Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહાઠગને બનવું છે મહાદાની: સુકેશ તેના સાથે જેલમાં રહેતા કેદીઓને દાન કારવા...

    મહાઠગને બનવું છે મહાદાની: સુકેશ તેના સાથે જેલમાં રહેતા કેદીઓને દાન કારવા માંગે છે પાંચ કરોડથી વધુની રકમ, જેલ ડીજીને પત્ર લખી માંગી મંજુરી

    સુકેશે પત્રમાં લખ્યું છે કે “હું જયારે એવા કેદીઓને જોઉં છું કે તે લોકો જામીન રકમ ન ભરી શકવાના કારણે જેલમાં છે અને પરિવારને મળી શકતા નથી, એ જોઇને મને દુખ લાગે છે. ખાસ કરીને તેના બાળકો બાબતે વિચારીને ઘણું દુખ થાય છે.”

    - Advertisement -

    મહાઠગ સુકેશ તિહાડ જેલમાં હોવા છતાં તેની કોઈના કોઈ હરકતના કારણે ચર્ચામાં જ રહે છે. હાલમાં તેણે જેલ ડીજીને પત્ર લખીને જેલમાં તેની સાથે રહેલા કેદીઓને મદદ કરવા માટે દાન આપવાની મંજુરી માંગી છે. આ મદદ તે જામીન રકમ ભરવા માટે આપવા માંગે છે. 

    મળતી માહિતી મુજબ, મહાઠગ સુકેશે દિલ્લીના જેલ ડીજીને પત્ર લખ્યો છે. જેમાં તે તેની સાથે જેલમાં રહેલા કેદીઓને દાન આપવાની મંજુરી માંગી છે. સુકેશ એવા કેદીઓને મદદ કરવા માંગે છે જે કેદીઓ પોતાની જામીન મેળવવા પુરતી રકમ પણ જમા કરાવી શક્યા નથી. સુકેશ કુલ પાંચ કરોડ અગિયાર લાખ જેટલી રકમનું દાન કરવા માંગે છે. 

    સુકેશ ચંદ્રશેખરે પોતાના પત્રમાં લખ્યું છે કે “હું જેલના મારા સાથી કેદીઓ માટે જામીન બોન્ડ ભરવા માંગુ છું, જેઓ ઘણા વર્ષોથી જેલમાં છે અને જેમના પરિવારો તેમની જામીનની રકમ ચૂકવવા સક્ષમ નથી, ખાસ કરીને જેમના બાળકો નાના છે.” આ દાન તે પોતાના જન્મદિવસ નિમિત્તે આપવા માંગે છે. આવનારી 25 માર્ચે તેનો જન્મદિવસ છે. પોતાનો જન્મદિવસ તે સાથી કેદીઓના કલ્યાણ માટે કરોડોની રકમ દાન કરવા માંગે છે.  સુકેશે પત્રમાં ઈ.સ. 2017થી લઈને હમણા સુધીમાં 400થી વધુ કેદીઓને મદદ કરી હોવાનો દાવો કર્યો છે. જો કે આ આખા મામલે જેલ પ્રશાસન તરફથી કોઈ જ પ્રતિક્રિયા આવી નથી. 

    - Advertisement -

    સુકેશે પત્રમાં લખ્યું છે કે “હું જયારે એવા કેદીઓને જોઉં છું કે તે લોકો જામીન રકમ ન ભરી શકવાના કારણે જેલમાં છે અને પરિવારને મળી શકતા નથી, એ જોઇને મને દુ:ખ થાય છે. ખાસ કરીને તેના બાળકો બાબતે વિચારીને ઘણું દુ:ખ લાગે છે.” સાથે તેણે એ પણ કહ્યું છે કે હું એ રકમ દાન આપવા માંગું છું તેના તમામ કાયદાકીય કાગળો પણ બતાવીશ. જેથી બ્લેક મની નથી જે જાણી શકાશે. 

    સુકેશના પત્રનો આધાર લઈએ તો તેના કહેવા અનુસાર તે અને તેનો પરિવાર વર્ષોથી શારદા અમ્મા ચેરીટેબલ ટ્રસ્ટ અને ચંદ્રશેખર કેન્સર ફાઉન્ડેશનના માધ્યમથી અસંખ્ય ગરીબ પરિવારોની મદદ કરી ચુક્યા છે. જેમાં જે પણ ગરીબ લોકો કેન્સરથી પીડિત છે તેને નિશુલ્ક કીમોથેરાપી પૂરી પાડી છે. 

    આ પહેલીવાર નથી કે સુકેશે જેલમાંથી પત્ર લખ્યો હોય, આ પહેલા તેને પત્ર લખીને જજની બદલી કરવાની માંગ કરી હતી. ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતાઓ બાબતે પણ લખીને લેટર બોમ્બ ફોડતો રહ્યો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં