Monday, October 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરત: અશાંતધારાની લડત ચલાવતા જૈન અગ્રણી પર જીવલેણ હુમલો કરનાર સૈયદ હુસૈન...

    સુરત: અશાંતધારાની લડત ચલાવતા જૈન અગ્રણી પર જીવલેણ હુમલો કરનાર સૈયદ હુસૈન ઝડપાયો, હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો દાખલ

    અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી હુમલો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું, બિપેશ શાહ હાલ સારવાર હેઠળ.

    - Advertisement -

    સુરત શહેરના જૈન અગ્રણી અને અશાંતધારા સમિતિના પ્રમુખ બિપેશ શાહ પર ગુરૂવારે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ગુનાના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેની ઓળખ સૈયદ હુસૈન સૈયદ હફીઝ (ઉં. વ 30) તરીકે થઇ છે. અગાઉ થયેલી નજીવી બાબતની માથાકૂટનો ખાર રાખીને હુમલો કરાયો હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. 

    56 વર્ષીય બિપેશ શાહ પર ગુરૂવારે (27 જુલાઈ, 2023) સવારે હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ રૂદરપુરા વિસ્તારમાં એક કરિયાણાની દુકાન ચલાવે છે. સવારે નિત્યક્રમ મુજબ તેઓ દુકાને પહોંચ્યા ત્યારે બહાર જ સૈયદ હુસૈન ચપ્પુ લઈને તેમની ઉપર તૂટી પડ્યો હતો. તેણે ઉપરાછાપરી બિપેશ શાહને ચાર-પાંચ ચપ્પુના ઘા મારી દીધા  હતા. જે પેટના ભાગે અને ખભાની નીચેના ભાગે વાગ્યા હતા. 

    લોહીલુહાણ હાલતમાં બિપેશ શાહે બૂમાબૂમ કરી મૂકતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા તો બીજી તરફ હુમલો કરનાર ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જૈન અગ્રણીને ગંભીર હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બીજી તરફ, સ્થાનિક કોર્પોરેટર સહિતના અગ્રણીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમણે પણ કડક તપાસના આદેશ આપ્યા હતા. 

    - Advertisement -

    પોલીસે બિપેશ શાહની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે IPCની કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને 324 (સ્વેચ્છાએ ઇજા પહોંચાડવી) હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે હુમલો કરનાર સૈયદ હુસૈન સૈયદ હફીઝની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

    પોલીસે મીડિયાને જણાવ્યું કે, બિપેશ શાહની કરિયાણાની ભાડાની દુકાન છે, તેઓ 70 વર્ષથી અહીં દુકાન ચલાવે છે. સૈયદ હુસૈન આ દુકાનની ઉપર ભાડૂઆત તરીકે રહે છે. જ્યારે આ આખી મિલ્કત ઈંટવાલા મસ્જિદની માલિકીની છે. લગભગ મહિના પહેલાં સૈયદ હુસૈને શાહની દુકાન પાસે પાનની પિચકારી મારી હતી, જેના કારણે ગંદકી થઇ ગઈ હતી, જે મુદ્દે બંને વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. અઠવાડિયા પહેલાં સૈયદ મસ્જિદમાંથી નમાજ પઢીને આવ્યો ત્યારે ફરી બંને સામસામે થઇ ગયા હતા અને ફરી ગાળાગાળી કરી હતી. આ ઝઘડાની અદાવત રાખીને હુસૈને હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. વધુ વિગતો તપાસમાં ખુલશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં