Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુંબઈમાં આગામી 'હિંદુ જન આક્રોશ' રેલી પ્રતિબંધિત કરવાની પિટિશન SCએ ફગાવી: રેલીનું...

    મુંબઈમાં આગામી ‘હિંદુ જન આક્રોશ’ રેલી પ્રતિબંધિત કરવાની પિટિશન SCએ ફગાવી: રેલીનું વિડીયો રેકોર્ડિંગ કરવા સરકારને અપાયો આદેશ

    હમણાં સુધીમાં સમગ્ર મહારાષ્ટ્રમાં 30 જેટલી ‘હિંદુ જન આક્રોશ મોરચા’ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. આવી રેલીઓમાં હજારો હિંદુઓ એકઠા થાય છે અને બળજબરીથી ધર્મ પરિવર્તન સામે કડક કાયદાના અમલની માંગ કરે છે.

    - Advertisement -

    શુક્રવારે, સુપ્રીમ કોર્ટે સોમવાર, 5 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં સૂચિત ‘હિંદુ જન આક્રોશ સભા’ પર પ્રતિબંધની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. શાહીન અબ્દુલ્લા નામના અરજદારે સકલ હિંદુ સમાજની રેલી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી કોર્ટનો સંપર્ક કર્યો હતો. અરજદારે એવો આક્ષેપ કર્યો હતો કે 29 જાન્યુઆરીએ મુંબઈમાં ‘હિંદુ જન આક્રોશ મોરચા’ દરમિયાન મુસ્લિમ વિરોધી નફરતભર્યા ભાષણો આપવામાં આવ્યા હતા.

    જસ્ટિસ કેએમ જોસેફ અને જેબી પારડીવાલાની બનેલી સર્વોચ્ચ અદાલતની બેંચે મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા લેવામાં આવેલી બાંયધરી સ્વીકારીને રેલી પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો કે જો સકાઈ હિંદુ સમાજને 5 ફેબ્રુઆરીએ તેની આયોજિત બેઠકનું આયોજન કરવા માટે મંજૂરી આપવામાં આવે છે, તે એવી શરતને આધીન રહેશે કે “કોઈ પણ દ્વેષપૂર્ણ ભાષણ કરશે નહીં અને કાયદાની અવગણના અથવા જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડશે નહીં”.

    સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મહારાષ્ટ્ર સરકાર વતી બેન્ચ સમક્ષ આ ખાતરી આપી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તેમને આ ઘટનાની વિડીયોગ્રાફી કરવાનો આદેશ આપ્યો હતો.

    - Advertisement -

    અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે એવી દલીલ કરી હતી કે પોલીસે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 151નો ઉપયોગ કરવો જોઈએ જે પોલીસને અગાઉની મીટિંગની ઘટનાઓના પ્રકાશમાં આયોજકો સામેના નોંધનીય ગુનાઓને રોકવા માટે લોકોની ધરપકડ કરવાની સત્તા પ્રદાન કરે છે. એસજી મહેતાએ અરજદારના દાવા સામે વાંધો ઉઠાવ્યો હતો.

    કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે, “અમે અધિકારીઓને એ પણ નિર્દેશ આપીએ છીએ કે, જો પરવાનગી આપવામાં આવે અને જો કલમ 151 હેઠળ સત્તાનો ઉપયોગ કરવાનો પ્રસંગ ઉભો થાય, તો તે સંબંધિત અધિકારીઓની ફરજ છે કે તેઓ કલમ 151ના આદેશને લાગુ કરે.”

    સિબ્બલના આગ્રહને સ્વીકારતા કે મીટિંગના વિડીયો ઉતારવામાં આવે અને કોર્ટમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવે, બેન્ચે તે માટે વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરને નિર્દેશ જારી કર્યો હતા. વિડીયોની સામગ્રી કોર્ટને ઉપલબ્ધ કરાવવી આવશ્યક છે. ખંડપીઠે સોલિસિટર જનરલને 29 જાન્યુઆરીએ સંસ્થાની બેઠક અંગે અરજદારના આક્ષેપો અંગે રાજ્ય પાસેથી દિશાનિર્દેશો મેળવવા જણાવ્યું હતું.

    હમણાં સુધી મહારાષ્ટ્રમાં 30 ‘હિંદુ જન આક્રોશ મોરચા’ રેલી યોજાઈ ચુકી છે

    ઉલ્લેખનીય છે કે હમણાં સુધીમાં સમગ્ર મહારાષ્ટ્રમાં 30 જેટલી ‘હિંદુ જન આક્રોશ મોરચા’ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. આવી રેલીઓમાં હજારો હિંદુઓ એકઠા થાય છે અને બળજબરીથી ધર્મ પરિવર્તન સામે કડક કાયદાના અમલની માંગ કરે છે.

    મુંબઈ, પરભણી, નાંદેડ, અહેમદનગર, કોલ્હાપુર, ગઢચિરોલી, સતારા, કરાડ, સાંગલી, સોલાપુર, પુણે, ધુલે, જલગાંવ, નાગપુર, અમરાવતી, હિંગોલી, બુલઢાણા, કોલ્હાપુર અને જાલના સહિત 20થી વધુ જિલ્લાઓમાં આવી રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે.

    રવિવારે મુંબઈમાં મોરચામાં 1 લાખ લોકોની શાંતિપૂર્ણ ભાગીદારી જોવા મળી, જે દાદરના છત્રપતિ શિવાજી મહારાજ પાર્કથી શરૂ થઈ અને પ્રભાદેવીના કામગાર મેદાનમાં સમાપ્ત થઈ હતી. હિંદુ સંગઠનો, ઉત્સવ મંડળો અને નાગરિકો અને હિંદુઓના કલ્યાણ માટે કામ કરતી NGOએ રેલીમાં ભાગ લીધો હતો. આરએસએસ, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ ઉપરાંત, ભાજપ અને શિવસેના (શિંદે જૂથ)ના ઘણા નેતાઓ અને ધારાસભ્યો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં