Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત રમખાણો મામલે પીએમ મોદીને મળેલી ક્લીન ચિટને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે...

    ગુજરાત રમખાણો મામલે પીએમ મોદીને મળેલી ક્લીન ચિટને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

    ગુજરાતના 2002ના રમખાણોમાં સુપ્રિમ કોર્ટ દ્વારા રચિત SIT દ્વારા નરેન્દ્ર મોદીને આપવામાં આવેલી ક્લીન ચીટ વિરુદ્ધ ઝાકિયા જાફરીની પીટીશન આજે સુપ્રિમ કોર્ટે કાઢી નાખી છે.

    - Advertisement -

    2002નાં ગુજરાત રમખાણો મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્મિત SITએ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્યોને આપેલ ક્લીન ચિટને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ અરજી કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરીનાં પત્ની ઝાકિયા જાફરીએ દાખલ કરી હતી.

    અરજી પર ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે તપાસમાં કાયદાના ઉલ્લંઘન સબંધિત અરજદારની દલીલ સ્વીકારી શકતા નથી. જેથી કોર્ટ એસઆઈટી દ્વારા રજૂ કરવામાં આવેલ અંતિમ રિપોર્ટને સ્વીકાર કરવા અને વિરોધ કરતી અરજીને નકારી કાઢવાના મેજિસ્ટ્રેટના નિર્ણયને યથાવત રાખે છે. કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે ઝાકિયા જાફરીની અરજી રદ કરવા લાયક છે. 

    ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ ક્લીન ચિટને પડકારતી અરજી દાખલ કરી હતી. અરજી દાખલ કરીને ગુજરાતનાં રમખાણોના કેસમાં એસઆઈટી દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય 64 વ્યક્તિઓને આપવામાં આવેલ ક્લીન ચિટને પડકારી હતી. તેમણે અરજીમાં કહ્યું હતું કે, SITએ સરકારના દબાણ હેઠળ તપાસ કરી હતી અને પુરાવાઓની યોગ્ય તપાસ કરવામાં આવી ન હતી. જાફરી તરફથી પૂર્વ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ કોર્ટમાં કેસ લડ્યા હતા. 

    - Advertisement -

    આ મામલાની સુનાવણી દરમિયાન ગત ડિસેમ્બરમાં SIT તરફથી સુપ્રીમ કોર્ટને કહેવામાં આવ્યું હતું કે ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોમાં ગુજરાત સરકારનો કોઈ હાથ ન હતો. સરકારે વ્યાપકપણે અને પૂરેપૂરી ક્ષમતા સાથે કામ કર્યું હતું. એસઆઈટીએ એમ પણ કહ્યું હતું કે, તમામ આરોપોની ગહન તપાસ કરવામાં આવી હતી અને તપાસ બાદ ક્યાંય મોટું ષડયંત્ર હોવાના પુરાવાઓ મળ્યા ન હતા. 

    એસઆટીએ એમ પણ કહ્યું હતું કે, એવું કહેવું અયોગ્ય છે કે રમખાણોને રોકવા તત્કાલીન રાજ્ય સરકારે કોઈ પગલાં લીધાં ન હતાં. હિંસા 28 ફેબ્રુઆરીના રોજ થઇ હતી અને ત્યારબાદ તુરંત જ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એક બેઠક કરીને તમામ પગલાં લેવા માંડ્યાં હતાં.

    SITએ કોર્ટને કહ્યું હતું કે, આ અરજી માત્ર મુદ્દાને ગરમ રાખવા માટેનો પ્રયાસ છે અને તેનાથી કશું સાબિત થતું નથી. જે બાદ કોર્ટે ગત 9 ડિસેમ્બરના રોજ નિર્ણય અનામત રાખ્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં