Monday, September 9, 2024
More
    હોમપેજદેશતીસ્તા સેતલવાડની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી: ગુજરાત હાઇકોર્ટના ચુકાદા...

    તીસ્તા સેતલવાડની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી: ગુજરાત હાઇકોર્ટના ચુકાદા પર સ્ટે લંબાવાયો, રાજ્ય સરકાર પાસે પણ જવાબ મંગાયો

    ગુજરાત હાઈકોર્ટે સેતલવાડને તાત્કાલિક ધોરણે આત્મસમર્પણ કરવાનો આદેશ આપતા કહ્યું હતું કે, "તેમને જામીન આપવાનો અર્થ બે સમુદાય વચ્ચે દુશ્મનીમાં વધારો કરવો તેવો થશે"

    - Advertisement -

    ગુજરાત રમખાણોમાં સરકાર વિરુદ્ધ ખોટા પુરાવાઓ ઉભા કરવના આરોપોમાં મોડી રાત્રે સુપ્રીમ કોર્ટના બારણા ખખડાવી જામીન મેળવનાર તથાકથિત એક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનવણી હાથ ધરી છે. હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ રક્ષણ મેળવનાર તીસ્તાને સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના ચુકાદા પર સ્ટે લંબાવીને ધરપકડ સામે મેળવેલા રક્ષણની અવધી પણ લંબાવી દીધું છે. ત્યારે હવે આ મામલાની સુનવણી અગામી 19 જુલાઈ 2023ના રોજ કરવામાં આવશે.

    મીડિયા અહેવાલો અનુસાર તીસ્તા સેતલવાડની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનવણી હાથ ધરીને ગુજરાત હાઇકોર્ટના ચુકાદા પર સ્ટે લંબાવીને તેમને ધરપકડ સામે રક્ષણ આપ્યું હતું. આ પહેલા પણ 1 જુલાઈના રોજ સેતલવાડને 7 દિવસ માટે ધરપકડ સામે રક્ષણ આપવામાં આવ્યું હતું, જેની અવધી 8 જુલાઈના રોજ પૂર્ણ થવાની હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટની જસ્ટીસ બી.આર ગવઈ, જસ્ટીસ એ.એસ બોપન્ના, અને જસ્ટીસ દીપાંકર દત્તાની વિશેષ ખંડપીઠે આ મામલે ગુજરાત સરકારને નોટીસ પાઠવીને જવાબ પણ માંગ્યો છે.

    તો બીજી તરફ ગુજરાત સરકાર તરફથી આ મામલે વાંધો રજૂ કરતા સોલિટર જનરલ તુષાર મહેતા સાથે હાજર થયેલા એડીશનલ સોલિટર જનરલ એસ.વી રાજુએ કોર્ટને જણાવ્યું હતું કે તેમને કેટલાક દસ્તાવેજોના અનુવાદ માટે સમય જોઈએ છે, જેના પર સેતલવાડ તરફથી હાજર વકીલ કપિલ સિબ્બલે તાત્કાલિક સુનવણીની માંગ કરી હતી.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈ કોર્ટે તીસ્તા સેતલવાડની નિયમિત જમીન અરજી શનિવારે ફગાવીને 2002ના રમખાણો બાદ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ગુજરાત સરકારના નિર્દોષ અધિકારીઓ ફસાવવા માટે ખોટા પુરાવાઓ ઉભા કરવાના આરોપમાં તાત્કાલિક આત્મસમર્પણ કરવા નિર્દેશ આપ્યો હતો. ન્યાયાધીશ નિર્જર દેસાઈની કોર્ટે સેતલવાડની જામીન અરજી ફગાવીને કહ્યું હતું કે તેઓ પહેલેથી જ અંતરિમ જામીન પર જેલની બહાર છે.

    નોંધનીય છે કે ગુજરાત હાઈકોર્ટે સેતલવાડને તાત્કાલિક ધોરણે આત્મસમર્પણ કરવાનો આદેશ આપતા કહ્યું હતું કે, “તેમને જામીન આપવાનો અર્થ બે સમુદાય વચ્ચે દુશ્મનીમાં વધારો કરવો થશે. 127 પાનાંના આદેશમાં જસ્ટીસ નિર્જર દેસાઈએ કહ્યું હતું કે જો તીસ્તા સેતલવાડને જામીન આપવામાં આવશે તો તેનાથી સાંપ્રદાયિક ધ્રુવીકરણ વધશે અને સામુદાયિક વૈમનસ્ય વધુ ગાઢ બનશે.”

    જોકે ત્યારબાદ તીસ્તા સેતલવાડે ધરપકડથી બચવા મોડી રાત્રે સુપ્રીમ કોર્ટના બારણાં ખખડાવ્યા હતા. CJI ચંદ્રચુડે ભરતનાટ્યમનો કાર્યક્રમ જોતા જોતા સેતલવાડની અરજી પર નજર બનાવી રાખતા સુનિશ્ચિત કર્યું હતું કે આગલા દિવસે એટલેકે રવિવારે (2 જુલાઈ) જ સુનવણી થઈ જાય. આ દરમિયાન સેતલવાડની અરજી પર જે પીઠ અરજી સાંભળી રહી હતી તેમાં જામીન આપવા પર બેંચના મત અલગ પડવાની ખબર CJI ચંદ્રચુડને પડતા જ તેમણે અન્ય 2 જજોને આ પીઠનો ભાગ બનાવીને જામીન અરજી પર મહોર મારી તીસ્તા સેતલવાડની ધરપકડ પર રોક લગાવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં