Tuesday, April 30, 2024
More
    હોમપેજદેશ'તમે ખૂબ સારું કાર્ય કરો છો... પરંતુ...'- સુપ્રીમ કોર્ટે કરી પતંજલિના બાબા...

    ‘તમે ખૂબ સારું કાર્ય કરો છો… પરંતુ…’- સુપ્રીમ કોર્ટે કરી પતંજલિના બાબા રામદેવની પ્રશંસા: બાલકૃષ્ણ આચાર્ય સાથે ‘સાર્વજનિક માફી’ માટે તૈયાર, વધુ સુનાવણી 23 એપ્રિલે

    કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બાબા રામદેવની પ્રશંસા કરી હતી. આ સાથે જ બાબા રામદેવ અને પતંજલિના મેનેજિંગ ડિરેકટર બાલકૃષ્ણ આચાર્યના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, તેઓ સાર્વજનિક માફી માટે તૈયાર છે.

    - Advertisement -

    પતંજલિ ભ્રામક જાહેરાત કેસ મામલે મંગળવારે (16 એપ્રિલ, 2024) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ હેમા કોહલી અને જસ્ટિસ અમાનુલ્લાહની બેન્ચે બાબા રામદેવની પ્રશંસા કરી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, બાબા રામદેવ ખૂબ સારું કામ કરી રહ્યા છે, તેમની પાસે પ્રતિષ્ઠા પણ ઘણી છે અને તેમણે ઘણું બધુ કર્યું પણ છે. આ સાથે જ બાબા રામદેવ અને પતંજલિના મેનેજિંગ ડિરેક્ટરે ‘સાર્વજનિક માફી’ માટે પણ સહમતી દર્શાવી છે.

    મંગળવારે (16 એપ્રિલે) પતંજલિ ભ્રામક જાહેરાત કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. તે દરમિયાન સુપ્રીમ કોર્ટે બાબા રામદેવની પ્રશંસા કરી હતી. આ સાથે જ બાબા રામદેવ અને પતંજલિના મેનેજિંગ ડિરેકટર બાલકૃષ્ણ આચાર્યના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, તેઓ સાર્વજનિક માફી માટે તૈયાર છે. આ સાથે જ તેમણે કહ્યું કે, “અમે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે ખૂબ જ ગંભીર છીએ. ” તેના પર જસ્ટિસ અમાનુલ્લાહે કહ્યું કે, તેના માટે તેમને સુપ્રીમ કોર્ટની સલાહની પણ જરૂર નથી.

    જસ્ટિસ કોહલીએ આ મામલે બાબા રામદેવને પૂછ્યું હતું કે, “તમે જે કર્યું છે, તે તમારા મતે યોગ્ય છે?’ તેના પર બાબા રામદેવે ઉત્તર આપ્યો હતો કે, “જજ સાહેબા, મારે બસ એટલું કહેવું છે કે, અમારાથી જે કઈપણ ભૂલ થઈ છે. તેના માટે અમે બિનશરતી માફી સ્વીકાર કરી લીધી છે.” આ સાથે જ બાબા રામદેવે કોર્ટને કહ્યું હતું કે, તેમણે આયુર્વેદમાં ઘણું રિસર્ચ કર્યું છે. તેથી તેમણે તેના વિશે વાત કરી હતી. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, “અસાધ્ય રોગો માટે બનેલી દવાઓનો પ્રચાર ન કરવો જોઈએ. આ કોઈ કરી શકે નહીં, કોઈએ કર્યો પણ નથી. તે ગેરબંધારણીય છે. તમે પ્રેસમાં જઈને બેજવાબદારીપૂર્વક કાર્ય કર્યું છે.”

    - Advertisement -

    ‘તમે ખૂબ સારું કામ કરો છો, કરતાં રહો’

    આ મામલે જસ્ટિસ અમાનુલ્લાહે કહ્યું કે, “તમારે એલોપેથીને ખરાબ કહેવાની જરૂર નહોતી, તમે ખૂબ સારું કામ કરો છો, તેને તમે કરતાં રહો. પરંતુ બીજી પદ્ધતિઓ પર શા માટે કઈ કહેવું જોઈએ.” તેના પર બાબા રામદેવે કહ્યું કે, એલોપેથી અને આયુર્વેદનો સંઘર્ષ લાંબા સમયથી છે. ભવિષ્યમાં આવી ભૂલો ના થાય તે માટે પ્રતિબદ્ધતા દર્શાવીએ છીએ. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે બાબા રામદેવના માફીનામાંનો સ્વીકાર કરે કે ના કરે તે માટે વિચાર-વિમર્શ કરશે.

    આ ઉપરાંત બાબા રામદેવ અને બાલકૃષ્ણ આચાર્યના વકીલ રોહતગીએ સુપ્રીમ કોર્ટ પાસેથી એક અઠવાડિયાનો સમય પણ માંગ્યો હતો. તેમણે કહ્યું કે, “એક અઠવાડિયાનો સમય આપો, તે દરમિયાન અમે જરૂરી તમામ પગલાં ભરીશું.” જેના પર જસ્ટિસ કોહલીએ તેમને અઠવાડિયાનો સમય આપ્યો છે અને કહ્યું છે કે, આ મામલે હવે વધુ સુનાવણી 23 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં