Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપશ્ચિમ બંગાળના ધોરણ 10ના સેમ્પલ પ્રશ્નપત્રમાં વિદ્યાર્થીઓને પુછાયું, 'નકશામાં આઝાદ કાશ્મીરને ચિહ્નિત...

    પશ્ચિમ બંગાળના ધોરણ 10ના સેમ્પલ પ્રશ્નપત્રમાં વિદ્યાર્થીઓને પુછાયું, ‘નકશામાં આઝાદ કાશ્મીરને ચિહ્નિત કરો’: ભાજપે તેને ગણાવ્યું ‘જેહાદી કાવતરું’

    મમતા બેનર્જીની રાજ્ય સરકારે તેને એક સામાન્ય ભૂલ ગણાવી હતી. ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે ભાજપ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

    - Advertisement -

    મંગળવાર, 17 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળની શાળાના ધોરણ 10ના સેમ્પલ પ્રશ્નપત્રના ફોટાએ વિવાદ ઉભો કર્યો હતો. પ્રશ્નપત્રમાં, વિદ્યાર્થીઓને નકશામાં ‘આઝાદ કાશ્મીર’, પાકિસ્તાન અને તેના સહયોગીઓ દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માટે ઉપયોગમાં લેવાતા શબ્દસમૂહને, ચિહ્નિત કરવાનું કહેવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીએ આ પ્રશ્ન સામે વિરોધ દર્શાવ્યો અને તેને ‘જેહાદી કાવતરું’ ગણાવ્યું. ટેસ્ટ પેપરના પાનાં નંબર 132 પર આ પ્રશ્ન છપાયો હતો.

    આ પ્રશ્નપત્ર એ બંગાળી-માધ્યમ શાળાના માધ્યમિક ઉમેદવારો માટેના અભ્યાસ પુસ્તકનો ભાગ હતો જે રામકૃષ્ણ મિશન વિવેકાનંદ વિદ્યામંદિર, માલદા તરીકે ઓળખાય છે. ‘આઝાદ કાશ્મીર’ ઉપરાંત, પેપરમાં વિદ્યાર્થીઓને એમ કે ગાંધીએ સૌપ્રથમ સત્યાગ્રહ ચળવળ ક્યાં હાથ ધરી હતી અને ચિટાગોંગ યુદ્ધ ક્યાં થયું હતું તે ચિહ્નિત કરવા જણાવ્યું હતું.

    કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રીએ તપાસની બાંહેધરી આપી

    કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી (MoS) સુભાષ સરકારે કહ્યું કે તેઓ આ બાબતની તપાસ કરશે અને યોગ્ય નિર્ણય લેશે. તેમણે કહ્યું, “આવું ન થવું જોઈએ. પેપર સેટર દેશ વિરોધી છે અને આતંકવાદને પ્રેરિત કરનાર છે. રાજ્યના શિક્ષણ મંત્રીએ તેમને પત્ર લખવો જોઈએ અને આ ટેસ્ટ પેપર સેલ તાત્કાલિક બંધ કરી દેવો જોઈએ. અમે આની તપાસ કરીશું અને નિર્ણય લઈશું.”

    - Advertisement -

    બીજેપી નેતા રાહુલ સિન્હાએ કહ્યું, “ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપવો જોઈએ. આ ઘટના સાબિત કરે છે કે રાજ્ય સરકાર પોતાની વોટ બેંકને ખુશ કરવા જેહાદી વિચારોને પ્રોત્સાહન આપે છે.”

    બીજેપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે પણ રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકારને હાકલ કરી અને કહ્યું, “તે માત્ર જેહાદી તત્વોને સમર્થન આપતું નથી પરંતુ સ્કૂલનાં બાળકોના મનને પ્રભાવિત કરવાનો પણ પ્રયાસ કરે છે”.

    પ. બંગાળ ભાજપ અધ્યક્ષે રાજ્ય સરકાર પર તાક્યું નિશાન

    બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ડૉ. સુકાંત મજુમદારે કહ્યું, “WB માધ્યમિક પરીક્ષાના પેપરમાં વિદ્યાર્થીઓને નકશામાં આઝાદ કાશ્મીરને માર્ક કરવાનું કહેવામાં આવ્યું છે. શું સીએમ મમતા બેનર્જી આવા વિચારોનું સમર્થન કરે છે? ટીએમસી સરકાર દ્વારા આ સૌથી ખરાબ પ્રકારનું તુષ્ટીકરણ છે. આ નિંદનીય છે. આવું કરનારા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.”

    રાજ્ય સરકારે આને ગણાવી એક સામાન્ય ભૂલ

    મમતા બેનર્જીની રાજ્ય સરકારે તેને એક સામાન્ય ભૂલ ગણાવી હતી. ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે ભાજપ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું, “જો કોઈએ આવો પ્રશ્ન કર્યો છે તો તેણે ખોટું કર્યું છે. અમે આવા કાર્યોને સમર્થન આપતા નથી. TMC એક બિનસાંપ્રદાયિક પાર્ટી છે જે કોઈ ચોક્કસ સમુદાયને ખુશ કરવામાં માનતી નથી. સરકારે (સુભાષ સરકાર) અમારી પાર્ટી વિરુદ્ધ પાયાવિહોણી ટિપ્પણી કરી છે.”

    પશ્ચિમ બંગાળ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના પ્રમુખ રામાનુજ ગાંગુલીએ તેને એક મૂર્ખતા ગણાવતા કહ્યું કે એક સ્વાયત્ત સંસ્થા ટેસ્ટ પેપર પ્રકાશિત કરે છે. તેમણે કહ્યું, “અમે વિવિધ શાળાઓ દ્વારા આપવામાં આવેલા પ્રશ્નપત્રોનું સંકલન પ્રકાશિત કર્યું છે. આવા જ એક પ્રશ્નપત્રમાં આ ભૂલ જોવા મળી હતી.”

    “તપાસ હાથ ધરવામાં આવી રહી છે, અને પેપર્સનું પ્રૂફ-રીડિંગ સોંપવામાં આવેલા સંપાદકીય ટીમના સભ્યો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે.” સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતી વખતે તેમણે ઉમેર્યું, “ભૂલમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં