Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવર્ષો પહેલા ચોરાયેલા પુસ્તકો આઝમ ખાનની યુનિવર્સિટીમાં દટાયેલા મળી આવ્યાઃ આ પહેલા...

    વર્ષો પહેલા ચોરાયેલા પુસ્તકો આઝમ ખાનની યુનિવર્સિટીમાં દટાયેલા મળી આવ્યાઃ આ પહેલા પણ ખોદકામમાં કરોડોની કિંમતનું મશીન મળી આવ્યું હતું

    મશીન ચોરીના કિસ્સામાં, પોલીસે IPCની કલમ 409, 120-B અને પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ 2 અને 3 હેઠળ FIR નોંધી છે . આ FIRમાં આઝમ ખાન, તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ સહિત 7 લોકોને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.

    - Advertisement -

    સમાજવાદી પાર્ટીના નેતા અને ઉત્તર પ્રદેશના રામપુરથી ધારાસભ્ય આઝમ ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. મંગળવારે (20 સપ્ટેમ્બર, 2022) આઝમ ખાનની જૌહર યુનિવર્સિટીમાં ખોદકામ વખતે ચોરાયેલી પુસ્તકો મળી આવ્યા છે. આ પુસ્તકો ઓરિએન્ટલ ઇન્ટર કોલેજમાંથી વર્ષો અગાઉ ચોરી થઇ ગયા હતા. આ અગાઉ સોમવારે (19 સપ્ટેમ્બર) જ્યારે યુનિવર્સિટીમાં ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે કરોડો રૂપિયાની ઓટોમેટિક સ્વીપિંગ મશીન મળી આવી હતી.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર આઝમ ખાનની જૌહર યુનિવર્સિટીમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન, યુનિવર્સિટીની લિફ્ટ શાફ્ટમાં રાખવામાં આવેલ ખૂબ જ કિંમતી પુસ્તકોનો જત્થો મળી આવ્યો છે. આ તમામ પુસ્તકો ઘણાં સમય પહેલા સરકારી ઓરીએન્ટલ કોલેજની લાઈબ્રેરીમાંથી ચોરાઈ ગયા હતા. આ કોલેજની સ્થાપના વર્ષ 1774માં રામપુરના નવાબ દ્વારા કરવામાં આવી હતી. જે પહેલા આલિયા મદરેસા તરીકે જાણીતી હતી. ચોરીના આ કેસમાં વર્ષ 2019માં FIR દાખલ કરવામાં આવી હતી.

    કેવી રીતે મળ્યા પુસ્તકો અને મશીન

    - Advertisement -

    આઝમ ખાનના પુત્ર અને સપા ધારાસભ્ય અબ્દુલ્લા આઝમના મિત્ર સલીમ અને અનવરનો જુગાર રમતા હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોના આધારે પોલીસે બંનેની ધરપકડ કરી હતી. આ પછી પોલીસે બંનેની ઝીણવટથી પૂછપરછ કરી હતી. આ તપાસમાં બહાર આવેલી માહિતી અને નિશાનીઓના આધારે જૌહર યુનિવર્સિટીમાં ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ખોદકામમાં જ આ પુસ્તકો મળી આવ્યા છે.

    આ કેસમાં અધિક પોલીસ અધિક્ષક સંસાર સિંહનું કહેવું છે કે, સલીમ અને અનવરની 2 દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ બંનેની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન, એક સ્થાનિક વ્યક્તિ બકર ખાને અન્ય એક કેસ દાખલ કર્યો હતો.

    સંસાર સિંહનું કહેવું છે કે કેસ નોંધતી વખતે બકર ખાને કહ્યું હતું કે પાલિકા દ્વારા સફાઈ માટે કેટલાક મશીનો મંગાવવામાં આવ્યા હતા. આ મશીનો જૌહર યુનિવર્સિટી દ્વારા તેના કેમ્પસમાં ખરીદવામાં આવ્યા હતા. આઝમ ખાન, અબ્દુલ્લા આઝમ ખાન અને રામનગર પાલિકાના તત્કાલીન અધ્યક્ષ અઝહર અહેમદ ખાનની મિલીભગતથી સફાઈ મશીનો યુનિવર્સિટીમાં મોકલવામાં આવ્યા હતા. આ પછી, જ્યારે સરકાર બદલાઈ અને પ્રશાસને મશીનો શોધવાનો પ્રયાસ કર્યો, ત્યારે આ મશીનોને યુનિવર્સિટી કેમ્પસમાં જ કાપીને દાટી દેવામાં આવ્યા હતા.

    મશીન ચોરીના કિસ્સામાં, પોલીસે IPCની કલમ 409, 120-B અને પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ 2 અને 3 હેઠળ FIR નોંધી છે . આ FIRમાં આઝમ ખાન, તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ સહિત 7 લોકોને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં