Thursday, April 18, 2024
More
  હોમપેજદેશપહેલાં ABES, હવે સુંદરદીપ... ગાઝિયાબાદની વધુ એક કોલેજમાં 'જય શ્રીરામ'ના નારાનો વિરોધ:...

  પહેલાં ABES, હવે સુંદરદીપ… ગાઝિયાબાદની વધુ એક કોલેજમાં ‘જય શ્રીરામ’ના નારાનો વિરોધ: વિદ્યાર્થીઓને ગાર્ડે ધમકાવ્યા, જોઈ લેવાની આપી ધમકી

  સુંદરદીપ કોલેજ ડાસના વિસ્તારમાં આવેલી છે. અહીં સોમવારે (6 નવેમ્બર, 2023) BBA અને BCA અભ્યાસક્રમોમાં પ્રવેશ લેનારા નવા વિદ્યાર્થીઓની ફ્રેશર પાર્ટી યોજવામાં આવી હતી. તેમની પાર્ટી સાંજે 4:30 વાગ્યે સમાપ્ત થઈ ગઈ હતી. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ 'જય શ્રીરામ' બોલવા લાગ્યા હતા.

  - Advertisement -

  ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાની એક કોલેજમાં ‘જય શ્રીરામ’ના નારા લગાવવા પર વિવાદ ઉભો થયો છે. આ ઘટના સુંદરદીપ કોલેજની છે જ્યાંનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, એક વિદ્યાર્થીને ‘જય શ્રીરામ’ના નારા લગાવવા બદલ ‘જોઈ’ લેવાની ધમકી અપાઈ રહી છે. આ મામલે હિંદુ સંગઠનોનો દાવો છે કે કોલેજ મેનેજમેન્ટે તેમની આ હરકત બદલ માફી માંગી છે. બીજી તરફ પોલીસે પણ ફરિયાદ મળવા પર કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

  આ મામલો ગાઝિયાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વેબ સિટીનો છે. ગાઝિયાબાદના હિંદુ સંગઠન સાથે સંકળાયેલા નેતા ભૂપેન્દ્ર ચૌધરી ઉર્ફે પિંકીએ આ મામલે પોતાના કાર્યકર્તાઓને કોલેજ મોકલ્યા હોવાનો દાવો કર્યો હતો. તેમણે ઑપઇન્ડિયાને કહ્યું કે સુંદરદીપ કોલેજ ડાસના વિસ્તારમાં આવેલી છે. અહીં સોમવારે (6 નવેમ્બર, 2023) BBA અને BCA અભ્યાસક્રમોમાં પ્રવેશ લેનારા નવા વિદ્યાર્થીઓની ફ્રેશર પાર્ટી યોજવામાં આવી હતી. તેમની પાર્ટી સાંજે 4:30 વાગ્યે સમાપ્ત થઈ ગઈ હતી. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ ‘જય શ્રીરામ’ બોલવા લાગ્યા હતા. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

  વાયરલ વિડીયોમાં કોલેજના સિક્યોરિટી ઇન્ચાર્જે વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરવાનું શરૂ કરીને તેમની સાથે મારપીટ કરવા પર ઉતરી આવ્યો હોવાનું નજરે પડ્યું હતું. સિક્યોરિટી ઇન્ચાર્જે વિદ્યાર્થીઓને ‘ટોન નીચે’ રાખવાનું કહીને તેણે કહ્યું કે, “આ સુંદરદીપ છે. મને ABES ન દેખાડ, કહી દઉં છું તને. અંગ્રેજી ન બોલ હું હિન્દીમાં સમજાવી દઈશ. સિક્યુરિટી ઇન્ચાર્જે ચેલેન્જ આપીને કહ્યું કે, ‘જય શ્રીરામ’ બોલીને દેખાડ એટલે હું તને જોઈ લઉં.” આ દરમિયાન તેણે વિદ્યાર્થીઓને પોલીસ બોલાવવાની ધમકી પણ આપી હતી.

  - Advertisement -

  આ દરમિયાન આ જ સમયનો એક મહિલા પ્રોફેસરનો વિડીયો પણ વાયરલ થયો છે. ‘જય શ્રીરામ’ના નારા લગાવી રહેલી વિદ્યાર્થિનીને મહિલા પ્રોફેસર ઠપકો આપતી જોવા મળી રહી છે. પ્રોફેસરનું નામ ડો.દીપા તંવર જણાવવામાં આવી રહ્યું છે. જો કે કોલેજમાં ગયેલા હિંદુ રક્ષા દળના પદાધિકારીઓનો દાવો છે કે, તમામ ભૂલ સિક્યોરિટી સુપરવાઇઝર રાયની હતી.

  ગાઝિયાબાદની કોલેજમાં શ્રીરામના નારાનો વિરોધ કરવા મામલો સામે આવતા વિદ્યાર્થીઓને હડધૂત કરનાર સિક્યોરિટી સુપરવાઈઝર રાયે પોતાનો એક વિડીયો જાહેર કર્યો હતો. તેણે પોતાને 14 વર્ષથી આ કોલેજમાં કામ કરતો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે જો તેના કોઈ પણ શબ્દથી કોઈને દુ:ખ થયું હોય તો તે માફી માંગે છે. જો કે સુપરવાઈઝર રાયે પોતાના વિડીયોમાં વિદ્યાર્થીઓની નારાબાજીને ઘોંઘાટ ગણાવીને તેનાથી માહોલ ખરાબ થવાની વાત કરી હતી.

  બીજી તરફ પોલીસને આ મામલે હજી સુધી કોઈ પણ પક્ષ તરફથી કોઈ જાતની ફરિયાદ મળી નથી. મીડિયા સાથે વાત કરતા ડીસીપી (રૂરલ) વિવેક યાદવે કહ્યું હતું કે, ફરિયાદ મળવા પર ધારાધોરણ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

  ઉપરાંત ગાઝિયાબાદની કોલેજમાં શ્રીરામના નારાનો વિરોધ થવા મામલે હિંદુ રક્ષા દળના પદાધિકારી સૌરવ પંડિતે કોલેજની અંદર મેનેજમેન્ટ સાથેની વાતચીતનો એક વિડીયો પોતાની પ્રોફાઇલ પર શેર કર્યો છે. આ વિડીયોમાં વિદ્યાર્થીઓને હડધૂત કરનાર સિક્યોરિટી સુપરવાઈઝર ઉપરાંત પોલીસ અધિકારીઓ પણ નજરે પડી રહ્યા છે. વિડીયોમાં સુપરવાઇઝર રાય પોતાનો ખુલાસો રજૂ કરીને પોતાને નિર્દોષ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે ચર્ચાના અંતમાં આખરે માફી માંગવા પર સહમતિ બની હતી.

  કોલેજના જે વિદ્યાર્થીને ‘જય શ્રીરામ’ના નારા લગાવવા બદલ ઠપકો આપવામાં આવ્યો હતો સૌરવ પંડિતે તે વિદ્યાર્થી સાથે પણ વાત કરી હતી. વિદ્યાર્થીએ તેમની સાથે વાત કરતા કહ્યું કે, તે અન્ય વિદ્યાર્થીઓના ગ્રુપમાં હતો અને જ્યારે બાકીના લોકોએ ‘જય શ્રીરામ’ કહ્યું, ત્યારે તેણે પણ નારા લગાવ્યા હતા. પીડિત વિદ્યાર્થિનો આરોપ છે કે સૂત્રોચ્ચાર કર્યા બાદ તેને સિક્યોરિટી સુપરવાઈઝર તેને માર મારવા પર ઉતરી આવ્યો હતો. વિદ્યાર્થીના કહેવા મુજમ આ દરમિયાન રાયે તેને કહ્યું હતું કે, “અહીં સરકારનું નહીં પણ મારું ચાલે છે.”

  ઑપઇન્ડિયા સાથે વાત કરતા સૌરવ પંડિતે કહ્યું હતું કે, આ મામલાનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ આવી ગયો છે. તેમણે જણાવ્યું કે, સિક્યુરિટી ગાર્ડે ‘જય શ્રીરામ’ પર ચેલેન્જ આપી હતી, જેને સ્વીકારી લેવામાં આવી હતી. કોલેજ દ્વારા કોઈ વિદ્યાર્થી સામે કાર્યવાહી કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ ગાઝિયાબાદની ABES કોલેજમાં જય શ્રી રામના નારા લગાવનારા એક વિદ્યાર્થીને હડધૂત કરાયા બાદ વિવાદ ઉભો થયો હતો. ત્યારે આ નારાનો વિરોધ કરનાર બે મહિલા શિક્ષિકાઓને સસ્પેન્ડ કરી વિદ્યાર્થી સામે કોઈ કાર્યવાહી નહીં કરવાની ખાતરી આપવામાં આવી હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં