Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મનિષ સિસોદિયાના નંબર પરથી મળી ધમકી’: સુકેશ ચંદ્રશેખરે એલજીને વધુ એક પત્ર...

    ‘મનિષ સિસોદિયાના નંબર પરથી મળી ધમકી’: સુકેશ ચંદ્રશેખરે એલજીને વધુ એક પત્ર લખ્યો, કહ્યું- તેઓ સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે

    જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા અને મંત્રી સત્યેન્દ્ર જૈન સામે કરવામાં આવેલ ફરિયાદ પરત ખેંચી લેવા માટે જેલ પ્રશાસનમાંથી તેને ધમકાવવામાં આવી રહ્યો હોવાનો સુકેશનો દાવો.

    - Advertisement -

    જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના ઉપરાજ્યપાલ વી. કે સક્સેનાને વધુ એક પત્ર લખ્યો છે. જેમાં તેણે દાવો કર્યો છે કે તેના પરિવારને મનિષ સિસોદિયા સાથે જોડાયેલા એક નંબર દ્વારા ધમકી આપવામાં આવી છે. એમ પણ કહેવામાં આવ્યું છે કે તેના પરિવારને એક JK નામનો શખ્સ ધમકી આપી રહ્યો છે, જે સત્યેન્દ્ર જૈનનો નજીકનો માણસ છે. 

    અહેવાલો અનુસાર, પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ લોકોએ ખોટી રીતે જેલ રેકોર્ડમાંથી મારા પરિવારના નંબર મેળવી લીધા છે. તેણે કહ્યું કે, આ તેની અને તેના પરિવારની સુરક્ષામાં મોટી ચૂક છે. તેણે કહ્યું કે, જેલ પ્રશાસન તેમના નિયંત્રણ હેઠળ આવતું હોવાના કારણે સત્તાનો દુરુપયોગ કરીને તેના પરિજનોના નંબર મેળવી લેવામાં આવ્યા હતા. 

    એલજીને લખેલા પત્રમાં સુકેશે આરોપ લગાવ્યો કે, જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા અને મંત્રી સત્યેન્દ્ર જૈન સામે કરવામાં આવેલ ફરિયાદ પરત ખેંચી લેવા માટે જેલ પ્રશાસનમાંથી તેને ધમકાવવામાં આવી રહ્યો છે. તેણે કહ્યું કે, આગલી ફરિયાદોની તપાસ માટે એલજી ઓફિસ દ્વારા બનાવવામાં આવેલ સમિતિ સમક્ષ નિવેદન નોંધાવ્યા બાદ 15 નવેમ્બરના રોજ જેલ પ્રશાસને તેને ધમકી આપી હતી. 

    - Advertisement -

    પત્રમાં તેણે એમ પણ કહ્યું છે કે, તેના પરિવારને 16 અને 17 નવેમ્બરના રોજ સત્યેન્દ્ર જૈનના એક નજીકના સહયોગી તરફથી ધમકીભર્યા કોલ આવ્યા હતા અને 21 અને 24 નવેમ્બરના રોજ જૈન અને મનિષ સિસોદિયાના વેરિફાઇડ નંબરો પરથી કોલ આવ્યા હતા. 

    આ પહેલાં પણ સુકેશ દિલ્હીના એલજીને અનેક પત્ર લખી ચૂક્યો છે. આ પત્રોમાં તેણે દિલ્હી સીએમ કેજરીવાલ પર આરોપ લગાવતાં કહ્યું હતું કે, તેમણે તેને રાજ્યસભા સીટ માટે ઓફર આપીને 50 કરોડ લીધા હતા. ઉપરાંત, કારોબારીઓ સાથે તેને પાર્ટીમાં જોડીને 500 કરોડ એકઠા કરવા માટે કહ્યું હતું અને જે બદલ તેને કર્ણાટકમાં મોટું પદ ઓફર કરવામાં આવ્યું હતું. 

    તેણે જેલમાં બંધ સત્યેન્દ્ર જૈન પર પણ આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું કે, સત્યેન્દ્ર જૈને તેને પૈસા આપવા માટે મજબુર કર્યો હતો અને દબાણના કારણે 2-3 મહિનાના સમયગાળામાં 10 કરોડ રૂપિયાની રકમ વસૂલવામાં આવી હતી. એક પત્રમાં તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલ સામે બોલવાના કારણે તેને જેલમાં ધમકીઓ આપવામાં આવી હતી. તેણે તિહાડ જેલમાંથી ખસેડવા માટે પણ અપીલ કરી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં