Sunday, September 15, 2024
More
    હોમપેજક્રાઈમસુરતના આતંકી મૌલવીના સાથીદાર અબુબકરને લઈને વધુ ખુલાસા: હિંદુ યુવકોને હનીટ્રેપ કરીને...

    સુરતના આતંકી મૌલવીના સાથીદાર અબુબકરને લઈને વધુ ખુલાસા: હિંદુ યુવકોને હનીટ્રેપ કરીને મુસ્લિમ બનાવવાનું હતું ષડયંત્ર, ફોનમાંથી મળ્યા 40 પાકિસ્તાની નંબર

    અબુબકર પોતે પણ અન્ય હિંદુ યુવાનોને પાકિસ્તાની યુવતીઓ સાથે લગ્ન કરવાની લાલચ આપીને ફસાવતો હતો અને બાદમાં તેમને હનીટ્રેપ કરતો હતો.

    - Advertisement -

    તાજેતરમાં સુરતમાંથી પકડાયેલ આતંકવાદી મૌલવી સોહેલની પૂછપરછ બાદ અન્ય ઘણા આતંકીઓની ધરપકડ કરાઈ હતી જેઓ ભારતમાં રહીને પાકિસ્તાનના ઈશારે કામ કરતા હતા. આવા જ એક આતંકી અબુબકરને સુરત ક્રાઇમ બ્રાન્ચે બિકાનેરથી પકડી પડ્યો હતો. ગુરુવારે તેને પોલીસે કોર્ટ સામે રજૂ કર્યો હતો. જે વખતે અપાયેલ જવાબમાં ઘણા મોટા ખુલાસા થયા હતા. કોર્ટે હાલ તેને 7 દિવસના રિમાન્ડ પર મોકલી દીધો છે.

    ઉલ્લેખનીય છે કે આ અબુબકર પહેલા અશોક સુથાર હતો. બાદમાં તે સોશિયલ મીડિયા પર પાકિસ્તાની યુવતીના સંપર્કમાં આવ્યો. યુવતીએ તેને લગ્નની લાલચ આપીને તેનું ધર્માંતરણ કરાવ્યું હતું. બાદમાં તે સુરતના આતંકી મૌલાના મૌલવી સોહેલના સંપર્કમાં આવ્યો અને પાકિસ્તાની હેન્ડલરના કહેવા પર હિંદુ નેતાઓને ધમકીઓ આપવાનું અને તેમના પર હુમલા પ્લાન કરવાનું કામ કરવા લાગ્યો હતો.

    હવે જ્યારે પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો, ત્યારે વધુ ખુલાસા થયા કે અબુબકર પોતે પણ અન્ય હિંદુ યુવાનોને પાકિસ્તાની યુવતીઓ સાથે લગ્ન કરવાની લાલચ આપીને ફસાવતો હતો અને બાદમાં તેમને હનીટ્રેપ કરતો હતો. આખરે તેમનું ધર્માંતરણ કરાવીને તેમણે હિંદુ વિરોધી ગતિવિધિઓમાં પણ સામેલ કરતો હતો.

    - Advertisement -

    પોલીસ તપાસમાં અબુબકરના મોબાઈલમાંથી 40થી વધુ પાકિસ્તાની નંબર મળી આવ્યા છે. તે સતત પોતાના પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતો. સાથે જ તે પાકિસ્તાની નંબરો પરથી હિંદુ નેતાઓને ધમકીઓ પણ અપાવતો હતો.

    નેપાળથી પકડાયેલા મૌલવીના સાગરિત પાસે હતી બેવડી નાગરિકતા

    અબુબકર સિવાય આ સમગ્ર કેસમાં તાજેતરમાં જ બિહારના મુઝફ્ફરપુરથી મહોમ્મદ અલી નામના એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી પાસે ભારત સહિત નેપાળની પણ નાગરિકતા હતી. એકસાથે બે દેશોની નાગરિકાને લઈને તેની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ ટીમ તપાસ  માટે નેપાળ પણ ગઈ હતી.

    સુરતનો મૌલવી અને તેના આ તમામ સાગરિતો પાકિસ્તાની નંબરોનો ઉપયોગ કરીને સુનિલ રાજપૂત, ઉપદેશ રાણા, ઈશાન શર્મા, કુલદીપ સોની, નૂપુર શર્મા જેવા હિંદુ નેતાઓ ઉપરાંત અયોધ્યા જનાર મુસ્લિમ યુવતી શબનમ શેખને પણ ધમકી આપતા હતા. પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે આ આખા મામલામાં તે ટેરર ફંડિંગનો એન્ગલ પણ ખાસ જોઈ રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં