાખલાના આધારે બાંગ્લાદેશી યુવકે બીજાં ઓળખપત્રો બનાવી લીધાં હતાં. 

    મોહમ્મદ રૂબેલની વાત કરવામાં આવે તો તે બાંગ્લાદેશના દુમદીયાનો વતની છે અને 2018માં સરહદ પાર કરીને ભારતમાં ઘૂસી ગયો હતો. મુંબઈ, હૈદરાબાદ અને કર્ણાટકમાં નોકરી કર્યા બાદ મુંબઈની એક કંપનીમાં નોકરીએ લાગ્યો હતો. વર્ષ 2021માં સુરત આવી ગયો હતો. ત્યારથી તે અહીં જ રહેતો હતો. 

    પોલીસની તપાસમાં તેની પાસેથી મોહમ્મદ કાસીમ ઇસ્લામ અન્સારીના નામનું બોગસ પાનકાર્ડ, બોગસ આધાર કાર્ડ, બેન્ક ઑફ બરોડાનું ATM કાર્ડ, બાંગ્લાદેશી શાળાનું પ્રમાણપત્ર, બાંગ્લાદેશી યુનિવર્સીટીનું પ્રમાણપત્ર વગેરે મળી આવ્યું હતું. આ ઉપરાંત, તેની પાસેથી મોટા પ્રમાણમાં જેહાદી સાહિત્ય મળ્યું હતું તો ફોનમાંથી જેહાદી વિડીયો પણ મળી આવ્યા હતા. તે સોશિયલ મીડિયા પર મઝહબી કટ્ટરતા ફેલાવતા વિડીયો જોતો હોવાનું પણ જાણવા મળ્યું હતું તેમજ દેશવિરોધી પ્રવૃત્તિઓ થતી હોય તેવાં ગ્રુપ્સમાં પણ સામેલ હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં