Wednesday, May 15, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરત: ઓનલાઇન ગેમની માથાકૂટમાં મુસ્લિમ કિશોરની હત્યા, તેના જ સમુદાયના બે ભાઈઓએ...

    સુરત: ઓનલાઇન ગેમની માથાકૂટમાં મુસ્લિમ કિશોરની હત્યા, તેના જ સમુદાયના બે ભાઈઓએ મોતને ઘાટ ઉતાર્યો હતો; ઓક્ટોબરની ઘટના, તપાસમાં ખુલાસો

    મૃતક મૂળ ઉત્તર પ્રદેશની વિધવા મહિલા શાહજહાં હસનનો પુત્ર હતો. તેને મોબાઈલ પર ગેમ રમવાની આદત હતી અને તેની શેરીના અન્ય છોકરાઓ સાથે રમતો રહેતો હતો.

    - Advertisement -

    ત્રણ મહિના પહેલાં સુરતમાં એક 16 વર્ષીય મુસ્લિમ કિશોરનું મોત થઇ ગયું હતું. આ મામલે પહેલાં તો પોલીસે CrPCની કલમ 174 હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી પરંતુ હવે મામલામાં નવો વળાંક આવ્યો છે. આ મોત આકસ્મિક નહીં પરંતુ કિશોરની હત્યા હોવાનું સામે આવતાં પોલીસે બે આરોપીઓ સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. 

    સુરતમાં પાંડેસરામાં રહેતા 16 વર્ષીય કિશોરની હત્યા ઓનલાઇન વિડીયો ગેમ રમવા બાબતે થઇ હતી. તે તેના મિત્ર મોહમ્મદ (નામ બદલ્યું છે) સાથે મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો. જેમાં હારજીત બાબતે બંને વચ્ચે ઝઘડો થયા બાદ મોહમ્મદે તેના ભાઈ ઇસ્માઇલ (નામ બદલ્યું છે) સાથે મળીને તેને મારી નાંખ્યો હતો. 

    ઘટના સુરત શહેરના પાંડેસરા વિસ્તારની છે. મૃતક મૂળ ઉત્તર પ્રદેશની વિધવા મહિલા શાહજહાં હસનનો પુત્ર હતો. તેને મોબાઈલ પર ગેમ રમવાની આદત હતી અને તેની શેરીના અન્ય છોકરાઓ સાથે રમતો રહેતો હતો. 17 ઓક્ટોબર 2022ના રોજ મોબાઈલ ગેમ ફ્રી-ફાયર રમતી વખતે મૃતક સગીર અને મોહમ્મદ ઝઘડી પડ્યા હતા. 

    - Advertisement -

    ત્યારબાદ મોહમ્મદ તેના ભાઈ ઇસ્માઇલને બોલાવી લાવ્યો હતો અને બંનેએ સગીર સાથે મારપીટ કરી હતી. મારામારી દરમિયાન ઇસ્માઇલે મૃતકને ગળું દબાવી માથામાં મુક્કો મારતાં તે ઢળી પડ્યો હતો. ઇસ્માઇલ કરાટે પ્લેયર હોવાનું પણ રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે. 

    ઘટના બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ બચી શક્યો ન હતો. ત્યારે પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુનો ગુનો દાખલ કર્યો હતો. પરંતુ પછીથી મૃતકની માતાએ કોર્ટમાં ફરિયાદ કરી હતી અને ત્યારબાદ પાંડેસરા પોલીસ મથકે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી, જેના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઑપઇન્ડિયા પાસે FIR નકલ ઉપલબ્ધ છે.

    ફરિયાદમાં મૃતકની માતાએ જણાવ્યું કે, 17 ઓક્ટોબરના રોજ તેમનો પુત્ર તેમની જ શેરીમાં રહેતા છોકરા સાથે ફ્રી-ફાયર રમતો હતો તે દરમિયાન હાર-જીતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ તેના મિત્રે તેને અપશબ્દો કહીને બોલાચાલી કર્યા બાદ ભાઈ સાથે મળીને ઢીક્કામુક્કીનો માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ કરાટેના જાણકાર એક આરોપીએ કિશોરને ગળામાંથી પકડીને માથામાં મુક્કો માર્યો હતો, જેના કારણે તે ઢળી પડ્યો હતો.

    ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે આઇપીસીની કલમ 304, 504 અને 114 હેઠળ બંને આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો અને આગળની તપાસ શરૂ કરી હતી. 

    ઉલ્લેખનીય છે કે ફ્રી ફાયર ગેમ એક બેટલગ્રાઉન્ડ ગેમ છે અને ખાસ કરીને કિશોરો અને તરૂણોમાં ખાસ્સી લોકપ્રિય છે. ભારત સરકારે અન્ય ચાઈનીઝ એપ્સ સાથે આ ગેમ ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં