Friday, May 3, 2024
More
    હોમપેજગુજરાતગુજરાતના પાદરી પર લાગ્યો હતો સગીર બાળકનું ધર્માંતરણ કરાવવાનો આરોપ, સુપ્રીમ કોર્ટે...

    ગુજરાતના પાદરી પર લાગ્યો હતો સગીર બાળકનું ધર્માંતરણ કરાવવાનો આરોપ, સુપ્રીમ કોર્ટે કાર્યવાહી પર રોક લગાવી: વર્ષ 2020માં નોંધાઈ હતી FIR

    કેસ વર્ષ 2020માં આણંદના પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો હતો. આરોપી આમોદના કેથલિક ચર્ચનો પાદરી છે. આરોપ છે કે તેણે એક સગીરના માતા-પિતા અને કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર જ એક હિંદુમાંથી ખ્રિસ્તીમાં ધર્માંતરણ કરાવી દીધું હતું.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે ગુજરાતના એક પાદરીને ધર્માંતરણ મામલે નોંધાયેલા કેસમાં રાહત આપી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની બેન્ચે પાદરી સામે નોંધાયેલી FIR મામલે કાર્યવાહી કરવા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. 

    આ કેસ વર્ષ 2020નો છે. પેટલાદ રૂરલ પોલીસ મથકે FIR દાખલ થયા બાદ પાદરીએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને તેને રદ કરવાની માંગ કરી હતી, પરંતુ હાઇકોર્ટે અરજી ફગાવી દેતાં તે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે કાર્યવાહી પર રોક લગાવીને નોટિસ પાઠવી છે. આ આદેશ શુક્રવારે (25 ઓગસ્ટ, 2023) જારી કરવામાં આવ્યો હતો. 

    ગુજરાત હાઇકોર્ટના FIR રદ કરવાની અપીલ ફગાવવાના નિર્ણયને પડકારતી પાદરીની અરજી પર સુનાવણી કરતાં CJIની બેન્ચે કહ્યું કે આગામી સુનાવણી થાય ત્યાં સુધી FIR પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી પર રોક લગાવવામાં આવે છે. સાથે કોર્ટે નોટિસ પણ પાઠવી છે. કોર્ટનો ઓર્ડર ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. 

    - Advertisement -

    અરજદાર તરફથી વકીલ કેતકી ઝાની દલીલ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટની બેન્ચે નોટિસ પાઠવીને પાદરી સામે હાલ ચાલતી કાયદેસર કાર્યવાહી પર કામચલાઉ ધોરણે રોક લગાવી દીધી હતી. ઓર્ડરમાં નોંધવામાં આવ્યું કે, ‘અરજદાર તરફથી રજૂ થયેલા વકીલે જણાવ્યું હતું કે FIRમાં જે ગુજરાત ફ્રીડમ રિલિજિયન એક્ટની કલમ 3 અને 4 ઉમેરવામાં આવી છે, તે લાગુ પડતી નથી. સાથે એમ પણ ઉમેરવામાં આવ્યું કે, બાળકની માતા મૂળરૂપે ખ્રિસ્તી હતી અને અરજદાર, જે પેરિશ પાદરી છે, તેણે બાળકને ખ્રિસ્તી ધર્મમાં પ્રવેશ કરાવ્યો હતો. નોટિસ પાઠવીને ત્રણ દિવસમાં જવાબ માંગવામાં આવે છે તેમજ મામલાની આગામી સુનાવણી સુધી FIR પર કાર્યવાહી કરવા પર રોક લગાવવામાં આવે છે.’

    શું છે કેસ?

    આ મામલે કેસ વર્ષ 2020માં આણંદના પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો હતો. આરોપી આમોદના કેથલિક ચર્ચનો પાદરી છે. આરોપ છે કે તેણે એક સગીરના માતા-પિતા અને કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર જ એક હિંદુમાંથી ખ્રિસ્તીમાં ધર્માંતરણ કરાવી દીધું હતું. એક વ્યક્તિએ આ મામલે કલેક્ટરને અરજી કર્યા બાદ પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. 

    ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, સગીરના માતા-પિતા હિંદુ છે, તેમણે વર્ષ 2001માં પ્રેમલગ્ન કર્યાં હતાં. એમ પણ જણાવાયું છે કે સગીરના શાળા પ્રમાણપત્ર અને જાતિ પ્રમાણપત્રમાં ધર્મ હિંદુ દર્શાવવામાં આવ્યો છે. વર્ષ 2008માં બંનેના છૂટાછેડા થઇ ગયા હતા. ત્યારબાદ વર્ષ 2013માં આમોદના ચર્ચમાં બાળકનું તેની માતા અને પાદરીએ ધર્માંતરણ કરાવ્યું હતું. આરોપ છે કે તે માટે કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં