Wednesday, November 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવંદે ભારત એક્સપ્રેસને ફરી બનાવાઈ નિશાન, આ વખતે કર્ણાટકમાં પથ્થરમારો: ચાર દિવસ...

    વંદે ભારત એક્સપ્રેસને ફરી બનાવાઈ નિશાન, આ વખતે કર્ણાટકમાં પથ્થરમારો: ચાર દિવસ પહેલાં જ પીએમ મોદીએ આપી હતી લીલી ઝંડી

    અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, ટ્રેનના C4 કોચની બહારની બાજુએ થોડું નુકસાન થયું છે, અંદર કોઈ નુકસાન થયું નથી. RPF દ્વારા મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

    - Advertisement -

    ભારતની સ્વદેશી સેમીહાઈસ્પીડ ટ્રેન વંદે ભારત લગભગ તમામ રાજ્યોમાં દોડતી થઇ ગઈ છે. બીજી તરફ અત્યાર સુધીમાં અનેક એવા કિસ્સા સામે આવ્યા છે, જેમાં આ ટ્રેનને નિશાન બનાવવામાં આવી હોય અને પથ્થરો ફેંકવામાં આવ્યા હોય. તાજો કિસ્સો કર્ણાટકથી સામે આવ્યો છે. અહીં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો. 

    કર્ણાટકના ધારવાડથી બેંગ્લોર સુધી દોડતી વંદે ભારત એક્સપ્રેસ પર શનિવારે દેવનાગરી રેલવે સ્ટેશન પાસે પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. જેના કારણે ટ્રેનના એક કોચની બારીને નુકસાન થયું હતું. જોકે, મજબૂત બનાવટના કારણે કાચને વધુ નુકસાન થયું ન હતું અને જેના કારણે કોઈ મુસાફરને ગંભીર ઇજા પણ થઇ ન હતી. ટ્રેન સાંજે 3:30થી 4:00 વાગ્યાની વચ્ચે દેવનાગરીથી ઉપડી હતી, ત્યારબાદ આ ઘટના બની હતી. 

    આ મામલે રેલવે પોલીસ ફોર્સે તપાસ શરૂ કરી છે. અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, ટ્રેનના C4 કોચની બહારની બાજુએ થોડું નુકસાન થયું છે, અંદર કોઈ નુકસાન થયું નથી. RPF દ્વારા મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેનને ગત 28 જૂનના રોજ વડાપ્રધાન મોદીએ લીલી ઝંડી આપી હતી. વડાપ્રધાને સાઉથ વેસ્ટર્ન રેલવેના કાર્યક્ષેત્ર હેઠળ આવતી કુલ પાંચ વંદે ભારત ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાંથી આ પણ એક ટ્રેન હતી. જેની સાથે કર્ણાટકને બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મળી હતી. 

    - Advertisement -

    વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો થયો હોય તેવી આ પ્રથમ ઘટના નથી. આ પહેલાં પણ આવા અનેક કિસ્સા બની ચૂક્યા છે. ગત 18 જૂનના રોજ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર પાસે દેહરાદૂન-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તે પહેલાં જાન્યુઆરીમાં બિહારમાં પશ્ચિમ બંગાળની સરહદ પાસે ટ્રેન પર પથ્થરમારો થયો હતો, જેનાથી એક કોચની બારીને નુકસાન થયું હતું. ટ્રેન જલપાઈગુડીથી નીકળીને હાવડા જઈ રહી હતી ત્યારે તેની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં આ ટ્રેન પર કુલ પાંચ વખત પથ્થરમારો થયો છે, જેમાં જુદા-જુદા સમયે ટ્રેનને નિશાન બનાવવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ તેને 30 ડિસેમ્બરના રોજ લીલી ઝંડી આપી હતી. 

    વંદે ભારત એક્સપ્રેસ ભારતની સેમીહાઈસ્પીડ ટ્રેન છે, જે દેશનાં મોટાભાગનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દોડતી થઇ ગઈ છે. ગુજરાતમાં પણ પાટનગર ગાંધીનગરથી મહારાષ્ટ્રના પાટનગર મુંબઈને જોડતી વંદે ભારત એક્સપ્રેસ દોડે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં