Friday, June 9, 2023
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવેશ્યાલય ગુનો વેશ્યાવૃત્તિ વ્યવસાય; પોલીસે તેમને પરેશાન ન કરવાં જોઈએઃ સુપ્રીમ કોર્ટે...

    વેશ્યાલય ગુનો વેશ્યાવૃત્તિ વ્યવસાય; પોલીસે તેમને પરેશાન ન કરવાં જોઈએઃ સુપ્રીમ કોર્ટે કહ્યું- સેક્સ વર્કર્સને પણ સન્માનિત જીવન જીવવાનો અધિકાર છે

    સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા એક મહત્વપૂર્ણ ચુકાદામાં સેક્સ વર્કર્સ અને વેશ્યાવૃત્તિને વ્યવસાયનો દરજ્જો આપવામાં આવ્યો છે.

    - Advertisement -

    વેશ્યાલય ગુનો વેશ્યાવૃત્તિ વ્યવસાય સુપ્રીમ કોર્ટની મહત્વની ટીપ્પણી આવી છે કે, દેહવ્યાપાર કરનારાઓને સમાજ હીનતા ભરી નજરે જુએ છે. પોલીસ પણ તેમની સાથે યોગ્ય વર્તન નથી કરતી . આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે તેમના માનવ અધિકારો પર અતિ મહત્વનો નિર્ણય આપ્યો છે, અને કહ્યું હતું કે વેશ્યાલય ગુનો વેશ્યાવૃત્તિ વ્યવસાય છે.

    ગુરુવારે (26 મે 2022), સુપ્રીમ કોર્ટે વેશ્યાવૃત્તિને ‘વ્યવસાય’નો દરજ્જો આપ્યો હતો. એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કોર્ટે દેશભરના પોલીસકર્મીઓને આદેશ આપ્યો છે કે તેઓ પુખ્ત વયના લોકો અને તેમની સંમતિથી વેશ્યાવૃત્તિ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરે.

    કોરોના સંકટ દરમિયાન સેક્સ વર્કર્સને પડતી સમસ્યાઓ પર દાખલ થયેલી એક અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે સેક્સ વર્કર્સને પણ ગૌરવ અને સન્માન સાથે જીવન જીવવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈ, એલ નાગેશ્વર રાવ અને એએસ બોપન્નાની ખંડપીઠે આ મામલાની સુનાવણી કરી હતી.

    - Advertisement -

    આ દરમિયાન કોર્ટે બંધારણના અનુચ્છેદ 21નો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે બંધારણે દરેકને સન્માનજનક જીવન જીવવાનો અધિકાર આપ્યો છે. કોર્ટે સખત શબ્દોમાં ટીપ્પણી કરી હતી કે જો પોલીસને સેક્સ વર્કર્સ પર કોઈ પણ બાબતે દરોડા પાડવાના હોય તો તેમને બિનજરૂરી હેરાન ન કરવા જોઈએ.

    વેશ્યાવૃત્તિ અને વેશ્યાલય વચ્ચે તાણેલી સીમા રેખા

    સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે વેશ્યાવૃત્તિ એક વ્યવસાય છે અને તે ગુનો નથી. જોકે, વેશ્યાલય ચલાવવું એ ગુનો છે. કોર્ટના મતે જો કોઈ બાળક વેશ્યાઓ સાથે હોય તો તેનો અર્થ એ નથી કે તેની તસ્કરી થઈ ગઈ છે. વેશ્યાઓ પ્રત્યે પોલીસના વલણ પર પણ સવાલો ઉઠ્યા હતા. કોર્ટે કહ્યું કે ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે સેક્સ વર્કર સાથે ખૂબ જ ક્રૂર અને અનૈતિક વર્તન કરવામાં આવે છે.

    સેક્સ વર્કર પ્રત્યે સંવેદનશીલતા દાખવો

    સુપ્રીમ કોર્ટે દેશભરની તમામ કાયદા અમલીકરણ એજન્સીઓને સેક્સ વર્કર પ્રત્યે સંવેદનશીલ બનવાનો નિર્દેશ આપ્યો છે. તેઓનું શારીરિક કે મૌખિક શોષણ ન થવું જોઈએ. વેશ્યાઓ પણ બળજબરીથી સેક્સ માટે દબાણ કરી શકાતી નથી. આ સાથે કોર્ટે મીડિયાને એડવાઈઝરી જારી કરવા કહ્યું છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં પીડિતા અથવા આરોપીની ઓળખ જાહેર ન કરે. કોર્ટે કલમ 354Cનો કડક અમલ કરવા કહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં