Tuesday, September 17, 2024
More
    હોમપેજદેશSC-ST અંતર્ગત પેટા કેટેગરીઓને સુપ્રીમની મંજુરી: ખરી જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચશે અનામતનો...

    SC-ST અંતર્ગત પેટા કેટેગરીઓને સુપ્રીમની મંજુરી: ખરી જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચશે અનામતનો લાભ, IAS-IPS સહિતના અધિકારીઓના બાળકોને બાકાત રાખવાની ચર્ચા

    જસ્ટિસ ગવઈએ કહ્યું કે એવું થાય છે કે જો અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિમાંથી કોઈ વ્યક્તિ IAS, IPS અથવા IFS રેન્કનો અધિકારી બને છે, તો તેના બાળકોને ગામડાંમાં રહેતા લોકોને જે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેનો સામનો કરવો પડતો નથી. તેમ છતાં, તેઓ SC-ST જાતિના હોવાને કારણે, તેઓ આરક્ષણ માટે હકદાર છે અને બીજી-ત્રીજી પેઢી સુધી અનામતનો લાભ મેળવતા રહે છે.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે ગુરુવારે (1 ઓગસ્ટ) SC-ST માટે અનામતના મુદ્દા પર મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. અનામત માટે સબકેટેગરી બનાવવા માટે મંજૂરી આપી છે. સાત ન્યાયાધીશોની બેન્ચે બહુમતીથી ઇવી ચિન્નૈયાના એ અભિપ્રાયને નકારી કાઢ્યો હતો જેમાં તેઓએ કહ્યું હતું કે SC/STનું પેટા-વર્ગીકરણ બંધારણની કલમ 341ની વિરુદ્ધ છે.

    જસ્ટિસ બેલા ત્રિવેદી SC-STમાં સબકૅટેગરીના નિર્ણય સાથે સહમત ન હતા. ચાર ન્યાયાધીશોએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ક્રીમી લેયરને અનુસૂચિત જાતિમાંથી બાકાત રાખવું જોઈએ. જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણન ગવઈએ IAS, IPS અને IFS રેન્કના અધિકારીઓના બાળકોને SC-ST અનામતમાંથી બહાર રાખવાનો આગ્રહ કર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે કોર્ટે કહ્યું હતું કે જો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાંથી કોઈ મોટો અધિકારી બને છે, તો તેના પછીની પેઢીને ક્વોટા ન મળવો જોઈએ કારણ કે તેમને એવી સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો જે સમસ્યાઓનો સામનો ગામડાઓમાં રહેતા નીચલી જાતિના લોકોને કરવો પડે છે.

    - Advertisement -

    મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણન ગવઈ, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ બેલા ત્રિવેદી, જસ્ટિસ પંકજ મિત્તલ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા કેસની સુનાવણી કરી રહ્યા હતા. જસ્ટિસ ગવઈની સાથે જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ પંકજ મિત્તલ અને જસ્ટિસ સતીશ ચંદ્ર મિશ્રા પણ ક્વોટામાંથી ક્રીમી લેયરને બાકાત રાખવા પર સહમત થયા હતા.

    ઉલ્લેખનીય છે કે આ સાત જજોની બંધારણીય પીઠે ઈવી ચિન્નૈયા વિ. આંધ્રપ્રદેશ રાજ્યના 2005ના ચુકાદાને રદિયો આપ્યો હતો. આંધ્રપ્રદેશ રાજ્યના આ ચુકાદામાં કહ્યું હતું કે SC/STનું પેટા-વર્ગીકરણ બંધારણની કલમ 341ની વિરુદ્ધ છે. આ કલમ SC-STની યાદી તૈયાર કરવાનો અધિકાર રાષ્ટ્રપતિને આપે છે. CJIએ કહ્યું કે “અમે ઇવી ચિન્નૈયા કેસમાં આપેલા નિર્ણયને નામંજૂર કર્યો છે. પેટા-વર્ગીકરણ દ્વારા કલમ 341નું ઉલ્લંઘન થતું નથી.

    ક્રીમી લેયરનો સિદ્ધાંત હાલમાં માત્ર પછાત વર્ગને જ લાગુ પડે છે. જસ્ટિસ ગવઈએ વધુમાં કહ્યું કે રાજ્ય સરકારોએ નીતિઓ બનાવવી જોઈએ અને SC-STમાંથી ક્રીમી લેયરને ઓળખવા જોઈએ અને તેમને અનામતથી અલગ રાખવા જોઈએ. એકસમાનતા લાવવાનો આ એકમાત્ર રસ્તો છે. જસ્ટિસ વિક્રમ નાથે જસ્ટિસ ગવઈ સાથે સહમત થતા કહ્યું કે ક્રીમી લેયરનો સિદ્ધાંત ઓબીસીની જેમ એસસી-એસટીને પણ લાગુ થવો જોઈએ, પરંતુ એસસી-એસટીમાં અનામતના માપદંડ ઓબીસીથી અલગ હોઈ શકે છે.

    જસ્ટિસ પંકજ મિત્તલે એમ પણ કહ્યું હતું કે કોઈપણ કેટેગરીમાં અનામત એક પેઢી માટે હોવી જોઈએ એના પછીની પેઢીઓ માટે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે આ માટે રાજ્ય સરકારે પર ધ્યાન આપવાની જરૂર છે કે બીજી પેઢીનો દરજ્જો સામાન્ય જ્ઞાતિ સમાન બની ગયો છે કે નહીં. જસ્ટિસ ગવઈએ કહ્યું કે એવું થાય છે કે જો અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિમાંથી કોઈ વ્યક્તિ IAS, IPS અથવા IFS રેન્કનો અધિકારી બને છે, તો તેના બાળકોને ગામડાંમાં રહેતા લોકોને જે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેનો સામનો કરવો પડતો નથી. તેમ છતાં, તેઓ SC-ST જાતિના હોવાને કારણે, તેઓ આરક્ષણ માટે હકદાર છે અને બીજી-ત્રીજી પેઢી સુધી અનામતનો લાભ મેળવતા રહે છે.

    સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અર્થ એવો થાય છે કે કોર્ટે આપેલી મંજૂરી અનુસાર રાજ્ય સરકારો SC-ST જાતિઓનું પેટા વર્ગીકરણ કરી શકશે. આનો અર્થ એ છે કે તેમના કાર્યક્ષેત્રમાં આવતી જાતિઓની વિવિધ શ્રેણીઓ બનાવી શકાશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં