Thursday, April 25, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઓનલાઇન ખરીદી કરવાનો શોખ છે? તો ચેતી જજો: સુરતના સુફિયાને હજારો મહિલાઓ...

  ઓનલાઇન ખરીદી કરવાનો શોખ છે? તો ચેતી જજો: સુરતના સુફિયાને હજારો મહિલાઓ સાથે કરી કરોડોની છેતરપિંડી; પૈસા લઈને સમાન નહોતો મોકલતો

  સુફિયાન વોટ્સએપ ણ ઈન્સ્ટાગ્રામ પર મોંઘા કપડાંઓની પોસ્ટ કરીને સસ્તામાં તેને વેચવાના બહાને મહિલાઓ પાસે ઓર્ડર લેતો હતો. જે માટે એડવાન્સમાં પૈસા લઈને માલ મોકલતો નહોતો. તેની પાસે ગુજરાતબહારની 1000થી વધુ મહિલાઓના કોન્ટેક્ટ નંબરનું લિસ્ટ મળી આવ્યું હતું.

  - Advertisement -

  ઇન્ટરનેટ જેટલું આપણું જીવન સરળ બનાવ્યું છે એટલા જ સામે નવા નવા ભય પણ ઉભા કર્યા જ છે. હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે ફરી સાબિત કરે છે કે આ ઇન્ટરનેટ વરદાનની સાથે સાથે અભિશાપ પણ સાબિત થઇ શકે છે. સુરતની ખટોદરા પોલીસે ખટોદરાથી 26 વર્ષના ભેજાબાજ સુફિયાનની ધરપકડ કરી છે જે મહિલાઓ સાથે ઓનલાઇન ઠગી કરતો હતો.

  અહેવાલો અનુસાર સુરત શહેરનાં ખટોદરા પોલીસને એક ફરિયાદ મળી હતી કે, એક યુવકે મોબાઈલ વોટ્સએપ થકી પેમેન્ટ લઈ માલ મોકલ્યો નથી. તે બાબતે પોલીસે તપાસ કરતા સુફિયાન નામના એક ભેજાબાજને ઝડપી પાડ્યો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી 12 એકાઉન્ટની પાસબુક મળી આવી હતી. જેમાં કરોડોનું ટ્રાંજેકશન થયું હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  4997 રૂ. માટે નોંધાઈ હતી ફરિયાદ

  આમ તો સાઇબર ક્રાઇમ અને સાઇબર ઠગાઈના ગુન્હા હવે કાંઈ નવા નથી રહ્યા. હવે દર આતરા દિવસે આ રીતના કિસ્સાઓ સામે આવતા જોવા મળે છે. આ જ શ્રેણીમાં સુરતના ખટોદરામાં રહેતા એક વ્યક્તિએ ઓનલાઇન માલનો ઓડર આપ્યો હતો. અને એ માટે QR કોડ મારફતે 4997 રૂ. પણ ચૂકવ્યા હતા.

  - Advertisement -

  ચુકવણી કર્યાના ઘણા દિવસો બાદ પણ તેને પોતાનો માલ ના મળતા તેણે જયારે તે નંબર પર કોલ કર્યા તો તે બ્લોક જોવા મળ્યો હતો. બાદમાં તેને ખટોદરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.

  પોલીસે વિષયને ગંભીરતાને લઈને સાઇબર ક્રાઇમ અંતર્ગત ગુન્હો નોંધ્યો હતો તથા પોલતાની ટેક્નિકલ ટિમ અને સ્થાનિક સૂત્રોની મદદથી ખટોદરા પોલીસે સુરાતના ગોપીપુરમાં રહેતા સુફિયાન સાજીદ રંગૂનવાલાને પકડી પાડ્યો હતો.

  સુફિયાન પાસેથી 33 મોબાઈલ, 38 સિમ અને અનેક QR કોડ મળ્યા

  ખટોદરા પોલીસે સુફિયાનની તલાશી લેતા તેની પાસેથી 12 બેન્ક એકાઉન્ટની પાસબુક મળી આવી હતી. પોલીસે તપાસ કરતા આ બેન્ક એકાઉન્ટમાંથી કરોડોનું ટ્રાન્જેક્શન મળી આવ્યા હતા.

  પોલીસે વધુ તપાસ કરતા આ ભેજાબાજ પાસેથી 33 મોબાઈલ, 38 સીમકાર્ડ, 12 ચેકબુક, google પે તથા ફોન પેના 18 ક્યુઆર કોડ, 7 ડેબિટ કાર્ડ અને કોમ્પ્યુટર કબ્જે કર્યા હતા. સાથે જ 40 હજાર રોકડા સહિત યુવક પાસેથી 2,39,600 નો મુદામાલ કબ્જે કર્યો હતો. સાથે જ આરોપીના 12 એકાઉન્ટમાં રહેલા 4,18,227 ફ્રીઝ કર્યા હતા. આ આરોપીની પૂછપરછ કરતા તેની પાસે 1 હજાર જેટલી મહિલાઓના કોન્ટેકટ મળી આવ્યા હતા.

  મહિલાઓને લોભાવીને કરતો હતો ઠગાઈ

  સુરતના ગોપીપુરાના મોમનાવાડ ખાતે પણ કોમ્પ્લેક્ષમાં રહેતો આ આરોપી સુફિયાન સાજીદ રંગૂનવાલા 26 વર્ષનો છે અને માત્ર 10મુ ભણેલો છે. સુફિયાન ઇન્સ્ટાગ્રામ પર લેડીઝવેરના આધુનિક કપડાં, બેગ, બાળકોની સાઇકલ સહિત વગેરે લિંક સાથેની પોસ્ટ કરી મહિલાઓના મોબાઈલ નંબર મેળવી લેતો હતો. બાદમાં પોતાના અલગ અલગ મોબાઈલમાં આ નંબરો સેવા કરી લેતો અને તેમનું બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવીને તેમને રોજ જુદી જુદી લોભામણી ઓફરો આપતો હતો.

  ઘણી મહિલાઓ તેની આ લોભામણી જાહેરાતોના જાળમાં ફસાઈ જતી હતી અને પોતાનો ઓડર લખાવી દેતી હતી. આ માટે તેઓ QR કોડ મારફતે આ ઠગને ચુકવણી પણ કરી દેતા હતા. જેવું કોઈના દ્વારા પેમેન્ટ પ્રાપ્ત થયા એટલે સુફિયાન તરત જ તેમના નંબરને બ્લેકલિસ્ટમાં નંખાઈ દેતો હતો અને કોઈ જ માલ મોકલાતો નહોતો.

  ઘણા દિવસો સુધી જયારે પોતાનો પેમેન્ટ કરેલો માલ ન મળતા જયારે ગ્રાહક સુફિયાનના નંબર પર કોલ કરતા ત્યારે તેમને ખબર પડતી કે તેઓ બ્લોક છે અને તેમની સાથે છેતરપિંડી થઇ ચુકી છે. પરંતુ ત્યાં સુધી ખુબ મોડું થઇ ચૂક્યું હોય છે.

  ગુજરાતના અનેક શહેરો ઉપરાંત ગુજરાત બહાર પણ તેણે ઠગાઈ કરી હતી

  ધરપકડ બાદ પોલીસે સુફિયાનના ગુનાહિત ઇતિહાસની તપાસ કરતા સુરતના પાલ પોલીસ સ્ટેશન, લાલગેટ પોલીસ સ્ટેશન તેમજ અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું હતું.

  આ ઉપરાંત દિલ્હીમાં અને રાજ્યસ્થાનમાં પણ આ આરોપી વિરુદ્ધ છેતરપિંડીના ગુના નોંધાયા છે. સુફિયાન પાસેથી 25 હજારથી વધુ લોકોના નંબર સાથેનો દેતા મળી આવેલ છે. ત્યારે પોલીસે રાજ્ય વ્યાપી સાયબર રેકેટ ચલાવતા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં