Monday, July 15, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ‘આ ગંભીર ઘટના, કોઈ એક વ્યક્તિની હત્યાનો મામલો નથી’: સુપ્રીમ કોર્ટે ગોધરા...

  ‘આ ગંભીર ઘટના, કોઈ એક વ્યક્તિની હત્યાનો મામલો નથી’: સુપ્રીમ કોર્ટે ગોધરા કાંડના ત્રણ ગુનેગારો શૌકત, બિલાલ અને સિદ્દીકીના જામીન ફગાવ્યા, કહ્યું- તેમની સક્રિય ભૂમિકા હતી

  સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા ભોગવી રહેલા સૌકત યુસુફ ઈસ્માઈલ મોહન, બિલાલ અબ્દુલ્લા ઈસ્માઈલ બાદામ ઘાંચી અને સિદ્દીકીને જામીન પર મુક્ત કરવાનો ઇનકાર કર્યો.

  - Advertisement -

  2002ના ગોધરા હિંદુ હત્યાકાંડમાં સાબરમતી એક્સપ્રેસના કોચને આગ લગાવવાના કેસમાં આજીવન કેદની સજા પામેલા ત્રણ દોષિતોને સુપ્રીમ કોર્ટે જામીન આપવાની ના પાડી છે. જામીન અરજી ફગાવતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મામલો ખૂબ જ ગંભીર છે અને કોઈ એક વ્યક્તિની હત્યાનો સવાલ નથી. કોર્ટે માન્યું કે ત્રણેય દોષિતોએ હત્યાકાંડમાં સક્રિય ભૂમિકા ભજવી હતી અને જેથી તેમને જામીન આપી શકાય નહીં.

  મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે, “આ ખૂબ ગંભીર ઘટના છે, કોઈ એક વ્યક્તિની હત્યાનો મામલો નથી. ગોધરા કાંડની ઘટનામાં આ ત્રણેય દોષિતોએ સક્રિય ભૂમિકા ભજવી હતી.” સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા ભોગવી રહેલા સૌકત યુસુફ ઈસ્માઈલ મોહન, બિલાલ અબ્દુલ્લા ઈસ્માઈલ બાદામ ઘાંચી અને સિદ્દીકીને જામીન પર મુક્ત કરવાનો ઇનકાર કરીને ઉમેર્યું કે, તેઓ આ મામલે ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને પડકારતી અરજીઓને યોગ્ય બેન્ચ સમક્ષ લિસ્ટ કરશે.

  આરોપીઓ તરફથી વકીલ સંજય હેગડેએ કોર્ટમાં દલીલ કરી કે, આ ત્રણેયને ટ્રાયલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. તેમાંથી એક ગુનેગાર 17 વર્ષ 6 મહિનાથી કસ્ટડીમાં છે, જ્યારે બીજો 20 વર્ષથી જેલમાં બંધ છે. વકીલ હેગડેએ દલીલ કરી હતી કે, આ ત્રણેયમાંથી બે ગુનેગારો નાના ગુનાઓમાં જેલમાં છે. તેમાંથી એક પર પથ્થરમારો કરવાનો અને બીજા પર લોકોનાં સામાન અને ઘરેણાં ચોરવાનો આરોપ છે. તેમણે એવી પણ દલીલ કરી કે, આ ઘરેણાં ક્યારેય પરત મળી શક્યાં નથી.

  - Advertisement -

  બીજી તરફ, સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર વતી હાજર રહેલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, બેમાંથી એક ગુનેગારે કાવતરું ઘડ્યું હતું અને હથિયારો સાથે લોકોને હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા. જેની ઉપર બેન્ચે પણ નોંધ્યું કે, હિંસા દરમિયાન ત્રણેય ગુનેગારોની અગત્યની ભૂમિકા જોવા મળી હતી. અહીં ઉલ્લેખનીય છે કે ટ્રાયલ કોર્ટે આપેલી આજીવન કેદની સજાને ગુજરાત હાઇકોર્ટે યથાવત રાખી હતી. ત્યારબાદ આરોપીઓએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેની ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

  નોંધનીય છે કે, 21 એપ્રિલ, 2023ના દિવસે ગોધરા હત્યાકાંડ મામલે આજીવન કેદની સજા પામેલા 8 ગુનેગારોને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. તેમાં અબ્દુલ સત્તાર ઈબ્રાહિમ ગદ્દી અસલા, યુનુસ અબ્દુલ હકક સમોલ, મોહમ્મદ હનીફ અબ્દુલ્લા મૌલવી બાદામ, અબ્દુલ રઉફ અબ્દુલ માજિદ ઈસા, ઈબ્રાહીમ અબ્દુલ રઝાક અબ્દુલ સત્તાર સમોલ, અયુબ અબ્દુલ ગની ઈસ્માઈલ પટાલિયા, સોહેબ યુસુફ અહેમદ કલંદર અને સુલેમાન અહેમદ હુસૈનનો સમાવેશ થાય છે. જ્યારે કોર્ટે ચાર ગુનેગારોની જામીન અરજી ફગાવી દીધી હતી.

  27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન પર ઉભેલી સાબરમતી એક્સપ્રેસના કોચ પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને મુસ્લિમ ટોળાએ આગ લગાવી દીધી હતી. અયોધ્યાથી આવતી આ ટ્રેનમાં મોટાભાગના હિંદુ કારસેવકો હતા. આ ઘટનામાં 27 મહિલાઓ અને 10 બાળકો સહિત કુલ 59 હિંદુઓ મૃત્યુ પામ્યા હતા.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં