Wednesday, November 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઝડપી ન્યાય માટે મુખ્ય ન્યાયાધીશે બનાવી નવી સિસ્ટમ, સુપ્રીમ કોર્ટના 2 જજોની...

    ઝડપી ન્યાય માટે મુખ્ય ન્યાયાધીશે બનાવી નવી સિસ્ટમ, સુપ્રીમ કોર્ટના 2 જજોની બેન્ચે તેની સામે જ ઉઠાવી દીધા સવાલ!

    મુખ્ય ન્યાયાધીશે બનાવેલી નવી સિસ્ટમના કારણે કેસ સાંભળવામાં પૂરતો સમય ન મળતો હોવાનો ન્યાયાધીશોનો આરોપ.

    - Advertisement -

    તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનેલા જસ્ટિસ યુ.યુ લલિતે લાગુ કરેલી નવી લિસ્ટિંગ સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટની જ એક બેન્ચે પ્રશ્નો ઉભા કર્યા છે. એટલું જ નહીં, પરંતુ સુપ્રીમ કોર્ટની જ ખંડપીઠે મુખ્ય ન્યાયાધીશ દ્વારા લાગુ કરવામાં આવેલ નવી સિસ્ટમને વખોડી કાઢી છે અને સવાલ ઉઠાવ્યા છે.

    મામલો 13 સપ્ટેમ્બર (મંગળવાર)ના રોજનો છે. જ્યારે જટસીસ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જસ્ટિસ યુ.યુ લલિત દ્વારા લાગુ કરવામાં આવેલ નવી લિસ્ટિંગ સિસ્ટમ અંગે ટીકા કરતા કહ્યું કે, તેના કારણે ન્યાયાધીશોને નિર્ણય લેવામાં પૂરતો સમય મળી રહ્યો નથી. 

    રિપોર્ટ  અનુસાર, આ ખંડપીઠમાં જસ્ટિસ સંજય કિશન કૌલ તેમજ જસ્ટિસ અભય એસ ઓકા પણ સામેલ હતા. તેઓ નાગેશ ચૌધરી વિ. ઉત્તર પ્રદેશ સરકારના કેસમાં સુનાવણી કરી રહ્યા હતા તે દરમિયાન આ ટિપ્પણી કરી હતી. હાલ આ કેસની સુનાવણી 15 નવેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. 

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે, નવી સિસ્ટમના કારણે બપોરના સત્રમાં અનેક કેસ આવી જાય છે અને જેના કારણે ન્યાયાધીશોને નિર્ણય લેવામાં પૂરતો સમય મળી રહ્યો નથી. 

    મુખ્ય ન્યાયાધીશ યુ.યુ લલિતે લાગુ કરેલી નવી સિસ્ટમ અનુસાર 30 જજો માટે 2 અલગ-અલગ શિફ્ટ કરવામાં આવી છે. જેમાં સોમવારથી શુક્રવાર સુધી તેમણે નવા દાખલ કરવામાં આવેલ કેસ માટે 15 અલગ-અલગ ખંડપીઠમાં સુનાવણી કરવાની રહે છે. 

    સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવતા આ કેસની સંખ્યા દૈનિક ધોરણે 60થી વધુની રહે છે. આ નવી લિસ્ટિંગ સિસ્ટમ અનુસાર મંગળવાર, બુધવાર અને શુક્રવારે આ જ જજ સવારે 10:30 થી બપોરે 1 વાગ્યા સુધી 33 જજોની પીઠ તરીકે કાયદાના જરૂરી જૂના કેસ હાથ પર લે છે. 

    અન્ય એક અહેવાલ જણાવે છે કે, આ જજોની પીઠે બપોરે 2 કલાકમાં 30 કેસની સુનાવણી કરવાની રહે છે. જેથી એક કેસ માટે જજોને લગભગ 4 મિનિટનો સમય મળે છે. જોકે, પછીથી (13 સપ્ટેમ્બર, મંગળવારે) મુખ્ય ન્યાયાધીશે આ કેસની સંખ્યા ઘટાડીને 20 કરી દીધી હતી. જેથી હવે 2 કલાકમાં 20 કેસ સાંભળવાના રહે છે. જોકે, એક બેન્ચે તેની સામે પણ વાંધો ઉઠાવ્યો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં