ભારતીય રેલ્વેના કઠિયા ડિવિઝનના સમસી કુમારગંજ પાસે નવી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી છે. અહેવાલો અનુસાર ન્યૂ જલપાઈગુડીથી હાવડા પરત ફરી રહેલી ટ્રેન પર ઈંટ ફેંકવામાં આવી હતી. આ હુમલાથી ટ્રેનના દરવાજાના કાચમાં તિરાડ પડી હતી.
નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની હાજરીમાં 30 ડિસેમ્બર, 2022 ના રોજ હાવડા અને ન્યૂ જલપાઈગુડીને જોડતી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કર્યાના થોડાં દિવસો પછી આ ઘટના બની છે.
West Bengal | Stones pelted at Vande Bharat Express connecting Howrah to New Jalpaiguri, 4 days after its launch. The incident took place near Malda station. pic.twitter.com/Nm3XOmffpR
— ANI (@ANI) January 3, 2023
ઈસ્ટર્ન રેલ્વેએ આ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું, “02.01.23ના રોજ લગભગ 17.50 કલાકે, T.N.22302 વંદે ભારત એક્સપ્રેસની ફરજ પરની T.E પાર્ટી પાસેથી માહિતી મળી કે IPF Samsi હેઠળ કુમારગંજ સ્ટેશન ક્રોસ કર્યા પછી કોચ નંબર C13 પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.”
“પરિણામે, દરવાજાના કાચમાં તિરાડ પડી. ટ્રેનના એસ્કોર્ટમાં RPF પોસ્ટ D-શેડના 01 ASI અને 04 સ્ટાફ હથિયાર સમેત હાજર હતા.” પૂર્વ રેલવેએ જણાવ્યું હતું.
રેલવે અધિનિયમની કલમ 154 હેઠળ અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. ભારતીય રેલ્વેએ મંગળવારે જણાવ્યું હતું કે, એક મુખ્ય દરવાજાના કાચને અસર થઈ હતી પરંતુ કોઈ મુસાફરને ઈજા થઈ નથી. ભારતીય રેલ્વેએ જણાવ્યું હતું કે આ ઘટનાને કારણે ટ્રેન પણ મોડી પડી ન હતી.
માતા હીરાબાના નિધન છતાં PM મોદીએ પૂર્વઆયોજિત કાર્યક્રમ અનુસાર બતાવી હતી લીલી ઝંડી
શુક્રવારે (30 ડિસેમ્બર) વહેલી સવારે પીએમ મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે અવસાન થયું હતું ત્યારે પીએમ મોદી પુત્ર તરીકેની ફરજ નિભાવવા સવારે અમદાવાદ પહોંચી ગયા હતા. આ પહેલા તેમનો કોલકાતા ખાતે કાર્યક્રમ નિશ્ચિત હતો જેમાં તેમને પશ્ચિમ બંગાળમાં પહેલી વંદે ભારત ટ્રેનની શરૂઆત કરાવાની હતી.
માતાના અવસાન બાદ અવું લાગી રહ્યું હતું કે કદાચ આ કાર્યક્રમને રદ્દ કરવામાં આવશે પરંતુ એવું થયું ન હતુ અને પીએમ મોદીએ પુત્ર તરીકે પોતાની ફરજ બજાવી માતા હીરાબાને અગ્નિદાહ આપ્યો હતો અને તરત પછી પોતાના કામે વળગ્યા હતા. જેમાં તેઓએ વર્ચુઅલી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.
લોકાર્પણ સમયે બોલતા, PMએ કહ્યું, “આજની વંદે ભારત ટ્રેન તે ભૂમિ પરથી શરૂ કરવામાં આવી હતી જ્યાં ‘વંદે માતરમ’ ના નારા લગાવવામાં આવ્યા હતા.” વડા પ્રધાને ઉમેર્યું, “30 ડિસેમ્બરની લોન્ચ તારીખ મહત્વપૂર્ણ છે કારણ કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝે 1943 માં આ દિવસે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ત્રિરંગો લહેરાવ્યો હતો.”
નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં જયારે આ ટ્રેનનો ઓપનીંગ રન કરવામાં આવ્યો હતો ત્યારે તેને નિર્ધારિત કરતા વધુ સ્ટેશનો પર ઉભી રાખવામાં આવી હતી. અને એ દરેક સ્ટેશનો પર મોટી સંખ્યામાં નાગરિકો જમા થયા હતા આ ટ્રેનને જોવા માટે અને પોતાના કેમેરામાં કંડારવા માટે. તો આવી લોકપ્રિય અને આધુનિક ટ્રેન પર આ પ્રકારનો હુમલો કોણે અને કેમ કર્યો એ આગળ તપાસમાં બહાર આવશે તેવી સૌ આશા રાખી રહ્યા છે.