ગોધરાકાંડના 9 માંથી 8 કેસ બંધ કરવાના આદેશ આપીને સુપ્રીમકોર્ટે ગોધરાકાંડ સુનવણીઓ બંધ કરી છે, આ તમામ બાબતોને લગતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતી. ચીફ જસ્ટિસ યુયુ લલિતની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે મંગળવારે (30 ઓગસ્ટ 2022) કહ્યું હતું કે આટલો વધારે સમય વીતી જવાપર ગોધરાકાંડ સુનવણીઓ કરવાનો કોઈ અર્થ નથી.
SC closes all proceedings arising out of 2002 riots in Gujarat. A batch of pleas was pending before SC. SC says cases have now become infructuous with passage of time, trials in 8 out of 9 cases are over&final arguments are going on in one case in trial court, Naroda Gaon,Gujarat pic.twitter.com/1db5ANs1AQ
— ANI (@ANI) August 30, 2022
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુજરાત રમખાણો સંબંધિત 9માંથી 8 કેસમાં નીચલી અદાલતોએ પોતાનો ચુકાદો આપ્યો છે. નરોડા ગામ સંબંધિત કેસની સુનાવણી હજુ ચાલી રહી છે. આવી સ્થિતિમાં, તેનાથી સંબંધિત કોઈ કેસની અલગથી સુનાવણી કરવાની જરૂર નથી.
ગોધરાકાંડ બાદ રમખાણોના કેસ સીબીઆઈને મોકલવા માટેની 11 અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી
ભાજપ વિરોધી લોબી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા 2002ના રમખાણોની ફાઈલો ફરીથી ખોલવાનું કાવતરું કરી રહી છે. ગુજરાત ગોધરા કાંડ રમખાણોની તપાસ માટે સીબીઆઈ માટે 11 અરજીઓ દાખલ કરવામાં આવી હતી, પરંતુ તે તમામને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. આ અરજીઓ 2002-2003 થી પેન્ડિંગ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેની 9 સભ્યોની SITએ આ મામલામાં તપાસ અને કાર્યવાહી માટે 9 કેસ જોયા છે, તેથી આ અરજીઓનું કોઈ ઔચિત્ય નથી.
2002ના ગુજરાત રમખાણ સાથે જોડાયેલા તમામ કેસ બંધ, સુપ્રીમ કોર્ટે કહ્યું- આટલો સમય વિતી ગયા પછી સુનાવણીનો કોઈ અર્થ નથી#Gujarat #SupremeCourt
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 30, 2022
9માંથી 8 કેસમાં ટ્રાયલ પણ પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે નવમા કેસમાં આખરી દલીલો ચાલી રહી છે. આ મામલો ગુજરાતના નરોડા ગામનો છે. બાબરીની જેમ સુપ્રીમ કોર્ટે યાદ અપાવ્યું કે આમાં ઘણો સમય વીત્યો છે. એસઆઈટીને નવમા કેસની તપાસ પૂર્ણ કરવા પણ કહેવામાં આવ્યું છે. 2008-10 ની વચ્ચે પણ કેટલીક ટ્રાન્સફર અરજીઓ આવી હતી. તિસ્તા સેતલવાડ પર એક અલગ કેસ ચાલી રહ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે જામીન અંગે યોગ્ય સત્તાધિકારી નિર્ણય લેશે. તેના પર ગુજરાત રમખાણોમાં નિર્દોષોને ફસાવવાનો આરોપ છે.
SCએ પીએમને આપેલી ક્લીનચીટને યથાવત રાખી
આ સાથેજ સુપ્રીમ કોર્ટે 24 જૂને ઝાકિયા જાફરી તરફથી PM મોદી સામે કરાયેલી અરજીને ફગાવી દીધી હતી. આ અરજી 2002 ગુજરાત રમખાણમાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપનાર SIT સામે દાખલ કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે ચૂકાદો સંભળાવતા કહ્યું હતું કે, ‘ઝાકિયાની અરજીમાં મેરિટ નથી.’
સુપ્રીમ કોર્ટે બાબરી કેસમાં પણ તમામ અવમાનના આરોપોની સુનાવણી પર રોક લગાવી
બાબરી મસ્જિદ તોડીને 30 વર્ષ થઈ ગયા છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે (30 ઓગસ્ટ, 2022) આ કેસ પછી શરૂ થયેલી તમામ સુનાવણી પર રોક લગાવી દીધી હતી. ઉત્તર પ્રદેશ સરકાર અને તેના અધિકારીઓ પર બાબરીને બચાવવા માટે કંઈ ન કરવાનો આરોપ હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આટલો સમય વીતી ગયો અને 2019માં રામજન્મભૂમિ અયોધ્યા કેસનો મોટો ચુકાદો આવ્યા બાદ તેનું કોઈ ઔચિત્ય નથી.
Gujarat Riots: Supreme Court Closes Cases Citing Completion Of Investigation By SIT [Video] @aaratrika_11,@KundanKulshresh https://t.co/FX43NUgvab
— Live Law (@LiveLawIndia) August 30, 2022
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલાઓ હવે સુનાવણી લાયક નથી. મોહમ્મદ અસલમ ભૂરેએ 1991માં આ અંગે અરજી કરી હતી અને ત્યારબાદ 1992માં તિરસ્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમનું પણ 2010માં અવસાન થયું હતું. એડવોકેટ એમએમ કશ્યપ આ કેસને આગળ વધારવા માંગતા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો હતો. તે સમયે યુપીમાં કલ્યાણ સિંહ મુખ્યમંત્રી હતા, જેનું હવે નિધન થઈ ગયું છે. બાબરી કેસમાં લાલકૃષ્ણ અડવાણી સહિત તમામ નેતાઓને ક્લીનચીટ મળી ચૂકી છે.
તીસ્તા સેતલવાડ પર સુનવણી ચાલુ
આ દરમિયાન સુપ્રીમ કોર્ટ તિસ્તા સેતલવાડની અરજી પર પણ સુનાવણી કરશે. તિસ્તા સેતલવાડની ગુજરાત રમખાણો સંબંધિત નકલી પુરાવા રજૂ કરવા અને નિર્દોષ લોકોને ફસાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત કેસમાં કોર્ટમાં હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ યુયુ લલિતની બેંચને જણાવ્યું હતું કે સેતલવાડની અરજી તૈયાર છે પરંતુ તેમાં થોડો સુધારો કરવાની જરૂર છે.