Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુનીલ શેટ્ટીએ યોગી આદિત્યનાથ પાસે બોલીવુડને બહિષ્કારના મારથી ઉગારવા મદદ માંગી, કહ્યું:...

    સુનીલ શેટ્ટીએ યોગી આદિત્યનાથ પાસે બોલીવુડને બહિષ્કારના મારથી ઉગારવા મદદ માંગી, કહ્યું: ‘ખતરનાક છે આ ટ્રેન્ડ, અમે ડ્રગ્સ નથી લેતા’

    બેઠક દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં બની રહેલી ફિલ્મ સિટી પર બોલિવૂડ સ્ટાર્સ સાથે વાત કરી હતી. સુનીલ શેટ્ટી ઉપરાંત કૈલાશ ખેર, સુભાષ ઘાઈ, જેકી શ્રોફ, સોનુ નિગમ, રવિ કિશન અને બોની કપૂર સહિત અનેક મોટી બોલીવુડ હસ્તીઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી બોલીવુડ બહિષ્કારની આગમાં ભડકે બળી રહ્યું છે, અને અત્યાર સુધી આ આગમાં બોલીવુડના કરોડો રૂપિયા રાખ થઇ ચુક્યા છે, વર્ષોથી દેશની જનતાને પોતાની મનમરજીથી હાંકનાર અને પોતાને સર્વેસર્વા સમજતી બોલીવુડ ઇન્ડસ્ટ્રીને દેશની જનતાએ તેમનું વાસ્તવિક સ્થાન દેખાડી દીધું છે. તેવામાં હવે બોલીવુડ સ્ટાર સુનીલ શેટ્ટીએ યોગી આદિત્યનાથ પાસે બોલીવુડને બહિષ્કારના મારથી ઉગારવા મદદ માંગી છે.

    અહેવાલો અનુસાર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી બે દિવસીય મુંબઈ યાત્રા પર હતા. આ દરમિયાન સીએમ યોગીએ નોઈડા ફિલ્મ સિટીના પ્રોજેક્ટને લઈને સુનીલ શેટ્ટી, સુભાષ ઘાઈ, જેકી શ્રોફ, રાજકુમાર સંતોષી, મનમોહન શેટ્ટી અને બોની કપૂર સહિત ફિલ્મ જગતના લોકોને મળ્યા હતા.આ દરમિયાન બોલીવુડ સ્ટાર સુનીલ શેટ્ટીએ યોગી આદિત્યનાથ પાસે બોલીવુડને બોયકોટથી ઉગારવા મદદ માંગી હતી, તેમણે કહ્યું હતું કે, “90 ટકા બોલિવૂડ ડ્રગ્સ લેતું નથી. તેઓ તેમના કામને લોકો સુધી પહોંચાડવા માટે જ મહેનત કરે છે. એટલા માટે જરૂરી છે કે બોલીવુડ બોયકોટ ટેગ હટાવી દેવામાં આવે, જેથી બોલીવુડની કલંકિત ઈમેજને સુધારી શકાય. તેણે એમ પણ કહ્યું કે ‘આ ટેગ હટાવવાની જરૂર છે”

    બેઠક દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં બની રહેલી ફિલ્મ સિટી પર બોલિવૂડ સ્ટાર્સ સાથે વાત કરી હતી. સુનીલ શેટ્ટી ઉપરાંત કૈલાશ ખેર, સુભાષ ઘાઈ, જેકી શ્રોફ, સોનુ નિગમ, રવિ કિશન અને બોની કપૂર સહિત અનેક મોટી બોલીવુડ હસ્તીઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો. સુનીલ શેટ્ટીએ માંગેલી મદદના જવાબમાં સીએમ યોગીએ કહ્યું હતું કે આપ સારું કામ કરશો તો લોકો તેને વધાવશેજ, બોલીવુડ ઇન્ડસ્ટ્રીએ દેશને ઘણું આપ્યું છે, હિન્દી ભાષાનો વિસ્તાર કરવામાં બોલીવુડનો મોટો ફાળો છે, સારું કામ લોકોને વધાવશે જ. ભગવાન રામને પણ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો.

    - Advertisement -

    યુપીમાં ફિલ્મ અને વેબ-સીરીઝ નિર્માણ પર યોગી આપશે સબસીડી

    ઉત્તરપ્રદેશમાં મિર્ઝાપુર, પાતાલ લોક, રક્તાંચલ અને ભોકાલ જેવી વેબ સિરીઝનું નિર્માણ થઈ ચૂક્યું છે. હવે આવી વધુ વેબ સિરીઝ બની શકે તે માટે યોગી સરકારે એ દિશામાં વધુ એક પગલું આગળ વધાર્યું છે કે યુપીમાં વધુને વધુ ફિલ્મોનું શૂટિંગ થાય તે માટે યોગી સરકાર રાજ્યમાં બનતી વેબ સિરીઝમાં 50 ટકા સબસિડી આપવાની તૈયારી કરી રહી છે. આ બાબતે સીએમ યોગીએ કહ્યું છે કે વેબ સિરીઝને લઈને ઈન્ડસ્ટ્રીનું ધ્યાન આકર્ષિત કરવા સબસિડી આપવાની યોજના છે. આ સાથે સ્ટુડિયો લેબ માટે પણ 25 ટકા ડિસ્કાઉન્ટ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે.

    ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથે પોતાની મુંબઈ યાત્રા દરમિયાન બોલીવુડ ઇન્ડસ્ટ્રીના અનેક લોકો સાથે મુલાકાત લીધી હતી, આ મુલાકાતનો હેતુ અગામી સમયમાં ઉત્તરપ્રદેશમાં બનનારી ફીલ્મસીટીના વિકાસ અને યુપીમાં વધુમાં વધુ કામ થઇ શકે અને મનોરંજન સંસાધનોનો વિકાસ થાય તે હતો. આ મુલાકાતમાં અનેક વિષયો પર બોલીવુડના જાણીતા લોકોએ મોકળા મને વાત કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં