Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅક્ષયની ફિલ્મ રામ-સેતુ પર સુબ્રમણ્યમ સ્વામીની લાલ આંખ: કહ્યું મુદ્દ્દાને ખોટી રીતે...

    અક્ષયની ફિલ્મ રામ-સેતુ પર સુબ્રમણ્યમ સ્વામીની લાલ આંખ: કહ્યું મુદ્દ્દાને ખોટી રીતે પ્રદર્શિત કરવા બદલ કેસ કરીશું, અભિનેતાની ધરપકડ કરવામાં આવે

    અક્ષય કુમારની આગામી ફિલ્મ રામસેતુ વિવાદમાં ફસાતી જોવા મળી રહી છે કારણકે રાજ્યસભાના સંસદ સભ્ય સુબ્રમણ્યમ સ્વામી આ ફિલ્મ પર કેસ કરવા જઈ રહ્યા છે.

    - Advertisement -

    અક્ષઅક્ષયની ફિલ્મ રામ-સેતુ પર સુબ્રમણ્યમ સ્વામીની આંખ લાલ થઇ છે, આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે આ ફિલ્મ માટે અક્ષય કુમાર વિરુદ્ધ કેસ નોંધવો જોઈએ. સ્વામીનો દાવો છે કે બોલિવૂડ એક્ટર અક્ષયની ફિલ્મમાં રામસેતુ મુદ્દાને ખોટી રીતે શૂટ કરવામાં આવ્યો છે. તેઓ આ માટે વળતર માટે કેસ દાખલ કરશે. બોલિવૂડ એક્ટર અક્ષયની ફિલ્મ રામ-સેતુ પર રીલીઝ થયા પહેલાજ ભય તોળાતો દેખાઈ રહ્યો છે.

    સુબ્રમણ્યમ સ્વામીએ શુક્રવારે (29 જુલાઈ, 2022) ટ્વીટ કર્યું હતું, અને ટ્વીટ દ્વારા કહ્યું હતું કે, “મારા સાથી વકીલ સત્ય સભરવાલે વળતરના દાવાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. હું અભિનેતા અક્ષય કુમાર અને કર્મા મીડિયા સામે તેમની ફિલ્મમાં રામ સેતુ મુદ્દાના ખોટા ચિત્રણને કારણે થયેલા નુકસાન માટે દાવો કરી રહ્યો છું.”

    અન્ય એક ટ્વિટમાં સુબ્રમણ્યમ સ્વામીએ જાહેરમાં જણાવ્યું હતું કે, “જો અભિનેતા અક્ષય કુમાર વિદેશી નાગરિક હોય, તો અમે તેની ધરપકડ કરવા અને દેશમાંથી બહાર કાઢવા માટે કહી શકીએ છીએ.”

    - Advertisement -

    તે જ વખતે, એડવોકેટ સત્ય સભરવાલે પણ ટ્વિટ કરીને કહ્યું છે કે, “કર્મ મીડિયા દ્વારા રામ સેતુ પર આધારિત એક ફિલ્મ બનાવવામાં આવી છે, જેમાં ડૉ. સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર સુપ્રીમ કોર્ટના આદેશને પોસ્ટર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અંગે ગુનો દાખલ કરવામાં આવશે. ડો.સુબ્રમણ્યમ સ્વામીની અરજીમાં પોસ્ટર અને નામદાર સુપ્રીમ કોર્ટનો આદેશ જોડાયેલ છે.”

    બોલીવુડ એક્ટર અક્ષય કુમારની આ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત જેકલીન ફર્નાન્ડીઝ અને નુસરત ભરૂચા પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન અભિષેક શર્માએ કર્યું છે. તે જ સમયે, ક્રિએટિંગ પ્રોડ્યુસર ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી છે. અક્ષય કુમારની આ ફિલ્મ આ વર્ષે દિવાળી (24 ઓક્ટોબર 2022) પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં